GU/Prabhupada 0939 - કોઈપણ તે પતિની સાથે લગ્ન નહીં કરે જેને ચોસઠ વાર લગ્ન કર્યા છે



730427 - Lecture SB 01.08.35 - Los Angeles

ભક્ત: અનુવાદ: "અને હજુ બીજા કહે છે કે તમે અવતરિત થયા છો પુનર્જીવિત કરવા શ્રવણ, સ્મરણ, અર્ચન, અને તે રીતે બીજી ભક્તિમય સેવાઓને, જેથી બધ્ધ જીવ કે જે ભૌતિક પાશમાં સહન કરી રહ્યો છે લાભ લે અને મુક્તિ મેળવે." (શ્રી.ભા. ૧.૮.૩૫).

પ્રભુપાદ: તો, અસ્મિન ભવે. અસ્મિન મતલબ "આ." રચના, ભવે મતલબ રચના. ભવ, ભવ મતલબ "તમે બનો". "તમે બનો" મતલબ તમે લુપ્ત થાઓ પણ. જેવો તમારા બનવાનો પ્રશ્ન આવે છે, તમે લુપ્ત પણ થાઓ છો. જે કઈ જનમ્યું છે તેની મૃત્યુ નિશ્ચિત છે. તે પ્રકૃતિનો કાયદો છે. કહેવાતા વૈજ્ઞાનિકો પ્રયાસ કરે છે, તેઓ મૃત્યુને રોકવાનો પ્રયાસ કરે છે તેમના વૈજ્ઞાનિક સંશોધન દ્વારા, પણ તેઓને ખબર નથી કે જે કઈ જનમ્યું છે તેને મરવું તો પડશે જ. જન્મ મૃત્યુ. તે સાપેક્ષ છે. અને જે કઈ જે જનમ્યું નથી, તે મરશે નહીં. જડ વસ્તુ જન્મેલી છે. કઈ પણ ભૌતિક, તે જન્મેલું છે. પણ આત્મા જન્મેલી નથી. તેથી ભગવદ ગીતમાં કર્યું છે, ન જાયતે ન મ્રિયતે વા કદાચિન (ભ.ગી. ૨.૨૦). આત્મા ક્યારેય જન્મ નથી લેતો, અને તેથી ક્યારેય મરતો નથી.

હવે, ભવે અસ્મિન. ભવ, આ ભવ મતલબ આ ભૌતિક જગત, લૌકિક અભિવ્યક્તિ. ભવે અસ્મિન ક્લીશ્યમાનાનામ. કોઈ પણ જે આ ભૌતિક જગતની સીમામાં છે, તેને કાર્ય કરવું જ પડશે. આ ભૌતિક જગત છે. જેમ કે જેલમાં, તે શક્ય નથી કે તે ફક્ત બેસી રહે અને તેનું જમાઈની જેમ સન્માન કરવામાં આવે. ના. અમારા દેશમાં, જમાઈની ખૂબ પૂજા કરવામાં આવે છે. પૂજા મતલબ ખુશામદ. જેથી પુત્રીને છૂટાછેડા ના આપે. તેથી, કોઈએ તે આશા ના રાખવી જોઈએ... કે આપણે ભારતમાં જમાઈની કોઈક મજાક ઉડાવી શકીએ. પહેલા.... હજુ પણ તે પ્રણાલી છે કે પુત્રીનો વિવાહ થવો જ જોઈએ. તે પિતાની જવાબદારી છે. તેને કન્યા દાન કહે છે. એક પિતાને કદાચ તેનો પુત્ર ના વિવાહ કરે. તે બહુ મોટી જવાબદારી નથી. પણ જો પુત્રી છે, પિતાએ તે જોવું જ પડે કે તેનો વિવાહ થાય. પહેલા તે દસ વર્ષ, બાર વર્ષ, તેર વર્ષ હતા. તેનાથી વધુ નહીં. તે પ્રણાલી હતી. તે વેદિક પ્રણાલી હતી. કન્યા. કન્યા મતલબ યુવાની મેળવ્યા પહેલા. કન્યા. તેથી કન્યાદાન. તેને કોઈકને દાનમાં આપવી જ પડે. તો, પુલિન બ્રાહ્મણમાં, બ્રાહ્મણ, એક બહુ માનનિય સંપ્રદાય, તો તે બહુ મુશ્કેલ હતું એક યોગ્ય જમાઈ શોધવો. તેથી, પહેલા એક સજ્જન માત્ર લગ્ન કરવાથી એક ધંધાદારી બની જતો. જ્યારે હું છોકરો હતો, જ્યારે હું એક વિદ્યાર્થી હતો, એક શાળાનો છાત્ર, તો મારે એક વર્ગમિત્ર હતો, તે મને તેના ઘરે લઈ ગયો. તો મે જોયું કે એક સજ્જન ધૂમ્રપાન કરી રહ્યા હતા, અને તેણે મને કહ્યું, "તને ખબર છે આ સજ્જન કોણ છે?" તો મે કહ્યું, "ઓહ, મને કેવી રીતે ખબર હોય?" કે "તેઓ મારી કાકીના પતિ છે, અને મારી કાકી આ સજ્જનની ચોસઠમી પત્ની છે." ચોસઠમી. તો, આ પુલિન બ્રાહ્મણો, તેઓ, તેમનું કાર્ય તેવું હતું. ક્યાક લગ્ન કરો, ત્યાં થોડા દિવસ રહો, ફરીથી બીજી પત્ની પાસે જાઓ, ફરીથી બીજી પત્ની પાસે જાઓ, ફરીથી બીજી પાસે જાઓ. ફક્ત પત્નીઓ પાસે જવું, તે તેમનું કાર્ય હતું. આ સામાજિક પ્રણાલી અમે જોઈ છે. હવે આ વસ્તુઓ જતી રહી છે. કોઈ તે પતિ સાથે લગ્ન નહીં કરે જેની ચોસઠ વાર લગ્ન કર્યા હોય. (હાસ્ય) પણ તે હતું. તો, જમાઈને, તે બાબતમાં, બહુ સમ્માન અપાય છે. ઘણી વાર્તાઓ છે. આપણે આપણો સમય તેમાં વ્યર્થ ના કરવો જોઈએ. (હાસ્ય)