GU/Prabhupada 0901 - જો હું ઈર્ષાળુ નથી, તો હું અધ્યાત્મિક જગતમાં છું. કોઈ પણ કસોટી કરી શકે છે



730415 - Lecture SB 01.08.23 - Los Angeles

તો અત્યારના સમયમાં, આપણી ઇન્દ્રિયો અશુદ્ધ છે. હું વિચારું છું, "હું અમેરિકન છું, તો મારી ઇન્દ્રિયો વાપરવી જોઈએ મારા દેશની સેવા માટે, મારો સમાજ, મારુ રાષ્ટ્ર." મોટા, મોટા નેતાઓ, મોટી મોટી ઘણી બધી વસ્તુઓ. ખરેખર એવું વિચારે છે કે "હું અમેરિકન છું, તો મારી ઇન્દ્રિયો અમેરિકન ઇન્દ્રિયો છે. તો તે અમેરિકા માટે વપરાવી જોઈએ." તેવી જ રીતે ભારતીયો વિચારે છે, બીજા વિચારે છે. પણ તેમાથી કોઈ પણ એવું નથી વિચારતું કે ઇન્દ્રિયો કૃષ્ણની છે. તે અજ્ઞાન છે. કોઈ બુદ્ધિ નથી. તેઓ વિચારે છે કે હાલ પૂરતું, કે આ ઇન્દ્રિયો, ઉપાધિ, જણાવેલી... અમેરિકન ઇન્દ્રિયો, ભારતીય ઇન્દ્રિયો, આફ્રિકન ઇન્દ્રિયો. ના. તેને માયા કહેવાય છે. તે આવરીત છે. તેથી ભક્તિ મતલબ સર્વોપાધિ વિનિરમૂકતમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). જ્યારે તમારી ઇન્દ્રિયો આ બધી ઉપાધિઓમાથી શુદ્ધ બને છે, તે ભક્તિની શરૂઆત છે. જો હું વિચારું, "હું અમેરિકન છું. હું શું કરવા કૃષ્ણ ભાવનામૃત લઉં? તે હિન્દુનો ભગવાન છે," તે મૂર્ખતા છે. જો હું વિચારું "હું મુસ્લિમ છું," " હું ખ્રિસ્તી છું," તો તમે ભટકી ગયા. પણ જો આપણે આપણી ઇન્દ્રિયોને શુદ્ધ કરીએ કે "હું અધ્યાત્મિક આત્મા છું. અને પરમાત્મા કૃષ્ણ છે. હું કૃષ્ણનો અભિન્ન અંશ છું; તેથી મારૂ કર્તવ્ય છે કે કૃષ્ણની સેવા કરવી," તો તમે તરત જ મુક્ત બની જાઓ છો. તરત જ. તમે હવે ના તો અમેરિકન છો, ભારતીય કે આફ્રિકન કે આ કે તે. તમે કૃષ્ણ ભાવનાભાવિત છો. તે જરૂરી છે.

તેથી કુંતીદેવી કહે છે, "ઋષિકેશ, મારા વ્હાલા કૃષ્ણ, તમે ઇંદ્રિયોના સ્વામી છો, અને ઇન્દ્રિય તૃપ્તિ માટે, અમે આ ભૌતિક જીવનમાં નીચે પડી ગયા છીએ, અલગ જીવનની યોનીઓમાં." તો આપણે પીડિત છીએ, અને તેટલી હદ સુધી, જો કોઈ કૃષ્ણની માતા પણ બને... કારણકે આ ભૌતિક જગત છે, તે પણ પીડામાં મુકાય છે, તો બીજાની તો વાત જ શું કરવી? દેવકી તેટલા ઉન્નત હતા કે તેઓ કૃષ્ણ ની માતા બન્યા હતા, પણ છતાં તેમને મુશ્કેલીઓમાં મૂકવામાં આવ્યા હતા. અને મુશ્કેલીઓ કોના દ્વારા? તેમના ભાઈ, કંસ, દ્વારા. તો આ જગત તેવું છે. સમજવાની કોશિશ કરો. જો તમે કૃષ્ણની માતા બનો તો પણ, અને ભાઈ સુદ્ધા, કે જે સૌથી નજીકના સગા છે. તો તમે, જગત એટલું ઈર્ષાળુ છે, કે જો કોઈનો પોતાનો સ્વાર્થ ના સીધાય, દરેક તમને મુશ્કેલી આપવા માટે તૈયાર છે. આ દુનિયા છે. દરેક. ભલે ને તે ભાઈ હોય, ભલે ને તે પિતા હોય. બીજાની તો વાત જ શું કરવી? ખલેન. ખલ મતલબ ઈર્ષાળુ. આ ભૌતિક જગત ઈર્ષાળુ છે. હું તમારાથી ઈર્ષા કરું છું, તમે મારાથી ઈર્ષા કરો છો. તે આપણું કાર્ય છે. તે આપણું કાર્ય છે.

તેથી આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તેવા લોકો માટે છે જે હવે ઈર્ષાળુ નથી, જે હવે ઈર્ષા નથી કરતો. આદર્શ વ્યક્તિ. ધર્મ: પ્રોજિત કૈતવો અત્ર પરમો નિર્મત્સરાનામ સતામ વાસ્તવમ વસ્તુ વેદ્યમ અત્ર (શ્રી.ભા. ૧.૧.૨). તેઓ કે જે ઈર્ષાળુ છે, તેઓ આ ભૌતિક જગતમાં છે. અને તેઓ કે જે ઈર્ષાળુ નથી, તેઓ અધ્યાત્મિક જગતમાં છે. સરળ વસ્તુ. તમે તમારી જાતની પરીક્ષા કરો, "શું હું ઈર્ષાળુ છું, મારા સહબંધુઓથી ઈર્ષાળુ, મિત્રો, બધાથી?" તો હું ભૌતિક જગતમાં છું. અને જો હું ઈર્ષાળુ નથી, તો હું અધ્યાત્મિક જગતમાં છું. કોઈ પણ કસોટી કરી શકે છે. હું અધ્યાત્મિક રીતે ઉન્નત છું કે નહીં તેનો પ્રશ્ન જ નથી. તમે જાતેજ તમારી કસોટી કરી શકો છો. ભક્તિ: પરેશાનુભવો વિરક્તિર અન્યત્ર સ્યાત (શ્રી.ભા. ૧૧.૨.૪૨). જેમ કે જો તમે ખાઓ છો, તમે સમજી જશો કે તમે સંતુષ્ટ છો, કે તમારી ભૂખ સંતોષાઈ છે. તમારી બીજા પાસેથી પ્રમાણપત્ર નહીં લેવું પડે. તેવી જ રીતે, જો તમે તમારી કસોટી કરશો, કે તમે ઈર્ષાળુ છો, તો તમે ભૌતિક જગતમાં છો. અને જો તમે ઈર્ષાળુ નથી, તો તમે અધ્યાત્મિક જગતમાં છો. પછી તમે કૃષ્ણની બહુ સરસ રીતે સેવા કરી શકો છો, જો તમે ઈર્ષા નથી કરતાં. કારણકે આપણી ઈર્ષા કૃષ્ણથી શરૂ થઈ છે. જેમકે માયાવાદીઓ: "કૃષ્ણ શું કરવા ભગવાન હોય? હું, હું પણ ભગવાન છું. હું પણ છું."