GU/Prabhupada 0887 - વેદ મતલબ જ્ઞાન, અને અંત મતલબ અંતિમ ચરણ, કે અંત



750522 - Lecture SB 06.01.01-2 - Melbourne

આપણે પ્રકૃતિના કાયદાની હેઠળ છીએ. તમે એવું ના કહી શકો કે તમે સ્વતંત્ર છો. પ્રકૃતિનો કાયદો બહુ કડક છે. પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: કર્માણી સર્વશઃ (ભ.ગી. ૩.૨૭). પ્રકૃતિનો કાયદો... જેમકે અગ્નિ છે. જો તમે અગ્નિને અડકશો, તમે દાઝી જશો. એક બાળક સુધ્ધાં, જે નિર્દોષ છે, જો તે અગ્નિને અડશે, તો તે દાઝી જશે. તેમાં કોઈ માફી નથી. તમે તેવું ના કહી શકો કે "બાળક નિર્દોષ છે. તેને ખબર નથી કે અગ્નિને અડકવાની અસર શું છે, તો તેથી તેને માફ કરી દેવો જોઈએ." ના. અજ્ઞાનતા એ કોઈ બહાનું નથી. ખાસ કરીને... તે રાજ્યનો કાયદો છે. તમે તેવું ના કહી શકો... ધારોકે તમે કોઈ ગુનો કર્યો છે. તમે માફી માંગો, "મારા ભગવાન, મને ન હતી ખબર કે..., આ કાર્ય કર્યા પછી, મારે જેલવાસ ભોગવવો પડશે. તો તમે મને માફ કરી દો," ના, તે બહાનું નહીં ચાલે. તમને કાયદો ખબર છે કે નહીં, જો તમે તે રીતે કાર્ય કર્યું છે, તો તમને સજા થશે. તે ચાલી રહ્યું છે.

તો આપણે આગળના જીવનમાં નથી માનતા ફક્ત પરિણામથી બચવા માટે. પણ તે આપણને માફ નહીં કરે. આપણે એક પ્રકારનું શરીર ગ્રહણ કરવું જ પડશે. નહીં તો આટલા બધા પ્રકારના શરીરો કરી રીતે છે? શું ખુલાસો છે? કેમ અલગ પ્રકારના શરીર, અલગ સ્તરના શરીર, અલગ પ્રમાણના શરીર? તે પ્રકૃતિનો કાયદો છે. તેથી આ મનુષ્ય જીવન યોગ્ય રીતે ઉપયોગમાં લેવું જોઈએ, ફક્ત બિલાડીઓ અને કુતરાઓની માફક ઇન્દ્રિય તૃપ્તિ માટે જ નહીં. તે બહુ જવાબદારી ભર્યું જીવન નથી. જવાબદારી ભર્યું જીવન છે કે "મને આ બિલાડીઓ અને કુતરાઓ કરતાં સુધરેલું જીવનનું રૂપ મળ્યું છે, અને હવે મારી પાસે બિલાડીઓ અને કુતરાઓ કરતાં વધારે બુધ્ધિ છે. અને જો હું તે ફક્ત મારી શારીરિક જરૂરિયાતો માટે ઉપયોગ કરીશ..." જીવનની ચાર શારીરિક જરૂરિયાતો મતલબ આપણે થોડુક ભોજન જોઈએ છીએ. બિલાડી, કૂતરો, મનુષ્ય કે ઉચ્ચ ન્યાયાધીશ કે કોઈ પણ, તેઓને થોડું ભોજન જોઈએ છીએ. તેઓને ઊંઘવાનું જોઈએ છીએ, ઘર. તો તે છે... બિલાડીઓ અને કુતરાઓ ઘર વગર સૂઈ શકે છે, પણ ઊંઘ જરૂરી છે. તે સત્ય છે. ખાવાનું જરૂરી છે, તે સત્ય છે. અને સેક્સ જીવન, તે પણ સત્ય છે. અને સ્વરક્ષણ, તે પણ જરૂરી છે. પણ આ વસ્તુઓ બિલાડીઓ, કુતરાઓ અને મનુષ્યોમાં એક સમાન છે.

તો મનુષ્ય જીવનનો વિશેષતમ ગુણ શું છે? તે વિશેષતા છે કે એક મનુષ્ય તે વિચારી શકે છે, કે "મારે આ સરસ અમેરિકન કે ઓસ્ટ્રેલિયન કે ભારતીય શરીર છે. પછી હવે હું ક્યાં જઈશ? કેવા પ્રકારના શરીરમાં?" તે મનુષ્ય બુધ્ધિનો સદુપયોગ છે. એક બિલાડી અને કૂતરો તે રીતે વિચારી ના શકે. તેથી આપણું કાર્ય હોવું જોઈએ કે, "હવે, પ્રકૃતિની રીતે, હું વિકાસની પ્રક્રિયાથી મનુષ્ય જીવન પર આવ્યો છું. હવે મારી પાસે સારી બુદ્ધિ છે. હું તેને કેવી રીતે ઉપયોગ કરું?"

તે સદુપયોગ વેદાંત તત્વજ્ઞાનમાં આપેલો છે. વેદાંત તત્વજ્ઞાન, કદાચ તમે નામ સાંભળેલું હોય. વેદ મતલબ જ્ઞાન, અને અંત મતલબ અંતિમ ચરણ, કે અંત. દરેક વસ્તુનો કઈક અંત હોય છે. તેથી તમને શિક્ષા આપવામાં આવી રહી છે. તમે શિક્ષા લઈ રહ્યા છો. તેનો અંત ક્યાં થશે? તેને વેદાંત કહેવાય છે. જ્યાં અંતિમ બિંદુ.

તો વેદાંત તત્વજ્ઞાન કહે છે... તે વેદાંત તત્વજ્ઞાન છે, પરમ જ્ઞાન. પરમ જ્ઞાનને ભગવદ ગીતમાં સમજાવવામાં આવ્યું છે, શું છે પરમ જ્ઞાન. વેદેશ્ચ સર્વેર અહમ એવ વેદ્યમ (ભ.ગી. ૧૫.૧૫).

તમે જ્ઞાન કેળવો છો. "જ્ઞાનનું પરમ લક્ષ્ય," કૃષ્ણ કહે છે, "તે મને જાણવું છે." વેદેશ્ચ સર્વેર અહમ એવ વેદ્યમ. સંપૂર્ણ જ્ઞાન ભગવાનને સમજવા માટે છે. તે જ્ઞાનનો અંત છે. પ્રગતિશીલ જ્ઞાન દ્વારા તમે પ્રગતિ કરી શકો છો, પણ જ્યાં સુધી તમે ભગવાન શું છે તે સમજવાના બિંદુ પર નહીં આવો, તમારું જ્ઞાન અપૂર્ણ છે. તેને વેદાંત કહેવાય છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ મનુષ્ય જીવન, સુંદર સુવિધાઓ, બુદ્ધિ... જેમ કે ઓસ્ટ્રેલિયા અવિકસિત હતું. જ્યારથી યુરોપિયાનો અહી આવ્યા છે, તે હવે વિકસિત છે, સંસાધનો સહિત, કારણકે બુદ્ધિનો ઉપયોગ થયો છે.

તેવી જ રીતે, અમેરિકા, બીજા ઘણા સ્થળો. તો આ બુદ્ધિનો ઉપયોગ થવો જોઈએ. પણ જો આપણે બુદ્ધિનો એક જ હેતુ માટે ઉપયોગ કરીશું જેમ કે બિલાડીઓ અને કુતરાઓ જોડાયેલા છે, તો તે યોગ્ય ઉપયોગ નથી. સદુપયોગ વેદાંત છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. "હવે તમારે બ્રહ્મ, નિરપેક્ષ માટે પૃચ્છા કરવી જોઈએ." તે બુદ્ધિ છે.