GU/Prabhupada 0896 - જ્યારે આપણે પુસ્તક વેચીએ છીએ, તે કૃષ્ણ ભાવનામૃત છે



730417 - Lecture SB 01.08.25 - Los Angeles

ત્યક્તવા દેહમ પુનર જન્મ નૈતિ મામ ઈતિ કૌંતેય (ભ.ગી. ૪.૯). જો તમે કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત બનો, તો પરિણામ આવે કે, આ શરીર છોડયા પછી... કૃષ્ણ કહે છે, ત્યક્તવા દેહમ, આ શરીર છોડયા પછી, પુનર જન્મ નૈતિ, તમે ફરીથી જન્મ નથી લેતા આ ભૌતિક જગતમાં. તે જરૂરી છે. ધારોકે હું અત્યારે ખૂબજ આરામમાં છું. મારુ શરીર ખૂબ આરામદાયક સ્થિતિમાં છે, પણ મૃત્યુ છે, અને બીજો જન્મ છે. તો આ શરીર છોડયા પછી, જો મને એક બિલાડી અને કુતરાનું શરીર મળે, તો આ આરામદાયક સ્થિતિનો મતલબ શું છે? કારણકે મૃત્યુ નક્કી છે, અને જન્માંતમ, તતઃ દેહાંતરમ. દેહાંતરમ મતલબ તમારે બીજું શરીર લેવું પડશે. જો તમે નથી જાણતા કે કયા પ્રકારનું શરીર તમને મળશે... તમે જાણી શકો છો. તે કહ્યું છે, શાસ્ત્રમાં, કે જો તમારી માનસિકતા આવી હશે, તો તમને આ પ્રકારનું શરીર મળશે. તો આરામદાયક સ્થિતિમાં, જો હું મારી જાતને કૂતરાની માનસિકતામાં રાખીશ, તો મને આગલું જીવન કુતરાનું મળશે. તો પછી આ આરામદાયક સ્થ્તિનું મૂલ્ય શું છે? હું વીસ વર્ષ સુધી આરામદાયક સ્થિતિમાં હોઈ શકું છું, પચાસ વર્ષ, કે વધુમાં વધુ, સો વર્ષ. અને તે આરામદાયક સ્થિતિ પછી, જ્યારે હું આ શરીર છોડીશ, જો, મારી માનસિકતાને કારણે, હું બિલાડી અને કૂતરો અને ઉંદર બનીશ, તો આ આરામદાયક સ્થિતિનો લાભ શું છે?

આ લોકો તે નથી જાણતા. તેઓ વિચારે છે, ખાસ કરીને અત્યારના યુગમાં કે: "હું હવે આરામદાયક સ્થિતિમાં છું. મારી પાસે પૂરતું ધન છે. મારી પાસે પૂરતી સંપત્તિ છે. મારી પાસે પૂરતી સુવિધા છે, પૂરતું ભોજન. તો જેવુ શરીર સમાપ્ત થઈ જાય છે, તેવું હું ફરીથી જન્મ લેવાનો છું. જ્યાં સુધી હું જીવું છું, મને મારા જીવનનો આનંદ માણવા દો." આ આધુનિક તત્વજ્ઞાન છે, ઉલ્લાસ છે. પણ તે સત્ય નથી. કુંતી તેથી ચિંતિત છે: અપુનર ભવ દર્શનમ (શ્રી.ભા. ૧.૮.૨૫). અપુનર ભવ, ફરીથી નહીં. જો તમે હમેશા કૃષ્ણને જુઓ, તે કૃષ્ણ ભાવનામૃત છે. કૃષ્ણ ભાવનામૃત મતલબ હમેશા કૃષ્ણ વિષે વિચાર કરવો. તમારી ચેતના કૃષ્ણના વિચારોમાં ડૂબેલી હોવી જોઈએ.

તેથી અમે અલગ અલગ પ્રકારના કાર્યો આપીએ છીએ, કૃષ્ણ ભાવનામૃત. આપણે આપની શક્તિને બીજે કશે લગાવવી ના જોઈએ. હવે જ્યારે આપણે પુસ્તક વેચી રહ્યા છીએ.... તે કૃષ્ણ ભાવનામૃત છે; આપણે પુસ્તક વેચી રહ્યા છીએ. પણ જો આપણે વિચારીએ કે પુસ્તકનું વેચાણ ઘરેણાના વેચાણમાં બદલાઈ શકે છે, તો તે બહુ સારો ખ્યાલ નથી. તે સારો ખ્યાલ નથી. તો પછી આપણે ફરીથી ઝવેરી બની જઈએ છીએ. પુનર મૂષિકા ભવ. ફરીથી ઉંદર બનવું. આપણે ખૂબ સાવચેત રહેવું જોઈએ. આપણી કૃષ્ણ ભાવના ગેરમાર્ગે દોરાવી ના જોઈએ. તો તમે નર્કમાં ગયા છો. કૃષ્ણ ભાવનામૃતમા ભલે ખતરો હોય, ભલે સહન કરવું પડે, આપણે કરવું જોઈએ. અને શિક્ષા છે કે.... આપણે આવા ખતરાઓનું સ્વાગત કરવું જોઈએ. અને કૃષ્ણને પ્રાર્થના કરવી જોઈએ. તે પ્રાર્થના શું છે? તત તે અનુકંપામ સુ સમીક્ષમાન: (શ્રી.ભા. ૧૦.૧૪.૮). "મારા વ્હાલા પ્રભુ, તે તમારી અપાર કૃપા છે કે હું આ ભયાનક પરિસ્થિતિમાં મૂકાયો છું." તે ભક્તનો દ્રષ્ટિકોણ છે. તે ખતરાને ખતરા તરીકે નથી લેતો. તે લે છે: "તે કૃષ્ણની કૃપા છે." કેવી કૃપા? હવે ભૂંજાન એવાત્મ કૃતમ વિપાકમ. "મારા ભૂતકાળના કર્મોને કારણે, મારે આટલું બધુ સહન કરવું પડ્યું. પણ તમે તે પીડાને ઓછી કરી રહ્યા છો, મને ઓછી પીડા આપી રહ્યા છો."