GU/Prabhupada 0918 - કૃષ્ણના શત્રુ બનવું બહુ લાભકારક નથી. વધુ સારું છે મિત્ર બનવું



730421 - Lecture SB 01.08.29 - Los Angeles

તો, અહિયાં તે કહ્યું છે: ન વેદ કશ્ચિદ ભગવંશ ચિકિર્ષિતમ (શ્રી.ભા. ૧.૮.૨૯). "કોઈ નથી જાણતું કે તમારી ઉપસ્થિતિ અને અનુપસ્થિતિનો હેતુ શું છે. કોઈ નથી જાણતું." તો તવ, તવ ઈહમાનસ્ય નૃણામ વિડંબનમ (શ્રી.ભા. ૧.૮.૨૯). તે વિસ્મયકારી છે. કોઈ સમજી નથી શકતું કે સાચો હેતુ શું છે. સાચો હેતુ છે તેમની સ્વેચ્છા. "મને જવા દે અને જોવા દે." રાક્ષસોને મારવા માટે તેમને આવવાની જરૂર નથી. ઘણા બધા પ્રતિનિધિઓ છે, કે જો તોફાની પવન હોય, હજારો રાક્ષસો એક પળમાં હણાઈ જાય. તો કૃષ્ણને રાક્ષસોને મારવા માટે આવવાની જરૂર નથી. અને તેમને ભક્તને રક્ષા આપવા માટે પણ આવવાની જરૂર નથી. ફક્ત ઈચ્છાથી, બધુ જ છે. પણ તેઓ લીલામાં આનંદ લે છે, "મને જવા દે અને જોવા દે."

કોઈક વાર તેમને લડાઈ કરવી હોય છે. કારણકે લડાઈની ભાવના પણ કૃષ્ણમાં છે. નહીં તો, આપણામાં ક્યાથી આવે? કારણકે આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ, બધાજ ગુણો કૃષ્ણમાં સૂક્ષ્મ માત્રમાં, આપણામાં છે. આપણે કૃષ્ણનો નમૂનો છીએ, પણ, ક્યાથી આ લડાઈની ભાવના આવી રહી છે? લડાઈની ભાવના કૃષ્ણમાં છે. તેથી, જેમકે કોઈક વાર એક મોટો માણસ કે રાજાઓ, તેઓ લડવૈયાઓને લડાઈમાં જોડે છે. તેઓ, લડવૈયાઓને પગાર ચૂકવે છે રાજા સાથે લડવા માટે. પણ તે તેનો શત્રુ નથી. તે રાજાને આનંદ આપી રહ્યો છે લડીને, નકલી લડાઈ.

તેવી જ રીતે, જ્યારે કૃષ્ણને લડાઈ કરવી હોય, તો તે કોની જોડે કરે? કોઈક તેમના ભક્ત, મહાન ભક્ત તેમની જોડે કરે. કોઈ સામાન્ય નહીં. જેમ કે રાજા, જો તેને નકલી લડાઈનો અભ્યાસ કરવો છે. તો કોઈક બહુ મહાન લડવૈયાને જોડવામાં આવશે. તેવી જ રીતે... તે પણ સેવા છે. કારણકે કૃષ્ણને લડવું છે, તેથી તેમના થોડાક ભક્તો આવે છે તેમના શત્રુ બનવા. જેમ કે જય વિજય. આ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ. તમે વિચારો છો કે તેઓ સામાન્ય જીવ છે? જો... તે... નરસિંહદેવ, ભગવાન પોતે તેને મારવા આવ્યા છે. તમે વિચારો છો કે તે સામાન્ય છે? ના, તેઓ સામાન્ય નથી. તેઓ ભક્તો છે. પણ કૃષ્ણને લડવું હતું. વૈકુંઠમાં લડાઈની કોઈ શક્યતા ન હતી કારણકે બધેજ, બધેજ તેઓ કૃષ્ણની સેવામાં જોડાયેલા છે. તેઓ કોની જોડે લડે? (હાસ્ય) તેથી તેઓ થોડાક ભક્તોને દુશ્મનની આડમાં મોકલે છે અને કૃષ્ણ અહી આવે છે તેમની સાથે લડવા.

