GU/Prabhupada 0958 - તમે ગાયોને પ્રેમ નથી કરતાં, તમે તેમને કતલખાને મોકલો છો



750624 - Conversation - Los Angeles

ડૉ. ઓર: શું જાણવા માટે જપ કરવું અનિવાર્ય છે...

પ્રભુપાદ: તે સૌથી સરળ રસ્તો છે ભગવાન સાથે સીધા સંપર્કમાં આવવા માટે. કારણકે ભગવાન અને ભગવાનનું નામ, તેઓ નિરપેક્ષ છે, તો તમારો ભગવાનના નામનો જપ કરવો મતલબ ભગવાન સાથે પ્રત્યક્ષ સંપર્ક બનાવવો.

ડૉ. ક્રોસલી: કેમ તે પારંપારિક ભક્તિમાર્ગમાં તમારા સાથી માણસને પ્રેમ કરવા કરતાં વધુ ઉત્તમ છે?

પ્રભુપાદ: પણ તમે તમારા સાથી માણસને પ્રેમ કરો છો, પણ તમે તમારા સાથી પશુને પ્રેમ નથી કરતાં. તમે માણસને પ્રેમ કરો છો, પણ તમે પશુઓને કતલખાને મોકલો છો. તે તમારો પ્રેમ છે.

ડૉ. વોલ્ફ: અને યુદ્ધના સૈનિકો... પ્રભુપાદ: હુહ? ડૉ. વોલ્ફ: અને યુદ્ધમાં સૈનિકોને મરવા માટે મોકલવા.

પ્રભુપાદ: ના, હવે સૌથી પહેલા આ માણસનો અભ્યાસ કરો, પછી તમે સૈનિક પર જાઓ. આપણો પ્રેમ સીમિત છે. પણ જો તમે પ્રેમ કરો... જેમ કે આ વૃક્ષ. હજારો પાંદડા અને ફૂલો છે. તો જો તમે દરેકને પાણી આપશો, તો તમારૂ આખું જીવન તેમાં નીકળી જશે. અને જો તમે બુદ્ધિશાળી હશો, તમે ફક્ત મૂળને પાણી આપશો, તે બધે જ જશે. અને જો તમે બુદ્ધિશાળી નથી, તો દરેક પાંદડાને પાણી આપતા જાઓ, દરેક... તમારા આખા શરીરને ભોજન જોઈએ છે. તેનો મતલબ તે નથી કે તમે કાન, આંક, નખ, મળાશય બધાને ભોજન આપશો... ના. તમે ફક્ત પેટને ભોજન આપશો, તે વિતરિત થશે. તો કૃષ્ણ કહે છે, મયા તતમ ઇદમ સર્વમ. તે આપણે પહેલેથી જ અભ્યાસ કર્યો છે. તો જો તમે કૃષ્ણને પ્રેમ કરશો, તો તમારો પ્રેમ વિતરિત થઈ જશે. જો તમે કૃષ્ણને પ્રેમ નહીં કરો અને તમે બીજાને પ્રેમ કરશો, તો બીજું કોઈક રડશે કે "તમે મને નથી પ્રેમ કરતાં."

ડૉ. વોલ્ફ: શું હું એક પ્રશ્ન પૂછી શકું, શ્રીલ પ્રભુપાદ?

