GU/Prabhupada 0974 - આપણી મહાનતા બહુ, બહુ નાની છે, અતિસૂક્ષ્મ. ભગવાન મહાન છે



730408 - Lecture BG 04.13 - New York

ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ
ગુણ કર્મ વિભાગશ:
તસ્ય કર્તારમ અપિ મામ
વિધિ અકર્તારમ અવ્યયમ
(ભ.ગી. ૪.૧૩)

આ ભગવદ ગીતામાથી શ્લોક છે. તમારામાથી મોટા ભાગના આ પુસ્તક, ભગવદ ગીતા, વિષે જાણતા હશો. તે જ્ઞાનનું બહુ પ્રસિદ્ધ પુસ્તક છે. અને અમે પ્રસ્તુત કરી રહ્યા છે ભગવદ ગીતા તેના મૂળ રૂપે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન મતલબ ભગવદ ગીતા તેના મૂળ રૂપે ને પ્રસ્તુત કરવી, કોઈ પણ પ્રકારના મિશ્રણ વગર.

તો કૃષ્ણ કહે છે કે મનુષ્યોના ચાર વર્ગો છે, ચાતુર વર્ણ્યમ... ચાતુર મતલબ "ચાર", અને વર્ણ મતલબ "સમાજના વિભાગો". જેમ કે વર્ણ મતલબ રંગ. જેમ રંગના વિભાગો છે, લાલ, વાદળી અને પીળો, તેવી જ રીતે મનુષ્યો, માનવ સમાજ ગુણો અનુસાર વિભાજિત થવું જોઈએ. ગુણને રંગ પણ કહેવાય છે. ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: (ભ.ગી. ૪.૧૩). તો આ ભૌતિક જગતમાં, ત્રણ ગુણો છે. ત્રણ ગુણો. કે ત્રણ રંગો. લાલ, વાદળી અને પીળો. તમે તેનું મિશ્રણ કરો. પછી તમે એકયાસી રંગો બનાવો છો. ત્રણ રંગો, ત્રણ ગુણ્યા ત્રણ, નવ થાય છે. નવ ગુણ્યા નવ, એકયાસી થાય છે. તો ચોર્યાસી લાખ જીવનની યોનીઓ છે. આ ગુણોના મિશ્રણને કારણે. પ્રકૃતિ અલગ અલગ પ્રકારના શરીરોનું નિર્માણ કરે છે જીવના ચોક્કસ પ્રકારના ગુણના સંગ અનુસાર.

જીવ ભગવાનનો અભિન્ન અંશ છે. ધારોકે ભગવાન એક મોટી અગ્નિ છે અને જીવ ફક્ત તણખલા સમાન છે. તણખલા, તે પણ અગ્નિ છે. તણખલા પણ, જો એક તણખલું તમારા શરીર પર પડે, તમારા કપડાં પર પડે, તે બાળે છે. પણ તે મોટી અગ્નિ જેટલું શક્તિશાળી નથી. તેવી જ રીતે, ભગવાન સર્વશક્તિમાન છે. ભગવાન મહાન છે. આપણે ભગવાનના અભિન્ન અંશ છીએ. તેથી, આપણી મહાનતા બહુ, બહુ નાની છે, અતિસૂક્ષ્મ. ભગવાન મહાન છે. તેથી, તેમણે આટલા બધા બ્રહ્માણ્ડોની રચના કરી છે. આપણે એક બ્રહ્માણ્ડની પણ રચના નથી કરી શકતા. આ એક બ્રહ્માણ્ડ જે આપણે જોઈએ છીએ, આકાશ, ગુંબજ, આકાશની અંદર, બહારનો અવકાશ, લાખો અને કરોડો તારાઓ, ગ્રહો છે. તેઓ તરી રહ્યા છે. હવામાં તરી રહ્યા છે. બધા જાણે છે.