GU/Prabhupada 0914 - પદાર્થ કૃષ્ણની શક્તિ છે, અને આત્મા બીજી શક્તિ છે



730420 - Lecture SB 01.08.28 - Los Angeles

પ્રભુપાદ: વિભુ મતલબ સર્વોચ્ચ, સૌથી મહાન. વિભુ. આપણે અણુ છીએ, આપણે સૌથી નાના, અને કૃષ્ણ સૌથી મોટા. કૃષ્ણ પણ છે, કારણકે આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ. તેથી કૃષ્ણ બંને સૌથી નાના ને સૌથી મોટા છે. આપણે ફક્ત સૌથી નાના છીએ. પણ કૃષ્ણ બંને છે. કૃષ્ણ, વિભુ, સૌથી મહાન મતલબ બધુ આવી જાય તેમાં. મહાનમાં... જો તમારી પાસે એક મોટી થેલી હોય, તો તમે તેમાં ઘણી બધી વસ્તુ રાખી શકો. નાની થેલી માં તમે તે ના કરી શકો.

તેથી કૃષ્ણ વિભુ છે. તેઓ સમયને સમાવી લે છે, ભૂત, વર્તમાન અને ભવિષ્ય. તેઓ બધુજ સમાવી લે છે, અને તેઓ સર્વત્ર છે. તે વિભુ છે. વિભુ, સર્વ વ્યાપક. કૃષ્ણ સર્વત્ર છે. અંડાંતરસ્થ પરમાણુ ચયાંતરસ્થમ (બ્ર.સં. ૫.૩૫). બ્રહ્મ સંહિતામાં તે કહ્યું છે કે કૃષ્ણ... કારણકે કૃષ્ણ વગર, પદાર્થ વિકસિત ના થઈ શકે. વૈજ્ઞાનિકો, નાસ્તિક વૈજ્ઞાનિકો, તેઓ કહે છે કે જીવન પદાર્થમાથી આવે છે. તે બકવાસ છે. ના. પદાર્થ તે કૃષ્ણની શક્તિ છે, અને આત્મા બીજી શક્તિ છે. આત્મા પરા શક્તિ છે, અને પદાર્થ અપરા શક્તિ છે. પદાર્થ વિકસિત થાય છે જ્યારે અપરા શક્તિ હોય છે.

જેમ કે આ દેશ, અમેરિકા. તે જ અમેરિકા બસો વર્ષ પહેલા હતું, ત્રણસો વર્ષ પહેલા હતું, ભૂમિ, પણ તે વિકસિત ન હતું. પણ કારણકે કોઈ ચડિયાતા જીવો યુરોપમાથી આવ્યા અહિયાં, હવે અમેરિકા ખૂબ વિકસિત છે. તેથી વિકાસનું કારણ પરા શક્તિ છે. અપરા શક્તિ, ઘણા બધી ખાલી જગ્યાઓ જેમ હતી તેમ પડી છે હજી. જેમ કે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા. તેઓને 'અવિકસિત' કહેવામા આવે છે. કેમ અવિકસિત? કારણકે પરા શક્તિ, જીવ, તેને અડક્યા નથી. જેવી પરા શક્તિ, જીવ, તેને અડકશે, તેજ ભૂમિ ઘણા બધા કારખાના, ઘરો, શહેરો, રસ્તાઓ, ગાડીઓ, બધુ, બધુ વિકસિત થશે.

તેથી નિષ્કર્ષ છે કે પદાર્થ તેની જાતે વિકસિત થઈ ના શકે. ના. તે શક્ય નથી. પરા શકિતને તેને અડકવું જ પડે. પછી, તે કાર્યરત થશે. ઘણા બધા યંત્રો છે. તે પદાર્થ છે. અપરા શક્તિ. જ્યાં સુધી ચલાવનાર આવીને યંત્રને અડતો નથી, તે ચાલુ નહીં થાય. પ્રથમ વર્ગની મોટર ગાડી, બહુ મોંઘુ મોટર ગાડીનું યંત્ર, પણ જ્યાં સુધી ચાલક ના બેસે, તે ત્યાં લાખો વર્ષ સુધી પડેલી રહેશે. તેનો કોઈ ઉપયોગ નથી. આ સામાન્ય જ્ઞાનની ખોટ છે. પદાર્થ આપમેળે કામ ના કરી શકે જ્યાં સુધી પરા શક્તિ, જીવ, તેને અડકે નહીં. આ સામાન્ય જ્ઞાન છે. તો કેવી રીતે આ ધૂર્ત વૈજ્ઞાનિકો કહે છે કે જીવન પદાર્થમાથી આવે છે? ના. કેવી રીતે તે નિષ્કર્ષ નીકળી શકે? આવા કોઈ કિસ્સા નથી. તે લોકો ખોટી રીતે કહે છે કે.... તેમની પાસે પૂરતું જ્ઞાન નથી.

તો આ બ્રહ્માણ્ડો, તેઓ પણ કૃષ્ણની હાજરીથી વિકસિત થયા છે. તેથી બ્રહ્મ સંહિતા કહે છે: અંડાન્તરસ્થ પરમાણુ ચયાંતર... તેઓ હવે અણુનો અભ્યાસ કરી રહ્યા છે. બહુ બધી વસ્તુઓ ચાલી રહી છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, કેમ? કારણકે કૃષ્ણ છે. તે સાચું વિજ્ઞાન છે. તો કૃષ્ણને કોઈ ભૂત, વર્તમાન કે ભવિષ્ય નથી. તેઓ શાશ્વત સમય છે. તેમને કોઈ શરૂઆત નથી. તેમને કોઈ અંત નથી. અને તેઓ બધા માટે એકસમાન છે. સમામ ચરંતમ (શ્રી.ભા. ૧.૮.૨૮). ફક્ત આપણે આપણી જાતને કૃષ્ણ ને જોવા માટે, કૃષ્ણને સમજવા માટે, તૈયાર કરવી પડશે, તે કૃષ્ણ ભાવનામૃતનું કાર્ય છે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય, શ્રીલ પ્રભુપાદની જય!