GU/Prabhupada 0930 - તમે આ ભૌતિક સ્થિતિમાથી બહાર નીકળો. પછી વાસ્તવિક જીવન છે, શાશ્વત જીવન



730423 - Lecture SB 01.08.31 - Los Angeles

તો આપણું કાર્ય આલોચના કરવાનું નથી, પણ કલિયુગના ચિહ્નો છે ખૂબ, ખૂબ ગંભીર, અને તે વધારે ને વધારે વધશે. આપણે ફક્ત ૫,૦૦૦ વર્ષોજ પસાર કર્યા છે કલિયુગના, પણ કલિયુગનો અવધિ છે ૪,૦૦,૦૦૦. ૪,૩૨,૦૦૦ વર્ષ, તેમાથી આપણે ફક્ત ૫,૦૦૦ વર્ષોજ પસાર કર્યા છે. અને ૫,૦૦૦ વર્ષો પસાર કરીને, આપણે કેટલી બધી મુશ્કેલીઓ જોઈએ છીએ, અને જેટલા વધારે આપણે આ કલિયુગમાં આગળ વધીશું, દિવસો વધારે ને વધારે મુશ્કેલ આવશે. તો ઉત્તમ વસ્તુ છે કે તમે તમારું કૃષ્ણ ભાવનામૃત કાર્ય સમાપ્ત કરો અને ભગવદ ધામ જાઓ. તે તમને બચાવશે. નહીંતો, જો આપણે પાછા આવીશું, મુશ્કેલીઓ, આગળ અઘરા દિવસો છે. આપણે વધારે ને વધારે સહન કરવું પડશે.

તો કૃષ્ણને અહી અજ તરીકે વર્ણવવામાં આવ્યા છે. અજો અપિ સન્ન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરો અપિ સન. તે ભગવદ ગીતા માં કહેલું છે. અજો અપિ. "હું અજન્મા છું." હા. કૃષ્ણ અજન્મા છે. આપણે પણ અજન્મા છીએ. પણ ફરક એ છે કે આપણે આ ભૌતિક શરીરમાં ફસાઈ ગયા છીએ. તેથી આપણે આપણી અજન્મા સ્થિતિને જાળવી નથી શકતા. આપણે જન્મ લેવો પડે છે, એક શરીરમાથી બીજા શરીરમાં જવું પડે છે, અને તેની કોઈ ખાતરી નથી કે તમને આના પછી કયા પ્રકારનું શરીર મળશે. પણ તમારે સ્વીકારવું પડશે.

જેમકે આપણે આ જીવનમાં એક પછી બીજા શરીરને સ્વીકારીએ છીએ. શિશુ તેનું શરીર ત્યાગે છે અને છોકરાનું શરીર ધારણ કરે છે. છોકરો તેનું શરીર ત્યાગી ને યુવકનું શરીર લે છે. તેવી જ રીતે, આ વૃદ્ધ શરીર, જ્યારે આપણે છોડીશું, સ્વાભાવિક નિષ્કર્ષ તે છે કે આપણે બીજું શરીર સ્વીકારવું પડશે. ફરીથી શિશુનું શરીર. જેમ કે ઋતુઓના બદલાવ હોય છે. ઉનાળા પછી વસંત, કે વસંત પછી ઉનાળો, ઉનાળા પછી, પાનખર, તે છે, છેવટે, શિયાળો છે. કે પછી દિવસ પછી, રાત્રિ છે, રાત્રિ પછી, દિવસ છે. જેમ આ, આ એક પછી એક ચક્ર છે, તેવી જ રીતે, આપણે એક પછી એક શરીર બદલીએ છીએ. અને સ્વાભાવિક નિષ્કર્ષ તે છે કે આ શરીરને છોડયા પછી મને બીજું શરીર મળશે. ભૂત્વા ભૂત્વા પ્રલિયતે (ભ.ગી. ૮.૧૯).

આ બહુ તાર્કિક છે, અને શાસ્ત્ર આધારિત છે, અને સૌથી મહાન સત્તા, કૃષ્ણએ કહેલું છે. અને તેમ કેમ તેને ના સ્વીકારો? જો તમે નહીં સ્વીકારો, તો તે તમારી મૂર્ખતા છે. જો તમે ના વિચારો, કે મૃત્યુ પછી કોઈ જીવન નથી, તે મૂર્ખતા છે. મૃત્યુ પછી જીવન છે જ. તો કારણકે આપણે અનંતકાળથી એક પછી એક શરીર સ્વીકારતા આવ્યા છીએ, આપણે એવું નથી વિચારી શકતા કે જીવન અનંત છે. તે આપણા માટે મુશ્કેલ છે. જેમ કે રોગી માણસ. તે પલંગ પર સૂતો છે અને ખાય છે, મળ પસાર કરે છે, મૂત્ર પસાર કરે છે, અને તે ચાલી નથી શકતો, અને બહુ કડવી દવા. ઘણી બધી અગવડતાઓ. તે સૂતો છે. તો તે આત્મહત્યા કરવાનું વિચારે છે. "ઓહ, આ જીવન બહુ અસહ્ય છે. મને આત્મહત્યા કરવા દે." તો નિરાશાજનક હાલતમાં કોઈક વાર શૂન્યવાદનું તત્વજ્ઞાન, નિરાકારવાદનું અનુસરણ કરવામાં આવે છે. વસ્તુને શૂન્ય બનાવવાની. કારણકે જીવન એટલું બધુ મુશ્કેલીભર્યું છે, કોઈક વાર કોઈ આત્મહત્યા સુદ્ધાં કરી લે છે આમાથી નીકળવા માટે, મારો કહેવાનો મતલબ, ભૌતિક અસ્તિત્વનું મુશ્કેલીભર્યું જીવન. તો શુન્યવાદ, નિરાકારવાદ તેવો છે. મતલબ તેઓ નથી કરી શકતા, ડરે છે, બીજા જીવન વિષે, ફરીથી ખાવું, ફરીથી ઊંઘવું, ફરીથી કામ કરવું. કારણકે તે વિચારે છે ખાવું, ઊંઘવું, મતલબ પલંગ પર જ. બસ તેટલું જ. અને સહન કરે છે. તે તેના સિવાય બીજું કઈ નથી વિચારી શકતો. તો નકારાત્મકતા, તેને શૂન્ય બનાવો. તે શુન્યવાદ છે. પણ ખરેખર તેવું નથી હોતું. વાસ્તવિક્તા તે છે કે તમે ભૌતિક સ્થિતિ પર મુશ્કેલીમાં છો. તમે આ ભૌતિક સ્થિતિમાથી બહાર નીકળો. પછી વાસ્તવિક જીવન છે, શાશ્વત જીવન.