GU/Prabhupada 0921 - જો તમને શ્રીમાન નિકસોનનો સાથ મળે તો તમે ગર્વ નહીં અનુભવો?



730422 - Lecture SB 01.08.30 - Los Angeles

જો તમે એક તરફી વ્યવહાર કરી શકો છો... તે પણ પૂર્ણ રીતે નહીં. માની લો કે તમે વધુ મોટું નિર્માણ કરી શકો છો. હું નથી વિચારતો કે આધનિક યુગમાં તેમણે સૌથી મોટું નિર્માણ કરી લીધું છે. આપણને ભાગવતમમાથી માહિતી મળે છે. કર્દમ મુનિ, કપિલદેવના પિતા, તેમણે એક હવાઈજાહજ બનાવ્યું હતું, એક મોટું શહેર. એક મોટું શહેર, તળાવો સાથે, બગીચાઓ સાથે, મોટા, મોટા ઘરો, શેરીઓ સાથે. અને આખું શહેર સમસ્ત બ્રહ્માણ્ડમાં ઊડી રહ્યું હતું. અને કર્દમ મુનિએ તેમની પત્નીને બધા ગ્રહો, બધા જ ગ્રહો બતાવ્યા. તેઓ મોટા યોગી હતા, અને તેમની પત્ની, દેવહુતિ વૈવસ્વત મનુની પુત્રી હતી, બહુ મોટા રાજાની પુત્રી. તો, કર્દમ મુનિ પરણવા ઇચ્છતા હતા. તો તરત જ વૈવસ્વત મનુ... તેમની પુત્રી, દેવહુતિ, તેમણે પણ કહ્યું: "મારા વ્હાલા પિતા, હું તે ઋષિને પરણવા ઈચ્છું છું." તો તેઓ તેમની પુત્રીને લઈ આવ્યા. "સાહેબ, અહી મારી પુત્રી છે. તમે તેને તમારી પત્ની તરીકે સ્વીકારો." તો તે રાજાની પુત્રી હતી, ખૂબ વૈભવશાળી, પણ તેના પતિ પાસે આવીને, તેણે એટલી બધી સેવા કરવી પડે કે તે ખૂબજ પાતળી અને ક્ષીણ થઈ ગઈ, પૂરતું ભોજન નહીં અને દિવસ અને રાત કામ.

તેથી કર્દમ મુનિ થોડા દયાળુ બન્યા કે: "આ સ્ત્રી મારી પાસે આવી છે. તે રાજાની પુત્રી છે, અને મારી સુરક્ષામાં તેને કોઈ આરામ નથી મળતો. તો હું તેને થોડો આરામ આપીશ." તેમણે પત્નીને પૂછ્યું: "કેવી રીતે તું આરામ પામીશ?" તો સ્ત્રીનો સ્વભાવ છે સરસ ઘર, સરસ ભોજન, સરસ વસ્ત્ર, અને સરસ બાળકો અને સરસ પતિ. આ સ્ત્રીની મહાત્વાકાંક્ષા હોય છે. તો તેમણે તે સિદ્ધ કર્યું કે તેને સૌથી યોગ્ય પતિ મળ્યો છે. તો તેમણે સૌ પ્રથમ તેને બધા વૈભવો આપ્યા, મોટા, મોટા ઘર, નોકરો, વૈભવ. અને પછી આ હવાઈજહાજ બનાવ્યું, યોગ પ્રક્રિયા દ્વારા. કર્દમ મુનિ, તે મનુષ્ય હતા. જો તેઓ આવી અદ્ભુત વસ્તુ કરી શકતા હતા યોગ પ્રક્રિયા દ્વારા... અને કૃષ્ણ યોગેશ્વર છે, સમસ્ત યોગ શક્તિઓના સ્વામી. કૃષ્ણ. કૃષ્ણને ભગવદ ગીતામાં યોગેશ્વર દ્વારા સંબોધવામાં આવ્યા છે. એક થોડીક યોગ શક્તિ, જ્યારે આપણને મળે છે, આપણે બહુ મોટા, મહત્વપૂર્ણ માણસ બની જઈએ છીએ. અને હવે તેઓ તો સમસ્ત યોગ શક્તિના સ્વામી છે. યત્ર યોગેશ્વરો હરિ: (ભ.ગી. ૧૮.૭૮). ભગવદ ગીતામાં કહ્યું છે કે જ્યાંપણ યોગેશ્વર હરિ, કૃષ્ણ, પૂર્ણ પુરષોત્તમ ભગવાન, સમસ્ત યોગ શક્તિઓના સ્વામી, છે, અને જ્યાં ધનુર્ધર અર્જુન, પાર્થ, છે, ત્યાં બધુ જ છે. બધુ જ છે.

