GU/Prabhupada 0919 - કૃષ્ણને કોઈ શત્રુ નથી. કૃષ્ણને કોઈ મિત્ર નથી. તેઓ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે



730421 - Lecture SB 01.08.29 - Los Angeles

પ્રભુપાદ: તો કૃષ્ણ માટે એવી કોઈ વસ્તુ નથી, કે તમે કૃષ્ણ પર કામુક હોવાનો આરોપ મુક્તિ શકો. ના. તેમણે તેમના બધાજ ભક્તો પર ઉપકાર કર્યો. કૃષ્ણના ઘણા બધા ભક્તો છે. અમુક ભક્તોએ કૃષ્ણને પતિ તરીકે માંગ્યા. અમુક ભક્તોએ કૃષ્ણને મિત્ર તરીકે માંગ્યા. અમુક ભક્તોએ કૃષ્ણને પુત્ર તરીકે માંગ્યા. અને અમુક ભક્તોએ કૃષ્ણને જોડીદાર તરીકે માંગ્યા. આ રીતે, લાખો અને કરોડો ભક્તો છે સમસ્ત બ્રહ્માણ્ડમાં. અને કૃષ્ણને તે બધાને સંતુષ્ટ કરવા પડે છે. તેમણે ભક્તોની કોઈ સહાયની જરૂર નથી. પણ, જેમ ભક્તોને જોઈએ છીએ... તો આ સોળ હજાર ભક્તોને કૃષ્ણ પતિ તરીકે જોઈતા હતા. કૃષ્ણ સમ્મત થયા. અને તે છે... જેમ કે સામાન્ય માણસ. પણ ભગવાન તરીકે, તેમણે પોતાની જાતને સોળ હજાર રૂપમાં વિસ્તૃત કર્યા.

તો નારદ જોવા આવેલા. "કૃષ્ણએ સોળ હજાર પત્નીઓ સાથે વિવાહ કર્યો છે. તેઓ તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે, મને જોવા દો." તો તેઓ, જ્યારે તેઓ આવ્યા, તેમણે જોયું કે સોળ હજાર મહેલોમાં, કૃષ્ણ અલગ અલગ રીતે કાર્ય કરતાં હતા. કોઈક જગ્યાએ તો તેમની પત્ની જોડે વાત કરતાં હતા, કોઈક જગ્યાએ તેઓ તેમના બાળકો જોડે રમતા હતા. કોઈક જગ્યાએ તેઓ તેમના પુત્રો અને પુત્રીઓના વિવાહ સંસ્કાર કરતાં હતા. ઘણા બધા, સોળ હજાર રીતે તેઓ વ્યસ્ત હતા. તે કૃષ્ણ છે. કૃષ્ણ, જોકે... જેમ કે, તેઓ સામાન્ય બાળક તરીકે રમતા હતા. પણ જ્યારે માતા યશોદાને તેમનું ખુલ્લુ મોં જોવું હતું, કે તેમણે માટી, ધૂળ ખાઈ છે કે નહીં, તેમણે તેમના મુખમાં બધાજ બ્રહ્માણ્ડોના દર્શન કરાવ્યા. તો આ કૃષ્ણ છે. જોકે તેઓ રમી રહ્યા છે એક સામાન્ય બાળકની જેમ, સામાન્ય મનુષ્યની જેમ, પણ જ્યારે જરૂર છે, તેઓ તેમનો ભગવાનનો સ્વભાવ બતાવે છે.

જેમ કે અર્જુન. તેઓ રથ હાંકતા હતા. પણ જ્યારે અર્જુનને તેમનું વિશ્વ રૂપ જોવું હતું, તરત જ તેમણે બતાવ્યુ. હજારો અને લાખો માથા અને શસ્ત્રો. આ કૃષ્ણ છે. તો ન યસ્ય કશ્ચિત. નહીં તો કૃષ્ણને કોઈ શત્રુ નથી. કૃષ્ણને કોઈ મિત્ર નથી. તે પૂર્ણ રીતે સ્વતંત્ર છે. તેઓ શત્રુ પર નિર્ભર નથી. પણ તેઓ તેમના કહેવાતા મિત્ર અને કહેવાતા શત્રુના લાભ માટે તેવી રીતે પાત્ર ભજવે છે. તે કૃષ્ણ છે... તે છે કૃષ્ણનો નિરપેક્ષ સ્વભાવ. જ્યારે કૃષ્ણ શત્રુ કે મિત્ર તરીકે ઉપકાર કરે છે, પરિણામ સમાન જ છે. તેથી કૃષ્ણ નિરપેક્ષ છે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ!