GU/Prabhupada 0898 - કારણકે હું એક ભક્ત બની ગયો છું, કોઈ ખતરો નથી, કોઈ પીડા નથી. ના!



730417 - Lecture SB 01.08.25 - Los Angeles

પ્રભુપાદ: કૃષ્ણ ભાવનામૃત કોઈ પણ સંજોગોમાં વિચલિત ના થઈ શકે. ભયંકર પીડામાં પણ. તે કુંતીદેવીની શિક્ષા છે. કુંતીદેવી સ્વાગત કરે છે: વિપદા: સંતુ તાઃ તત્ર ત... હોવા દો... કારણકે, કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યા પહેલા, આ બધા પાંડવો ઘણી ભયાનક પરિસ્થિતિઓમાં મુકાયા હતા. તે પાછળના શ્લોકોમાં વર્ણવેલું છે. કોઈક વાર તેમને ઝેર પીવડાવવામાં આવ્યુ, કોઈક વાર તેમને મીણના ઘરમાં મૂકીને આગ લગાડવામાં આવી. કોઈક વાર, મોટા મોટા દૈત્યો, માનવ ભક્ષી, અને મોટા, મોટા યોદ્ધા. દરેક વાર.. તેમણે તેમનું રાજ્ય ખોયું, તેમની પત્ની ખોઈ, તેમનું સમ્માન ખોયું... તે લોકોને જંગલમાં મોકલવામાં આવ્યા. ખતરાઓથી ભરપૂર. પણ આ બધા ખતરાઓમાં, કૃષ્ણ હતા, આ બધા ખતરાઓ સાથે. જ્યારે દ્રૌપદીને નગ્ન કરવામાં આવી રહી હતી, કૃષ્ણ કપડું પૂરું પાડતા હતા. કૃષ્ણ હમેશા હતા.

તેથી, ભીષ્મદેવ, જ્યારે તેઓ મરતા હતા, તેઓ પાંડવોના દાદા હતા. તો જ્યારે પાંડવો તેમને મરણશૈયા પર મળવા માટે આવ્યા, તો તેઓ રુદન કરતાં હતા કે: "આ છોકરાઓ, મારા પૌત્રો, તેઓ બધા ઘણા પુણ્યશાળી છે. મહારાજ યુધિષ્ઠિર, સૌથી વધુ પુણ્યશાળી વ્યક્તિ. તેમનુ નામ ધર્મરાજ છે, ધર્મનો રાજા. તે સૌથી જ્યેષ્ઠ ભાઈ છે. અને ભીમ અને અર્જુન, તેઓ ભક્ત છે અને મહાનયાક. તેઓ હજારો વ્યક્તિઓને મારી શકે છે. તેઓ ખૂબ શક્તિશાળી છે. તો યુધિષ્ઠિર, યુધિષ્ઠિર છે, અને ભીમ છે. અર્જુન છે, અને દ્રૌપદી જેસાક્ષાત લક્ષ્મી છે. તે આજ્ઞા હતી કે જ્યાં દ્રૌપદી હશે, ત્યાં ભોજનની કમી નહીં હોય. આ રીતે, સંયોજન ખૂબ સરસ હતું અને બધાથી ઉપર, કૃષ્ણ હમેશા તેમની સાથે છે, અને છતાં તેઓ પીડા સહન કરી રહ્યા છે." તો તેઓ રુદન કરવા લાગ્યા કે: "મને ખબર નથી કે કૃષ્ણની શું વ્યવસ્થા છે, કે આટલા પુણ્યશાળી માણસો, આવા ભક્તો, તેઓ પણ સહન કરી રહ્યા છે."

તો તેવું ના વિચારો કે: "કારણકે હું ભક્ત બની ગયો છું, કોઈ ખતરો નહીં આવે, કોઈ પીડા નહીં આવે." પ્રહલાદ મહારાજે ખૂબ સહન કર્યું. પાંડવોએ ખૂબ સહન કર્યું. હરિદાસ ઠાકુરે ખૂબ સહન કર્યું. પણ આપણે આ પીડાઓથી વિચલિત ના થવું જોઈએ. આપણને દૃઢ વિશ્વાસ હોવો જોઈએ કે: "કૃષ્ણ છે. તેઓ મને સુરક્ષા આપશે." કૌંતેય પ્રતિજાનિહિ ન મે ભક્ત: પ્રણશ્યતિ (ભ.ગી. ૯.૩૧). કૃષ્ણ સિવાય બીજા કોઇની શરણનો લાભ લેવાનો પ્રયત્ન ના કરો. હમેશા કૃષ્ણની શરણ લો.

કૃષ્ણ કહે છે: કૌંતેય પ્રતિજાનિહિ ન મે ભક્ત: પ્રણશ્યતિ. "મારા વ્હાલા અર્જુન, તું લોકોમાં ઘોષણા કરી શકે છે કે મારા ભક્તોનો ક્યારેય વિનાશ નથી થતો." શું કરવા અર્જુનને ઘોષણા કરવાની સલાહ આપવામાં આવી? શું કરવા તેમણે પોતે ઘોષણા ના કરી? કોઈક કારણ છે. કારણકે આ ઘોષણા, જો કૃષ્ણ કરે, કઈક ઉલ્લંઘન થઈ શકે છે, કારણકે કોઈક વાર તેમણે તેમના વચનનું ઉલ્લંઘન કર્યું હતું. પણ જો કૃષ્ણનો ભક્ત વચન આપે છે, તે ક્યારેય ઉલ્લંઘિત નથી થતું. તે કૃષ્ણનું કાર્ય છે. "ઓહ, મારા ભક્તે આ ઘોષણા કરી છે. મારે તે જોવાનું છે કે તેનું પાલન થાય." તે કૃષ્ણની સ્થિતિ છે. તેમનો તેમના ભક્તો સાથે તેટલો લગાવ છે. તેથી તેમણે કહ્યું હતું કે: "તું ઘોષણા કર. જો હું કરીશ, તો લોકો કદાચ નહીં માને. પણ જો તું ઘોષણા કરીશ, તો તેઓ માનશે. કારણકે તું મારો ભક્ત છે. તારી ઘોષણા ક્યારેય..."

યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદ: કૃષ્ણને જોઈએ છીએ કે: "મારા ભક્તનું વચન પૂર્ણ થાય. મારૂ વચન ભલે પૂર્ણ ના થાય, ભંગ થાય." તો આ કૃષ્ણનું કાર્ય છે. આપણે કૃષ્ણ ભાવનામૃતમા રહેવું જ જોઈએ, કોઈ પણ સંજોગોમાં, ભલે ગમે તેટલી ભયાનક પરિસ્થિતી હોય. આપણે કૃષ્ણના ચરણકમળમાં આપણો વિશ્વાસ રાખવો જ જોઈએ, અને પછી કોઈ ખતરો નહીં હોય.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ!