GU/Prabhupada 0965 - આપણે તે વ્યક્તિની શરણમાં જવાનું છે જેને તેનું જીવન કૃષ્ણને સમર્પિત કર્યું છે



720000 - Lecture BG Introduction - Los Angeles

માયાવાદી તત્વજ્ઞાની, તેઓ વિચારે છે કે નિરપેક્ષ સત્ય નિરાકાર છે.

મૈ આસક્ત મના: પાર્થ
યોગમ યુંજન મદાશ્રય
અસંશયમ સમગ્રમ મામ
યથા જ્ઞાસ્યસી તચ છૃણુ
(ભ.ગી. ૭.૧)

અર્જુનને કૃષ્ણ સલાહ આપી રહ્યા છે, "ભગવાન શું છે?" ભગવાનનો ખ્યાલ, ગમે તેટલી આપણે ધારણા કરીએ, તે પૂર્ણ ના હોઈ શકે, કારણકે ભગવાન અસીમિત છે, સર્વવ્યાપક. આપણે સીમિત છીએ. તો ખરેખર જ્યાં સુધી ભગવાન પોતે પોતાના ભક્તો સમક્ષ બોધ ના કરાવે, તે શક્ય નથી સમજવું કે ભગવાન શું છે. તેથી, ભગવાન પોતે, કૃષ્ણ, તેમના વિષે કહી રહ્યા છે. વિધિ છે મૈ આસક્ત મના: વ્યક્તિએ કૃષ્ણ માટેની આસક્તિ વધારવી પડે. આપણે અત્યારે ભૌતિક વસ્તુઓ માટે આસક્તિ છે, અને આપણે તેને બદલવી પડશે. આપણી સ્થિતિ છે કે આપણે કોઈક વસ્તુ માટે આસક્ત હોઈએ જ. તે હકીકત છે. તો હવે, જીવનના શારીરિક અભિગમ પર, આપણને આ શરીર પ્રત્યે આસક્તિ છે, અને જે કઈ પણ જે આ શરીર સાથે સંગત છે, આપણને તેની આસક્તિ છે. જેમ કે મને મારી પત્ની સાથે આસક્તિ છે. શું કરવા? લાખો અને કરોડો સ્ત્રીઓ છે, સુંદર સ્ત્રીઓ. પણ મને તેમના પ્રત્યે કોઈ આસક્તિ નથી. પણ મારી આસક્તિ મારી પત્ની માટે છે, ભલે તે તેટલી સુંદર ના હોય, તે હકીકત છે. કેમ? તેના મારી સાથેના શારીરિક સંબંધને કારણે. તેવી જ રીતે, મને મારા દેશ સાથે આસક્તિ છે, મને મારા ઘર સાથે આસક્તિ છે, ઘણી બધી વસ્તુઓ, કારણકે હું વિચારું છું કે હું આ શરીર છું, અને જે કઈ પણ આ શરીર સાથે જોડાયેલુ છે, હું વિચારું છું મારુ છે. તો અત્યારના સમયમાં, આપણો ખ્યાલ જે છે "હું" અને "મારૂ"નો, તે ખોટો છે. તેથી, જો આપણે આપણી આસક્તિ કૃષ્ણ તરફ વાળીએ, તો આપણે કૃષ્ણને, અથવા ભગવાનને, પૂર્ણ રીતે સમજી શકીએ છીએ. કૃષ્ણ સૂર્ય સમાન છે. જ્યાં સૂર્યપ્રકાશ છે, તમે સૂર્ય ને જોઈ શકો છો અને તમારી જાતને પણ જોઈ શકો છો. સૂર્યપ્રકાશ વગર, રાત્રિના અંધકારમાં, તમે સૂર્યને પણ કે તમારી જાતને પણ નથી જોઈ શકતા. તેથી વિધિ છે મૈ આસક્ત મના:, કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ. મૈ આસક્ત મના: પાર્થ યોગમ યુંજન મદાશ્રય:

આ યોગ છે. યોગ મતલબ જોડાયેલુ. યોગમ યુંજન... તે યોગનો અભ્યાસ થવો જોઈએ કૃષ્ણની સાથેના સંબંધમાં. તેથી તેમણે કહ્યું છે, મદ આશ્રય. મદ મતલબ હું, કે મારુ. અને આશ્રય મતલબ શરણાગતી લેવી. તો ક્યાતો તમે કૃષ્ણની શરણ લો, અથવા કૃષ્ણના પ્રતિનિધિની શરણ લો. બેશક આપણા માટે કૃષ્ણની શરણ લેવી શક્ય નથી, કારણકે કૃષ્ણ અત્યારે હાજર નથી. પણ તેમના પ્રતિનિધિ છે. તો વ્યક્તિએ તેમના પ્રતિનિધિને શરણ લેવી જોઈએ. અને ભક્તિયોગનો અભ્યાસ કરવો જોઈએ, તેના મનને કૃષ્ણ પર લગાવીને. આને કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે. આપણે તે વ્યક્તિની શરણમાં જવાનું છે જેને તેનું જીવન કૃષ્ણને સમર્પિત કર્યું છે, અને તેમના નિર્દેશન હેઠળ, આપણે અભ્યાસ કરવો પડે કેવી રીતે કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરવો, અને પછી કૃષ્ણ આપણને બોધ કરાવશે. બોધ, પ્રમાણસર બોધ તે કૃષ્ણને પ્રત્યક્ષ રીતે જોવામાં પ્રમાણસર ઉન્નતિ છે.