GU/Prabhupada 0886 - વ્યક્તિ ભાગવત કે પુસ્તક ભાગવત, તમે હમેશા સેવા કરો. પછી તમે સ્થિર થશો



730413 - Lecture SB 01.08.21 - New York

પ્રભુપાદ: તો આપણે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન શાસ્ત્ર પ્રમાણે લેવું જોઈએ. શ્રી... હું ઘણો પ્રસન્ન છું કે તમે ખૂબ સરસ રીતે કરો છો, અર્ચાવિગ્રહને સુંદર રીતે સજાવો છો. વધુ અને વધુ, આ રીતે કૃષ્ણને સુંદર પ્રસાદ, સુંદર ખાદ્યપદાર્થ, સુંદર શૃંગાર પ્રદાન કરો. મંદિરને ખૂબ સ્વચ્છ રાખો. શ્રી મંદિર માર્જનાદીશુ. માર્જન મતલબ સાફ કરવું. ક્યાં તો તમે કૃષ્ણનો શૃંગાર કરો કે મંદિરને સ્વચ્છ કરો, અસર સમાન જ છે. એવું ના વિચારો કે "હું સફાઈ કરું છું અને તે શૃંગાર કરે છે." ના. શૃંગાર કરવાવાળો અને સફાઈ કરવાવાળો એક સમાન છે. કૃષ્ણ નિરપેક્ષ છે. કોઈ પણ રીતે, કૃષ્ણ ની સેવામાં જોડાઓ. તમારું જીવન સફળ થશે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે.

તો કુંતીદેવીની કૃપાથી આપણે સમજી શકીએ છીએ કે કૃષ્ણ, પૂર્ણ પુરષોત્તમ ભગવાન, વાસુદેવ. વાસુદેવ... વસુદેવનો બીજો અર્થ થાય છે કે જ્યારે તમે વસુદેવ સ્તર પર આવો છે. સત્ત્વમ વિશુધ્ધમ વસુદેવ શબ્દિતમ. સત્ત્વમ. સત્વ, સતોગુણ. સૌ પ્રથમ, આપણે સતોગુણ પર આવવું પડશે. પણ અહિયાં, ભૌતિક જગતમાં, સતોગુણ પણ કોઈક વાર બીજા નીચલા ગુણોથી પ્રદુષિત થાય છે, તમોગુણ અને રજોગુણ. તો કૃષ્ણ વિષે સાંભળવાથી, શ્રુણવતામ સ્વ કથાઃ કૃષ્ણ: પુણ્ય શ્રવણ કીર્તન: (શ્રી.ભા. ૧.૨.૧૭). જેમ કે તમે કૃષ્ણ વિષે સાંભળી રહ્યા છો. તે જ રીતે, કૃષ્ણ વિષે હમેશા સાંભળવાની કોશિશ કરો, ચોવીસ કલાક કૃષ્ણનો જપ કરો. આ રીતે, અસ્વચ્છ વસ્તુઓ સાફ થઈ જશે. નષ્ટ પ્રાયેશ્વ અભદ્રેશુ નિત્યં ભાગવત સેવયા (શ્રી.ભા. ૧.૨.૧૮). નિત્યં મતલબ હમેશા. પેલા ભાગવત સપ્તાહ જેવુ ઔપચારિક નહીં. ના, તેવું નહીં. તે બીજું શોષણ છે. ભાગવતમાં કહ્યું છે, નિત્યં ભાગવત સેવયા. નિત્યં મતલબ રોજ, ચોવીસ કલાક. ક્યા તો તમે શ્રીમદ ભાગવતમ વાંચો, ક્યાં તો તમારા ગુરુના આદેશનું પાલન કરો. તે આજ્ઞા છે. ભાગવત ગુરુ છે. વૈષ્ણવ, તે પણ ભાગવત છે. આચાર્યો, ભાગવત. ગ્રંથ ભાગવત અને વ્યક્તિ, વ્યક્તિ ભાગવત. તો વ્યક્તિ ભાગવત કે પુસ્તક ભાગવત, તમે હમેશા સેવા કરો. નિત્યં ભાગવત સેવયા (શ્રી.ભા. ૧.૨.૧૮. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર ભવતિ નૈષ્ઠિકી. પછી તમે સ્થિર બનશો. નૈષ્ઠિકી. તમને કોઈ ચલિત નહીં કરી શકે. ભગવતિ ઉત્તમ શ્લોકે, ભગવાનને.

તો આ રીતે, કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો તમારે બોધ લેવો જોઈએ, અધિકૃત વિધિ દ્વારા, અને લોકોને આપવાનો પ્રયાસ કરો. આ દુનિયાનું સૌથી મહાન કલ્યાણ કાર્ય છે, કૃષ્ણભાવનાનો ઉદય કરવો, સુષુપ્ત કૃષ્ણભાવના. તે છે, ખરેખર, વ્યાવહારિક રીતે, તમે જોઈ શકો છો, ચાર કે પાંચ વર્ષો પહેલા, તમે કોઈ કૃષ્ણ ભાવનામૃતમાં હતા નહીં, પણ હવે તે જાગૃત થઈ ચૂકી છે. હવે તમે કૃષ્ણ ભાવનાભાવિત છો. તો બીજાને પણ જગાડી શકાય છે. કોઈ મુશ્કેલી નથી. વિધિ તે જ છે. તો કુંતી જેવા ભક્તોના પદચિહનો પર ચાલીને, આપણે સમજી શકીશું જેવી રીતે તેઓ કહે છે: કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ, નંદ ગોપ કુમારાય (શ્રી.ભા. ૧.૮.૨૧). આ કૃષ્ણની ઓળખ છે. જેવી રીતે આપણે વ્યક્તિ પાસેથી ઓળખ લઈએ છીએ: "તમારા પિતાનું નામ શું છે?" તો અહી અમે આપી રહ્યા છીએ, ભગવાને પ્રસ્તુત કરી રહ્યા છીએ, તેમના પિતાના નામ સાથે, તેમના માતાના નામ સાથે, તેમના સરનામા સાથે. આપણે નિરાકારવાદી નથી, અસ્પષ્ટ વિચાર. ના. બધુ પૂર્ણ છે. ઉત્તમ. ઓળખ. જો તમે આ કૃષ્ણ ભાવનાના પ્રચારનો ફાયદો લેશો, તો તમને અવશ્ય લાભ થશે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ.