GU/Prabhupada 0915 - સાધુ મારુ હ્રદય છે, અને હું પણ સાધુનું હ્રદય છું



730421 - Lecture SB 01.08.29 - Los Angeles

ભક્ત: અનુવાદ: "ઓ પ્રભુ, તમારી દિવ્ય લીલાઓ કોઈ સમજી ના શકે જે માનવી જણાય છે, અને તેથી ભ્રામક છે. તમારે પક્ષપાતની કોઈ વિશેષ વસ્તુ નથી, કે નથી તમારે કોઈ ઈર્ષાને પાત્ર. લોકો ફક્ત ધારણા કરે છે કે તમે પક્ષપાતી છો."

પ્રભુપાદ: તો ભગવાન ભગવદ ગીતામાં કહે છે: પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ (ભ.ગી. ૪.૮. તો બે હેતુઓ. જ્યારે ભગવાન અવતાર ધારણ કરે છે, તેમને બે કાર્યો હોય છે. એક કાર્ય છે પરિત્રાણાય સાધુનામ, અને વિનાશાય... એક કાર્ય છે શ્રદ્ધાળુ ભક્તોનો ઉદ્ધાર કરવાનું, સાધુઓ. સાધુ મતલબ સજ્જન.

સાધુ... મે ઘણી વાર સમજાવ્યું છે. સાધુ મતલબ ભક્ત. સાધુનો મતલબ એવો નથી કે દુનિયાની પ્રમાણિક્તા કે અપ્રમાણિકતા, નૈતિકતા કે અનૈતિક્તા. તેને ભૌતિક કાર્યો જોડે કોઈ લેવા દેવા નથી. તે ફક્ત આધ્યાત્મિક છે, સાધુ. પણ કોઈક વાર આપણે તારણ કાઢીએ છીએ, "સાધુ", એક વ્યક્તિની ભૌતિક ભલમનસાઈ, નૈતિકતા. પણ ખરેખર "સાધુ" મતલબ દિવ્ય સ્તર ઉપર. તેઓ કે જે ભક્તિમય સેવામાં જોડાયેલા છે. સ ગુણાન સમતીત્ય એતાન (ભ.ગી. ૧૪.૨૬). સાધુ ભૌતિક ગુણોથી પરે દિવ્ય છે. તો પરિત્રાણાય સાધુનામ (ભ.ગી. ૪.૮. પરિત્રાણાય મતલબ ઉદ્ધાર કરવો.

હવે જો એક સાધુ પહેલેથીજ મુક્ત હોય, જો તે દિવ્ય સ્તર પર હોય, તો તેને મુક્ત કરવાની જરૂર શી છે? આ પ્રશ્ન છે. તેથી આ શબ્દ વપરાયો છે, વિડંબનમ. તે વિસ્મયકારી છે. તે વિરોધાભાસી છે. તે વિરોધાભાસી લાગે છે. જો એક સાધુ પહેલેથી જ મુક્ત હોય... દિવ્ય સ્તર મતલબ તે હવે નિયંત્રણમાં નથી ત્રણ ભૌતિક ગુણો સત્વગુણ, રજોગુણ અને તમોગુણના. કારણકે તે ચોખ્ખું લખેલું છે ભગવદ ગીતામાં, સ ગુણાન સમતીત્ય એતાન (ભ.ગી. ૧૪.૨૬). તે ભૌતિક ગુણોને લાંઘી જાય છે. એક સાધુ, ભક્ત. તો મુક્તિનો પ્રશ્ન ક્યાં છે? મુક્તિ... તેને મુક્તિની જરૂર નથી, સાધુને, પણ કારણકે તે ખૂબ વ્યાકુળ છે પરમ ભગવાનને સામ સામે જોવા, તે તેની આંતરિક ઈચ્છા છે, તેથી કૃષ્ણ આવે છે. તેમની મુક્તિ માટે નહીં. તે પહેલેથી જ મુક્ત છે. તે ભૌતિક માયાજાળમાથી પહેલેથી જ મુક્ત છે. પણ તેને સંતોષવા માટે, કૃષ્ણ હમેશા... જેમ કે એક ભક્ત ભગવાનને દરેક રીતે સંતુષ્ટ કરવા ઈચ્છે છે, તેવી જ રીતે, ભક્ત કરતાં પણ વધારે, ભગવાન ભક્તને સંતુષ્ટ કરવા ઈચ્છે છે. આ છે પ્રેમમય લાગણીઓનું આદાન પ્રદાન. જેમ કે તમારા, તમારા સામાન્ય વ્યવહારમાં પણ, જો તમે કોઈને પ્રેમ કરો, તમે તેને કે તેણીને સંતુષ્ટ કરવા ઈચ્છો. તેવી જ રીતે, તેણી કે તે પણ ઈચ્છે છે. તો જો તે પ્રેમમય લાગણીઓનું આદાન પ્રદાન આ ભૌતિક જગતમાં હોય, તો અધ્યાત્મિક જગતમાં કેટલું વધારે ઉચ્ચ હશે? તેથી એક શ્લોક છે કે: "સાધુ મારૂ હ્રદય છે, અને હું પણ સાધુનું હ્રદય છું." સાધુ હમેશા કૃષ્ણ વિષે વિચારે છે. અને કૃષ્ણ પણ હમેશા તેમના ભક્ત, સાધુ, વિષે વિચારે છે.