GU/Prabhupada 0948 - આ યુગ કલિ કહેવાય છે, તે બહુ સારો સમય નથી. ફક્ત અસહમતિ અને લડાઈ



720831 - Lecture - New Vrindaban, USA

જેમ કે એક રાત્રે, આપણે આપણા સરસ એપાર્ટમેંટમાં સૂઈ રહ્યા છીએ, પણ સૂક્ષ્મ શરીર મને પર્વતની ટોચ ઉપર લઈ જાય છે. કોઈક વાર આપણે જોઈએ છીએ સ્વપ્નમાં, કે હું આવ્યો છું, હું પર્વતની ટોચ પર આવ્યો છું, બહુજ ઊંચે, અને હું પડી રહ્યો છું. જોકે ખરેખર, મારૂ સ્થૂળ શરીર એક સરસ, આરામદાયી એપાર્ટમેંટમાં સૂઈ રહ્યું છે, પણ સૂક્ષ્મ શરીર મને લઈ જાય છે. આપણને રોજિંદો અનુભવ છે. તેવી જ રીતે, મૃત્યુ મતલબ આપણે આ સ્થૂળ શરીર બદલીએ છીએ. જેમકે તમારે શર્ટ અને કોટ છે. તો તમે કોટ બદલો છો, પણ શર્ટ રહેવા દો છો. તમે સામાન્ય રીતે તેવું કરો છો. તેવી જ રીતે, હું મારૂ સૂક્ષ્મ શરીર રહેવા દઇશ અને મારૂ સ્થૂળ શરીર ત્યાગીશ; તેને મૃત્યુ કહેવાય છે. અને મને મારા સૂક્ષ્મ શરીર દ્વારા પ્રકૃતિના ગુણો અનુસાર બીજી માતાના ગર્ભમાં લઈ જવામાં આવે છે, અને હું બીજું સ્થૂળ શરીર વિકસાવું છું, માતાએ પૂરા પાડેલા પદાર્થો અનુસાર. અને જ્યારે શરીર તૈયાર થઈ જાય છે, હું માતાના ગર્ભમાથી બહાર આવું છું અને હું તે સૂક્ષ્મ અને સ્થૂળ શરીરની મદદથી ફરીથી કામ કરવા લાગુ છું. અને ભાગવત ધર્મ મતલબ કે આપણે લાંઘવું પડશે બંને સ્થૂળ અને સૂક્ષ્મ શરીર; આધ્યાત્મિક શરીર પર આવીએ. તે બહુ વૈજ્ઞાનિક છે. જેવા આપણે આધ્યાત્મિક શરીર પર આવીએ છીએ, મુક્તસંગ, સ્થૂળ અને સૂક્ષ્મ શરીરથી મુક્ત થઈને, આપણે આપણા સાચા શરીર પર આવીએ છીએ, આધ્યાત્મિક શરીર, પછી આપણે હકીકતમાં ખુશી અને સ્વતંત્રતા અનુભવીશું.

તો આ કૃષ્ણ ભાવનામૃતની વિધિ માનવ સમાજ માટે સૌથી ઉચ્ચ કલ્યાણકારી છે કારણકે તે મનુષ્યને આધ્યાત્મિક શરીરના સ્તર પર લાવવાનો પ્રયાસ કરે છે - સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને લાંઘીને. તે સર્વોચ્ચ પૂર્ણતા છે. મનુષ્ય જીવન તે સ્તર પર આવવા માટે છે, આધ્યાત્મિક સ્તર, જીવનના સ્થૂળ અને ભૌતિક શારીરિક અભિગમથી પરે. તે શક્ય છે. તે આ યુગમાં સરળ બનાવવામાં આવ્યું છે. આ યુગને કલિ કહેવાય છે, તે બહુ સારો સમય નથી. ફક્ત અસહમતિ, લડાઈ, ઝગડા, ગેરસમજ. આ યુગ તેનાથી ભરેલોછે, આ બધી વસ્તુઓથી. તેથી આ યુગમાં આધ્યાત્મિક સ્તર પણ આવવું અતિ મુશ્કેલ છે. પહેલા, તે એટલું અઘરું ન હતું. લોકો વેદિક વિધિ દ્વારા બહુ સરળતાથી શિક્ષા મેળવતા હતા. પણ હવે લોકોને રુચિ નથી. તેઓ ફક્ત સ્થૂળ શરીરમાં રુચિ ધરાવે છે, કે થોડુક વધારે, જે થોડુ વિકસિત છે, સૂક્ષ્મ શરીર. પણ તેઓ પાસે આધ્યાત્મિક શરીર વિષે કોઈ માહિતી નથી. ભલે શિક્ષામાં વિકાસ થયો હોય, આધ્યાત્મિક શરીર વિષે કોઈ શિક્ષણ નથી. તેઓ ફક્ત સ્થૂળ ભૌતિક અને સૂક્ષ્મ શરીર વિષે મતલબ ધરાવે છે. તેથી આ આંદોલન, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, બહુ મહત્વપૂર્ણ આંદોલન છે. તેઓ કે જેમણે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન અપનાવ્યું છે, તેઓ ખૂબ ભાગ્યશાળી છે.