GU/Prabhupada 0931 - જો કોઈ જન્મ્યો નથી, તો તે મરી કેવી રીતે શકે? મૃત્યુનો કોઈ પ્રશ્ન જ નથી



730424 - Lecture SB 01.08.32 - Los Angeles

કારણકે આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ. કૃષ્ણ અજ છે. અજ મતલબ જેને કોઈ જન્મ કે મૃત્યુ નથી. તો આપણે પણ અજ છીએ. નહીં તો આપણે બીજું શું હોય શકીએ? જો કૃષ્ણ, હું કૃષ્ણનો અંશ છું. તેજ ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. જો મારા, જો મારા પિતા ખુશ હોય, તો હું તેમનો પુત્ર છું. તો હું કેમ ખુશ ના રહું? આ સ્વાભાવિક નિષ્કર્ષ છે. કારણકે હું મારા પિતાની સંપત્તિનો આનંદ માણીશ જેમ મારા પિતા માણી રહ્યા છે. તેજ રીતે ભગવાન સર્વશક્તિમાન છે. કૃષ્ણ સર્વશક્તિમાન છે, સર્વ સૌંદર્યમય, સર્વજ્ઞાની, બધુજ પૂર્ણ. તો હું પૂર્ણ ના હોઈ શકું, પણ કારણકે હું અંશ છું, તો મારે, મારી પાસે ભગવાનના ગુણો છે અંશ રૂપમાં. એવું નથી કે... તેથી જો ભગવાનને મૃત્યુ નથી આવતી. તે અજ છે. તો મને પણ મૃત્યુ નહીં આવે. તે મારી સ્થિતિ છે. અને તે ભગવદ ગીતમાં સમજાવેલું છે કે: ન જાયતે ન મ્રિયતે વા કદાચિત: જ્યારે કૃષ્ણ આત્મા વિષે વર્ણન કરી રહ્યા હોય છે, તેઓ કહે છે કે આત્મા ક્યારેય જન્મ નથી લેતો, ન જાયતે, ન મ્રિયતે. જો કોઈ જન્મ્યો નથી, તો તે મરી કેવી રીતે શકે? મૃત્યુનો કોઈ પ્રશ્ન જ નથી. મૃત્યુ તેના માટે છે કે જેણે જન્મ લીધો હોય. જો કોઈને જન્મ ન હોય, તો મૃત્યુનો પ્રશ્ન જ નથી. ન જાયતે ન મ્રિયતે વા. તો આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ. જેમ કૃષ્ણ અજ છે, આપણે પણ અજ છીએ. તે આપણે નથી જાણતા. તે અજ્ઞાન છે. તે અજ્ઞાન છે.

તેઓ વૈજ્ઞાનિક સંશોધનો કરે છે, પણ તેઓ નથી જાણતા કે દરેક જીવ આધ્યાત્મિક આત્મા છે. તેને કોઈ જન્મ નથી. તેને કોઈ મૃત્યુ નથી. તે શાશ્વત છે. નિત્ય: શાશ્વતો અયમ, હમેશા રહેનાર, પુરાણ:, જોકે સૌથી જૂનો, ન હન્યતે. નિષ્કર્ષ: ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). તો આ શરીરના વિનાશ થતાં, આત્મા મરતો નથી. તે બીજું શરીર સ્વીકારે છે. તે આપણો રોગ છે. આને ભાવ રોગ કહેવાય છે. ભાવ રોગ મતલબ ભૌતિક રોગ. તો કૃષ્ણ, પરમ જીવ હોવાને કારણે, નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠા ઉપનિષદ ૨.૨.૧૩). કૃષ્ણ બિલકુલ આપણી જેવા છે. અથવા આપણે કૃષ્ણનું પ્રતિબિંબ છીએ. ફરક છે કે કૃષ્ણ વિભુ, અસીમિત છે, અને આપણે અણુ છીએ, આપણે સીમિત છીએ. તે ફરક છે. નહીં તો, ગુણાત્મક રીતે, આપણે કૃષ્ણ જેવા જ છીએ. તેથી જે કઈ પણ વૃત્તિઓ કૃષ્ણને છે, આપણને તે બધી વૃત્તિઓ છે. કૃષ્ણને બીજા સેક્સ (નારી જાતિ) ને પ્રેમ કરવાની વૃત્તિ છે. તેથી આપણને પણ તે વૃત્તિ છે, બીજા સેક્સને પ્રેમ કરવાની. પ્રેમની શરૂઆત થાય છે રાધા અને કૃષ્ણથી, કૃષ્ણ અને રાધા વચ્ચેનો શાશ્વત પ્રેમ. તો આપણે બધા શાશ્વત પ્રેમની કામના કરી રહ્યા છીએ, પણ કારણકે આપણે ભૌતિક નિયમોથી બાધ્ય છીએ, તે રોકાયેલો છે. તે રોકાયેલો છે.

તો જો આપણે આ અંતરાયથી બહાર આવીએ, તો આપણે કૃષ્ણ અને રાધારાણી જેવો પ્રેમ સંબધ મેળવી શકીએ. તો આપણું કાર્ય છે કે ભગવદ ધામ જવું, કૃષ્ણ પાસે જવું. કારણકે કૃષ્ણ પાસે જવાનો મતલબ, કૃષ્ણ શાશ્વત છે, આપણને શાશ્વત શરીર મળે. જેમ કે રાષ્ટ્રપતિ નિકસોનના સહાયક કે નોકર સુદ્ધાં થવું, તે મોટો માણસ છે. તે પણ મોટો માણસ છે. કારણકે જ્યાં સુધી કોઈ પાસે કઈ વિશેષ ગુણ ના હોય, તે રાષ્ટ્રપતિ નિકસોનનો વ્યક્તિગત સેવક, કે તેમનો સહાયક ના બની શકે. તે શક્ય નથી. કોઈ સાધારણ માણસ રાષ્ટ્રપતિ નિકસોનનો સેવક કે સહાયક ના બની શકે. તેવી જ રીતે, ભગવદ ઘામ જવું મતલબ તમને તેવું જ શરીર મળે છે, જેવુ કૃષ્ણનું છે. તમે અજ બનો છો. અજો નિત્ય: શાશ્વતો અયમ. તે રોગ છે, કે આપણે આપણું શરીર બદલીએ છીએ. તો કૃષ્ણ અજ છે.