GU/Prabhupada 0960 - જે ભગવાનના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, તે પાગલ છે



750624 - Conversation - Los Angeles

પ્રભુપાદ: વાસ્તવિક ભોક્તા અને પીડિત આત્મા છે, આ શરીર નહીં. જ્યારે આત્મા આ શરીરની બહાર હોય છે, શરીર કોઈ ભોક્તા કે પીડિત નથી, તે જડ પદાર્થ છે. જ્યા સુધી આત્મા છે ત્યાં સુધી આનંદની ભાવના અને પીડા છે. તેથી આત્મા મહત્વપૂર્ણ છે. અને જો તમે આત્માનો અભ્યાસ કરી શકો, તો તમે સમજી શકો કે ભગવાન શું છે.

પીટર: તમે કેવી રીતે જાણી શકો કે આત્મા છે?

પ્રભુપાદ: કારણકે તમે બોલી રહ્યા છો. કારણકે તમે પૃચ્છા કરી રહ્યા છો, હું જાણું છું આત્મા છે. કારણકે તમે આત્મા છો, તેથી તમે પૃચ્છા કરી રહ્યા છો. જેવી આત્મા શરીરમાથી નીકળી જાય છે, તમે પૃચ્છા ના કરી શકો. પૃચ્છા સમાપ્ત.

ડૉ. વોલ્ફ: શું કોઈ કહી શકે કે આત્મા અને જીવન એક જ છે? શું કોઈ કહી શકે કે આત્મા અને જીવન એક જ છે?

પ્રભુપાદ: હા. એક જ છે. જીવન તે આત્માનું લક્ષણ છે. કારણકે આત્મા છે, તેથી જીવન છે. જેવી આત્મા નથી, જીવન પણ નથી. આકાશમાં સૂર્ય છે, અને પ્રકાશ છે, સૂર્યપ્રકાશ. જ્યારે સૂર્ય અસ્ત થાય છે, કોઈ પ્રકાશ નથી, અંધકાર.

ડૉ. ઓર: તો પછી શું શરીરનો વિરોધ થવો જોઈએ? શરીરને શિષ્ટાચાર શીખવવું જોઈએ, કે વિરોધ થવો જોઈએ કે અવગણવું જોઈએ? શું તમે તેની સલાહ આપી રહ્યા છો?

પ્રભુપાદ: અવગણના?

બહુલાશ્વ: શરીર સાથે કેવી રીતે વ્યવહાર કરવો?

ડૉ. ઓર: તમે શરીર સાથે કેવી રીતે વ્યવહાર કરશો?

પ્રભુપાદ: એક ખરાબ સોદાનો સારો ઉપયોગ કરો. (હાસ્ય) તે ખરાબ સોદો છે. પણ આપણે તેનો ઉપયોગ કરવો પડશે.

ડૉ. ઓર: તમે જ્યારે કહો છો, કે બધુ ભગવાનનું અંશ છે, તમે શરીરનો તેમાં સમાવેશ નથી કરતાં - શરીર દિવ્ય નથી.

પ્રભુપાદ: હા.

ભક્ત: ના, તેઓ કહે છે કે જ્યારે આપણે કહીએ છીએ કે બધુ ભગવાનનું અંશ છે શરીર તેમાં નથી આવતું. તેઓ કહે છે કે શરીરનો તેમાં સમાવેશ નથી થતો. શરીર ભગવાનનો ભાગ નથી?

પ્રભુપાદ: ના, કેમ? શરીર પણ ભાગ છે. હા, તે મે સમજાવ્યું છે.

ડૉ. જુડા: માયાશક્તિ.

પ્રભુપાદ: હા, તે બીજી શક્તિ છે. ડૉ. ઓર: ઓહ, હું સમજ્યો.

ડૉ. જુડા: કૃષ્ણની અપરા શક્તિ.

ડૉ. ઓર: નિમ્ન શક્તિ.

પ્રભુપાદ: બધુજ ભગવાનની શક્તિ છે, તો શરીર પણ ભગવાનની શક્તિ છે. તો શરીરનો ઉત્તમ ઉપયોગ છે કે ભગવાનની શક્તિ ભગવાન માટે વાપરવી જોઈએ. પછી તે છે... શરીર આધ્યાત્મિક થઈ જાય છે. શરીર પણ ભગવાનની શક્તિ છે અને જો તે ભગવાનની સેવામાં જોડાય તો શરીર કોઈ ખરાબ સોદો નથી, તે સારો સોદો છે.