સાથે સાથે, આપણને શીખવાડવા કે શત્રુ બનવાથી, કૃષ્ણના શત્રુ બનવાથી કોઈ મોટો લાભ નથી. સારું છે કે મિત્ર બનો. તે લાભકારક હશે. (હાસ્ય) તેથી તે કહેવામા આવ્યું છે કે: ન વેદ કશ્ચિદ ભગવંશ ચિકિર્ષિતમ (શ્રી.ભા. ૧.૮.૨૯). "કોઈ નથી જાણતું કે આપની ઉપસ્થિતિ અને અનુપસ્થિતિનો હેતુ શું છે." તાવ ઈહમાનસ્ય નૃણામ વિડંબનમ. "તમે આ જગતમાં એક સામાન્ય માણસની જેવા છો. તે વિસ્મયકારી છે." તેથી સામાન્ય માણસ માની નથી શકતા. "કેવી રીતે ભગવાન સામાન્ય માણસ જેવા બની શકે..." કૃષ્ણ પાત્ર ભજવી રહ્યા છે. જો કે તેઓ સામાન્ય વ્યક્તિનું પત્ર નથી ભજવી રહ્યા. તેઓ ભગવાનનું પાત્ર ભજવી રહ્યા છે. જ્યાં પણ તેની જરૂર હતી...

જેમ કે તેઓ સોળ હજાર રાણીઓને પરણ્યા. જ્યારે તેઓ પરણ્યા તેઓ એક હતા, અને સોળ હજાર કન્યાઓ કૃષ્ણને શરણાગત થઈ કે: "અમારું અત્યારે અપહરણ થયું છે. જો અમે ઘરે જઈશું, તો અમારી જોડે કોઈ વિવાહ નહીં કરે." તે સખ્ત વેદિક નિયમ છે. જો એક અપરિણીત કન્યા જો ઘરની બહાર એક રાત માટે પણ જાય, તો તેની જોડે કોઈ વિવાહ ના કરે. તે હજુ ચાલે છે. કોઈ વિવાહ નહીં કરે. તો તે જૂની પ્રણાલી છે. બધી સોળ હજાર કન્યાઓ કે જેમનુ ભૌમાસુર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું... તો તેમણે કૃષ્ણને પ્રાર્થના કરી અને કૃષ્ણ આવ્યા, ભૌમાસૂરને માર્યો, કન્યાઓને છોડાવી. પછી જ્યારે કૃષ્ણએ તેમણે પૂછ્યું: "હવે તમે સુરક્ષિત રીતે તમારા પિતાના ઘરે જઈ શકો છો," તેઓએ ઉત્તર આપ્યો: "સાહેબ, જો અમે અમારા પિતાના ઘરે જઈશું, તો અમારું ભવિષ્ય શું હશે? કોઈ અમારી સાથે વિવાહ નહીં કરે. કારણકે આ માણસ, આ રાક્ષસ, તેણે અમારું અપહરણ કરેલું." "તો તમને શું જોઈએ છીએ." "અમને જોઈએ છીએ કે તમે અમારા પતિ થાઓ." તો કૃષ્ણ બહુ દયાળુ છે. "હા" તરત જ સ્વીકાર્યું. તે કૃષ્ણ છે.

હવે, જ્યારે તેમને ઘરે લાવવામાં આવ્યા, એવું નહીં કે સોળ હજાર પત્નીઓને સોળ હજાર રાત્રીઓ સુધી પ્રતિક્ષા કરવી પડે કૃષ્ણને મળવા. (હાસ્ય) કૃષ્ણએ પોતાની જાતને સોળ હજાર રૂપમાં વિસ્તૃત કર્યા, અને સોળ હજાર મહેલો બનાવ્યા, અને દરેક મહેલમાં... વર્ણન છે... તે ભગવાન છે. તો આ ધૂર્તો, તેઓ સમજી ના શકે. તેઓ કૃષ્ણની આલોચના કરે છે કે તેઓ ખૂબ કામુક હતા. તેમણે સોળ હજાર પત્નીઓ હતી. (હાસ્ય) જો તેઓ કામુક હોય પણ, તો તેઓ અસીમિત રીતે કામુક છે. (હાસ્ય) કારણકે તેઓ અસીમિત છે. કેમ સોળ હજાર? જો તેઓ સોળ લાખ પત્નીઓને પરણશે છતાં તે અપૂર્ણ હશે. તે કૃષ્ણ છે.