GU/Prabhupada 0899 - ભગવાન મતલબ સ્પર્ધા વગર. એક. ભગવાન એક છે. કોઈપણ તેમના કરતાં મહાન નથી



730415 - Lecture SB 01.08.23 - Los Angeles

અનુવાદ: "ઓ ઋષિકેશ, ઇંદ્રિયોના સ્વામી અને દેવોના દેવ, તમે તમારી માતા, દેવકી, ને છોડાવ્યા છે, જે ઘણા સમયથી કેદમાં હતા અને ઈર્ષાળુ રાજા કંસ દ્વારા યાતનાઓ ભોગવતા હતા, અને મને અને મારા પુત્રોને એક સતત ખતરાઓની શૃંખલામાથી.:

પ્રભુપાદ: તો આ ભક્તોની સ્થિતિ છે, કે દેવકી, જે કૃષ્ણની માતા હતા... તે સાધારણ સ્ત્રી ન હતા. પરમ પુરુષોત્તમ ભગવાનની માતા કોણ બની શકે? સૌથી ઉન્નત ભક્ત, જેથી કૃષ્ણ પુત્ર બનવા માટે સમ્મત થયા. તેમના પાછલા જીવનમાં, પતિ અને પત્ની, તેઓએ ગંભીર તપસ્યા કરેલી, અને જ્યારે કૃષ્ણ તેમની સમક્ષ આવ્યા અને તેમને વરદાન આપવા માંગતા હતા, તેમને ભગવાન જેવો એક પુત્ર જોઈતો હતો. તો ભગવાનની સમકક્ષ બીજો વ્યક્તિ કોણ હોઈ શકે? તે શક્ય નથી. ભગવાન મતલબ કોઈ સમકક્ષ નથી, કોઈ ઉપર નથી. અસમોર્ધ્વ. તે ભગવાન છે. ભગવાન, કોઈ પ્રતિસ્પર્ધા ના હોઈ શકે, કે "તમે ભગવાન છો, હું ભગવાન છું, તે ભગવાન છે, તે ભગવાન છે." ના. આ બધા કુતરા છે. તે ભગવાન નથી. ભગવાન મતલબ સ્પર્ધા વગર: એક. ભગવાન એક છે. કોઈ મહાન નથી... સમોર્ધ્વ. કોઈ તેમનાથી મહાન નથી. કોઈ તેમની સમકક્ષ નથી. બધા તેમનાથી નીચે છે. એકલે ઈશ્વર કૃષ્ણ આર સબ ભ્ર્ત્ય (ચૈ.ચ. આદિ ૫.૧૪૨). એક જ સ્વામી કૃષ્ણ છે, ભગવાન; અને બધા, સેવક. કોઈ વાંધો નહીં. જો તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે શિવ હોય, મોટા મોટા દેવતાઓ. અને બીજાની તો વાત જ શું કરવી?

શિવ વિરિંચી નુતમ (શ્રી.ભા. ૧૧.૫.૩૩). શાસ્ત્રમાં તે કહ્યું છે કે ભગવાન શિવ અને બ્રહ્મા પણ તેમને આદર આપે છે. તેઓ સૌથી ઉચ્ચ દેવતાઓ છે. દેવતાઓ હોય છે. માણસોથી ઉચ્ચ, દેવતાઓ હોય છે. જેમ કે નિમ્ન પ્રાણીઓ, નિમ્ન જાનવરોની ઉપર આપણે મનુષ્યો હોઈએ છીએ, તેવી જ રીતે, આપણી ઉપર દેવતાઓ હોય છે. અને સૌથી મહત્વપૂર્ણ દેવતા છે બ્રહ્મા અને શિવ. બ્રહ્મા સૃષ્ટિના રચયિતા છે, અને શિવ સૃષ્ટિના સંહારક છે. અને ભગવાન વિષ્ણુ પાલક છે. ભગવાન વિષ્ણુ તે કૃષ્ણ સ્વયં છે. તો આ ભૌતિક જગતના પાલન માટે, ત્રણ ગુણો હોય છે, સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. તો તેમનામાના દરેકે એક એક વિભાગની સત્તા સંભાળી છે. તો ભગવાન વિષ્ણુએ સત્વ ગુણ નો વિભાગ લીધો છે, અને બ્રહ્માએ રજો ગુણનો વિભાગ લીધો છે, અને શિવે તમો ગુણનો વિભાગ લીધો છે. તેઓ આ ગુણોથી પ્રભાવિત નથી થતાં. જેમકે, એક જેલનો અધિકારી. તે બંદી નથી, તે નિયંત્રક કર્મચારી છે. તેવી જ રીતે, શિવ, વિષ્ણુ અને બ્રહ્મા, જોકે તેઓ પોતપોતાના વિભાગોનું નિયંત્રણ કરે છે, તેઓ વિભાગના નિયંત્રણ હેઠળ નથી આવતા. આપણે ભૂલ ના કરવી જોઈએ.

તો ઋષિકેશ. કૃષ્ણ સર્વોચ્ચ નિયંત્રક છે. હૃષીક. હૃષીક મતલબ ઇન્દ્રિયો. તો આપણે આપની ઇન્દ્રિયોને માણીએ છીએ, પણ આખરે નિયંત્રક કૃષ્ણ છે. ધરોકે આ મારો હાથ છે. હું દાવો કરું છું કે તે મારો હાથ છે: "હું એક સારો મુક્કો મારીશ તમારા..." હું બહુ ગર્વ કરું છું. પણ હું નિયંત્રક નથી. નિયંત્રક કૃષ્ણ છે. જો, જો તે તમારા હાથની કાર્ય કરવાની શક્તિ લઈ લેશે, તો તમે લક્વાગ્રસ્ત થઈ જશો. જોકે તમે દાવો કરો છો, "તે મારો હાથ છે. હું તેનો ઉપયોગ કરીશ," પણ જ્યારે તે લકવાગ્રસ્ત છે, તમે કઈ ના કરી શકો. તેથી મને આ હાથ મળ્યો છે કૃષ્ણની કૃપાથી, પણ હું નિયંત્રક નથી. તે કૃષ્ણ ભાવનામૃત છે. તેથી એક સમજદાર માણસ વિચારશે કે આખરે આ હાથ કૃષ્ણ દ્વારાજ નિયંત્રિત થવાનો છે, તો તે કૃષ્ણ માટે છે. તે સામાન્ય બુધ્ધિથી સમજવાની વાત છે.