(તોડ)

પ્રભુપાદ: જો કોઈ ભાડુઆત વિચારે કે "આ એપાર્ટમેંટ મારુ છે. હું માલિક છું," તો તે ખોટો છે. જો તે પૂર્ણ રીતે જાણતો હોય કે તે મકાનમાલીકનું છે, "મને ઉપયોગ માટે આપવામાં આવેલું છે," તો તે જ્ઞાન છે.

ડૉ. વોલ્ફ: શ્રીલ પ્રભુપાદ, અને ભાડુઆતને સરળતાથી કાઢી મૂકવામાં આવી શકે છે.

પ્રભુપાદ: હા. કાઢી મૂકવામાં આવે. ત્યારે તેને ખબર પડે છે કે માલિક કોણ છે, (હાસ્ય) જ્યારે તેને હાંકી કાઢવામાં આવે. તે ભગવદ ગીતમાં પણ કહ્યું છે: મૃત્યુ: સર્વ હરશ ચાહમ (ભ.ગી. ૧૦.૩૪). જે ભગવનમાં માનતા નથી, તેમની સમક્ષ ભગવાન એક દિવસ મૃત્યુ બનીને આવે છે, "હવે મારા પર વિશ્વાસ કાર. જતો રહે!" સમાપ્ત. તમારો બધો અહંકાર સમાપ્ત. તમારો અહંકાર, તમારી મિલકત, તમારું કુટુંબ, તમારું બેન્ક બેલેન્સ, તમારી ગગનચુંબી ઈમારત - બધુ લઈ લેવાય છે: "સમાપ્ત. જતો રહે." આ ભગવાન છે. હવે ભગવાન સમજયા? માનો કે ના માનો, ભગવાન એક દિવસ આવશે. તે તમને લઈ લેશે, તમારું બધુ લઈ લેશે, અને "જતો રહે!" તે ભગવાન છે. તમે માનો કે ના માનો, તેનાથી કોઈ ફરક નથી પડતો. તેજ ઉદાહરણ: ભાડુઆત ના માની શકે કે મકાનમાલિક છે, પણ જ્યારે મકાનમાલિક આવશે ન્યાયાલયના આદેશ સાથે, "જતો રહે," ત્યારે તમારે જવું પડશે. બસ તેટલું જ. તે ભગવદ ગીતામાં કહેલું છે, કે "જેઓ ભગવનમાં માનતા નથી, તેમના માટે હું મૃત્યુ તરીકે આવું છે અને બધુ લઈ લઉં છું. સમાપ્ત." તે વ્યક્તિએ માનવું પડશે. "હા, મૃત્યુ જેટલું જ સુનિશ્ચિત." તો ભગવાન સુનિશ્ચિત છે. તમે પડકારી શકો છો જ્યાં સુધી તમારી પાસે થોડુક જીવન છે થોડાક વર્ષો માટે (હાસ્ય) પણ ભગવાન આવશે અને તમારી વર્તમાન અહંકારી, સન્માનનીય સ્થિતિમાથી તમને કાઢી મૂકશે, "જતો રહે." તો જ્યાં સુધી કોઈ ગાંડો માણસ નથી, તે કહી ના શકે, "કોઈ ભગવાન નથી." જે ભગવાનના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, તે પાગલ છે.

ડૉ. વોલ્ફ: પ્રભુપાદ, શું તે વધુ સારું નહીં હોય જો તેને આંધળો, મૂર્ખ કહેવામા આવે?

પ્રભુપાદ: હા, તેજ વસ્તુ. પાગલપનમાં બધી મૂર્ખતા આવી જાય છે. (હાસ્ય) જ્યારે હું પાગલ કહું, તે બધી મૂર્ખતાનો સરવાળો છે.

(બીજી બાજુએ:) હવે તમે તેમને પ્રસાદ આપી શકો છો. મને લાગે છે કે આપણે તેમનો ઘણો સમય લીધો છે.