તો આપણે આ યાદ રાખવું જોઈએ. કે જો તમે હમેશા તમારી જાતને કૃષ્ણના સંગમાં રાખી શકો, તો બધીજ પૂર્ણતા છે. યત્ર યોગેશ્વરો હરિ: સમસ્ત પૂર્ણતા છે. અને કૃષ્ણ ખાસ કરીને આ યુગમાં સહમત થયા છે. નામ રૂપે કલિ કાલે કૃષ્ણ અવતાર, કૃષ્ણ આ યુગમાં પવિત્ર નામ તરીકે અવતરિત થયા છે. તેથી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે: "મારા વ્હાલા પ્રભુ, તમે એટલા દયાળુ છો કે તમે મને તમારો સંગ, તમારા નામના રૂપમાં આપો છો." નામનામ અકારી બહુધા નિજ સર્વ શક્તિસ તત્રાર્પિતા નિયમિત: સ્મરણે ન કાલઃ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૬, શિક્ષાષ્ટક ૨). "અને આ પવિત્ર નામનો જપ કોઈ પણ પરિસ્થિતિમાં કરી શકાય છે. કોઈ સખત નીતિ નિયમો નથી." તમે હરે કૃષ્ણનો જપ ક્યાય પણ કરી શકો છો.

જેમ કે આ બાળકો. તેઓ પણ કીર્તન કરે છે, તેઓ પણ નાચે છે. તે સહેજ પણ મુશ્કેલ નથી. ચાલતા ચાલતા, જેમ કે અમારા વિદ્યાર્થીઓ, તેઓ માળા લે છે. તેઓ દરિયા કિનારે ચાલે છે, છતા જપ કરે છે. નુકસાન ક્યાં છે? પણ લાભ તેટલો મહાન છે, કે આપણને કૃષ્ણ સાથે વ્યક્તિગત સંગ મળે છે. લાભ એટલો બધો છે. જો તમે ખૂબ ગર્વ કરતાં હોય... જો તમને પ્રમુખ નિકસોન સાથે વ્યક્તિગત સંગ મળતો હોય, તો તમે કેટલો ગર્વ અનુભવો? "ઓહ, હું પ્રમુખ નિકસોન સાથે છું." તો જો તમને શ્રીમાન નિકસોનનો સાથ મળે તો તમે ગર્વ નહીં અનુભવો? (હાસ્ય) કોણ લાખો નિકસોનને બનાવી શકે છે?

તો આ તમારી તક છે. તેથી ચૈતન્ય મહાપ્રભુ કહે છે: એતાદૃશી તવ કૃપા ભગવન મમાપી (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૬, શિક્ષાષ્ટક ૨). "મારા વ્હાલા પ્રભુ, તમે મારા ઉપર ખૂબ દયાળુ છો કે તમે તમારો સંગ આપી રહ્યા છો હમેશા, નિરંતર. તમે તૈયાર છો. તમે આપી રહ્યા છો. દુર્દૈવમ ઇદૃશમ ઇહાજની નાનુરાગ. પણ હું કેટલો દુર્ભાગ્યશાળી છું. હું તેનો લાભ નથી લેતો." દુર્દૈવ. દુર્ભાગ્ય. આપણું, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તે ફક્ત લોકોને વિનંતી કરે છે: "હરે કૃષ્ણનો જપ કરો."