પ્રભુપાદ: સૌ પ્રથમ, આ સમજવાની કોશિશ કરો. જેમ કે કૃષ્ણ કહે છે, મયા તતમ ઇદમ સર્વમ: "હું મારી શક્તિથી બધેજ વિસ્તૃત થાઉં છું." તો બધેજ, તમે કેવી રીતે જઈ શકો? તમે કૃષ્ણને પ્રેમ કરો, અને તમારો પ્રેમ બધેજ જશે. તમે તમારો કર સરકારને ચૂકવો છો, અને કર ઘણા બધા વિભાગોમાં વિતરિત થઈ જાય છે. તો તે તમારું કાર્ય નથી કે દરેક વિભાગમાં જવું અને કર ચૂકવવો. સરકારના ખજાનચીને ચૂકવો; તે વિતરિત થઈ જશે. તે બુદ્ધિ છે. અને જો તમે કહો કે "હું શું કરવા ખજાનચી ઘરમાં કર ચૂકવું? હું આ વિભાગને ચૂકવીશ, તે વિભાગને, તે વિભાગને, તે વિભાગને," તમે ચાલ્યા જાઓ, પણ તે ક્યારેય પર્યાપ્ત નહીં હોય, અને પૂર્ણ પણ નહીં. તો તમે માનવતાને પ્રેમ કરી શકો છો, પણ કારણકે તમે કૃષ્ણને પ્રેમ નથી કરતાં, તેથી તમે ગાયોને પ્રેમ નથી કરતાં; તમે તેમને કતલખાને મોકલો છો. તો તમારો પ્રેમ ખામીપૂર્ણ રહેશે. તે ક્યારેય પૂર્ણ નહીં થાય. અને જો તમે કૃષ્ણને પ્રેમ કરશો, તો તમે એક નાની કીડીને પણ પ્રેમ કરશો. તમે એક કીડીને પણ મારવાની ઈચ્છા નહીં કરો. તે સાચો પ્રેમ છે.

ડૉ. ઓર: હું તમારી સાથે સહમત છું કે આપણે બહુ ખરાબ રીતે પ્રેમ કરીએ છીએ, અને આપણે પશુઓને હત્યા કરીએ છીએ.

પ્રભુપાદ: હા. તો ખરાબ રીતે પ્રેમ તે પ્રેમ નથી.

ડૉ. ઓર: પણ શું વિપરીત વાત સત્ય છે, કે આપણે જપ સારી રીતે કરીએ અને આપણે કૃષ્ણને પ્રેમ કરીએ ભલેને પછી આપણે આપણા સાથી લોકોને પ્રેમ ના કરીએ?

પ્રભુપાદ: અમે નથી કરતાં... જપ... અમે કામ પણ કરીએ છીએ. એવું નથી કે અમે ફક્ત બેસી રહ્યા છીએ અને જપ કરીએ છીએ. કારણકે અમે જપ કરીએ છીએ, અમે બધાને પ્રેમ કરીએ છે. તે હકીકત છે. આ હરે કૃષ્ણ જપ કરવાવાળા, તેઓ ક્યારેય એક પશુ, એક છોડને પણ મારવા તૈયાર નહીં થાય, કારણકે તેઓને ખબર છે કે બધા જ ભગવાનના અભિન્ન અંશ છે. શું કરવા બિનજરૂરી કોઇની હત્યા કરવી? તે પ્રેમ છે.

ડૉ. ઓર: પ્રેમ મતલબ ક્યારેય હત્યા નહીં?

પ્રભુપાદ: ઘણી બધી વસ્તુ છે. આ તેમાની એક છે. હા, તે એક છે... તમે તમારા પોતાના પુત્રને મારશો? કેમ? કારણકે તમે તેને પ્રેમ કરો છો.

ડૉ. જુડા: શું તમે તેની બીજી બાજુ સમજાવશો, હકીકત છે કે, બેશક, ભગવદ ગીતા, એક યુદ્ધભૂમિ પર કહેવામા આવી હતી જેમાં કૃષ્ણ અર્જુનનો સાથ આપે છે તેના પોતાના માણસોને મારવા માટે કારણકે તે ક્ષત્રિયનું કર્તવ્ય છે?

પ્રભુપાદ: હા. કારણકે ભૌતિક જગતમાં, સમાજના સંતુલનને જાળવવા, કોઈક વાર હત્યા જરૂરી હોય છે. જેમ કે લડાઈ, યુદ્ધ. જ્યારે શત્રુ તમારા દેશમાં આવે છે, તમે આળસમાં બેસી ના શકો; તમારે લડવું જ પડે. પણ તેનો મતલબ એવો નથી કે તમે જેને ઈચ્છા થાય તેને મારી શકો છો. તે એક વિશેષ પરિસ્થિતી છે કે જ્યારે લડાઈ થવી જ જોઈએ. તેથી ક્ષત્રિયો છે સુરક્ષા આપવા માટે