GU/Prabhupada 0968 - પાશ્ચાત્ય વિચારધારા સુખવાદ છે, કે ખાઓ, પીઓ અને એશ કરો



730400 - Lecture BG 02.13 - New York

દેહીનો અસ્મિન યથા દેહે
કૌમારમ યૌવનમ જરા
તથા દેહાંતર પ્રાપ્તિર
ધીરસ તત્ર ન મુહ્યતિ
(ભ.ગી. ૨.૧૩)

તો આ વિધાન છે પૂર્ણ પુરષોત્તમ ભગવાનનું, ભગવાન ઉવાચ, કે તમે આ શરીર નથી. આધ્યાત્મિક જ્ઞાનની પહેલી શિક્ષા છે તે જાણવું કે હું આ શરીર નથી. આ શરૂઆત છે. કહેવાતા યોગીઓ, તેઓ શરીરની કસરતો કરે છે, ચાર્ટ દ્વારા મનના મનોવિજ્ઞાનનો અભ્યાસ, ઘણો બધો બકવાસ. પણ અમારું તત્વજ્ઞાન છે કે આપણે આ શરીર નથી. પછી શરીરની કસરતનો અને આધ્યાત્મિક સાક્ષાત્કારનો પ્રશ્ન ક્યાં છે? જો હું શરીર નથી, તો હું ફક્ત શારીરિક કસરતોથી આત્મ સાક્ષાત્કાર કેવી રીતે કરી શકું? તો આ કર્મીઓની ભૂલ છે, જ્ઞાનીઓ અને યોગીઓ. કર્મીઓ, ફળની આશા રાખવાવાળા, ભૌતિક વ્યક્તિઓ, તેઓને શારીરિક આરામ જોઈએ છે. તેમનો એકમાત્ર ખ્યાલ છે કેવી રીતે આ શરીરને સૌથી સરસ આરામ આપવો. તેમનું શરીર મતલબ ઇન્દ્રિયો. આપણને આંખો, કાન, નાક, મોં જીભ, હાથ, જનનેંદ્રિય - ઘણી બધી ઇન્દ્રિયો છે.

તો જેવા આપણે જીવનના શારીરિક અભિગમ પર આવીએ છીએ, તરત જ જરૂરિયાત આવે છે ઇન્દ્રિય તૃપ્તિની. પણ કૃષ્ણ અર્જુનને કહે છે કે "તું આ શરીર નથી." તો તેથી મારો પોતાનો સ્વાર્થ મારા શારીરિક આરામો પર નિર્ભર નથી કરતો. તેઓને તે ખબર નથી. દરેક, વર્તમાન સમયમાં, આ યુગમાં, તેમનું એક માત્ર કાર્ય છે ઇન્દ્રિય તૃપ્તિ. નાસ્તિક સિદ્ધાંત. જેમ કે એક મોટો નાસ્તિક હતો, ચાર્વાક મુનિ. ભારતમાં દરેક પ્રકારના તત્વજ્ઞાનીઓ હતા. પાશ્ચાત્ય દેશો, તેઓ પાસે થોડીક માહિતી છે, પણ ભારતમાં, દરેક પ્રકારના તત્વજ્ઞાન હતા. તો નાસ્તિક તત્વજ્ઞાન હતું. ચાર્વાક મુનિ નાસ્તિક તત્વજ્ઞાનીઓમાં પ્રમુખ છે. તો તેણે કહ્યું હતું, સુખવાદ. પાશ્ચાત્ય વિચારધારા છે સુખવાદ, ખાઓ, પીઓ અને એશ કરો. આ વિચારધારા છે. તો જ્યાં સુધી તમારી પાસે આ શરીર છે, ખાઓ, પીઓ અને એશ કરો. ચાર્વાક મુનિએ તે પણ કહ્યું છે: ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત.