GU/Prabhupada 0977 - આપણા આધ્યાત્મિક શરીર અનુસાર આ ભૌતિક શરીરને કાપવામાં આવે છે



730408 - Lecture BG 04.13 - New York

હવે કૃષ્ણ કહે છે: ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: (ભ.ગી. ૪.૧૩). હવે... જ્યારે આપણે પશુઓ છીએ.... આપણે પશુ શરીરમાથી પસાર થવું પડશે. ઉત્ક્રાંતિથી, આપણે આ મનુષ્ય શરીરમાં આવ્યા છીએ. હવે આ જન્મ અને મૃત્યુના ચક્કરમાથી છૂટવાની તે એક તક છે. તે આપણી વાસ્તવિક સમસ્યા છે. પણ લોકો, કારણકે તેમને કોઈ શિક્ષણા નથી, અપૂરતું જ્ઞાન... કોઈ શિક્ષણ સંસ્થા નથી, કેવી રીતે આત્માનું સ્થાનાંતર થાય છે. તેઓને તે ખબર નથી. મોટા મોટા એમ.એ., પી.એચ.ડી. પણ તેઓને ખબર નથી કે જીવની મૂળ સ્થિતિ શું છે. પણ તે વાસ્તવિક સમસ્યા છે. તેઓ વાસ્તવિક સમસ્યા જાણતા નથી.

વાસ્તવિક સમસ્યા છે... તે ભગવદ ગીતા માં કહ્યું છે: જન્મ મૃત્યુ જરા વ્યાધિ (ભ.ગી. ૧૩.૯), જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. આ વાસ્તવિક સમસ્યા છે. કોઈને જન્મ નથી લેવો. ઓછામાં ઓછું કોઈને મરવું તો નથી જ. જન્મ અને મૃત્યુ. જ્યાં જન્મ છે, ત્યાં મૃત્યુ હોય જ. જે કઈ પણ જનમ્યું છે તે મરશે તો ખરું જ. તો જન્મ મૃત્યુ. અને વૃદ્ધાવસ્થા. જ્યાં સુધી તમે જીવો છો, તમારે તમારી અવસ્થા બદલવી પડશે. તો એક અવસ્થા છે આ વૃદ્ધાવસ્થા. જેમ કે હું ઘરડો થઈ ગયો છું. ઘણી બધી ફરિયાદો છે. અને જ્યારે આપણે રોગી થઈએ છીએ. દરેક રોગી થશે. દરેક ઘરડો થશે. દરેક મરશે. તે સમસ્યા છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુખ દોષાનુદર્શનમ.

આપણે જીવનની બધી દુખી હાલતોને ઓછી કરવાનો પ્રયાસ કરીએ છીએ. તે અસ્તિત્વ માટેનો સંઘર્ષ છે. આપણે વૈજ્ઞાનિકો છીએ. આપણે ઘણી પ્રતિકારની ક્રિયાઓની શોધ કરીએ છીએ આ દુખી અવસ્થામાથી નીકળવા માટે. પણ મુશ્કેલ અવસ્થા, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આપણે અવગણી રહ્યા છીએ. કારણકે આપણે કશું કરી નથી શકતા. આપણે કશું કરી શકીએ પણ નહીં... કહેવાતું વિજ્ઞાન, તેઓ આ સમસ્યાનો ઉકેલ ના કાઢી શકે. જોકે કોઈક વાર તેઓ ખોટી રીતે અભિમાની થાય છે કે વિજ્ઞાનથી આપણે અમર થઈ જઈશું અને વગેરે વગેરે. આ વસ્તુઓ પહેલા પણ નાસ્તિક વર્ગોના માણસો કરી ચૂક્યા છે, જેમ કે રાવણ, હિરણ્યકશિપુ. પણ તેમાં સફળ થવું શક્ય નથી, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગને અટકાવવું. તે શક્ય નથી. જો કોઈ શક્ય વિધિ છે, તે છે કૃષ્ણ ભાવનામૃત. તે કૃષ્ણ ભાવનામૃત છે.

જો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનશો, તો તમે એક શરીર મેળવી શકો છો. મેળવી શકો નહીં... તમારી પાસે પહેલથી જ છે, આધ્યાત્મિક શરીર. અને તે આધ્યાત્મિક શરીરની ઉપર, આ ભૌતિક શરીર વિકસેલું છે.

જેમ કે વસ્ત્ર. તમારો કોટ તમારા શરીર અનુસાર કાપવામાં આવે છે. તેવી જ રીતે, આ ભૌતિક શરીર તમારા આધ્યાત્મિક શરીર અનુસાર કાપવામાં આવે છે. તો આપણી પાસે આપણું આધ્યાત્મિક શરીર છે. આ ભૌતિક શરીર તે આવરણ છે. વાસાંસી જીર્ણાની. જેમ કે વસ્ત્ર. તમારું શર્ટ અને કોટ તે તમારા શરીરનું આવરણ છે. તેવી જ રીતે, આ શરીર, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, ભૌતિક ઘટકોનું બનેલું... સ્થૂળ શરીર બનેલું છે ભૂમિ, પાણી, વાયુ, અગ્નિ. અને સૂક્ષ્મ શરીર બનેલું છે મન, બુદ્ધિ અને અહંકાર. આ છે શર્ટ અને કોટ. આ શર્ટ અને કોટની અંદર, આત્મા છે. તો આત્મા હવે આ ભૌતિક શરીરની અંદર કેદ છે. અને મનુષ્ય શરીરમાં આપણું કાર્ય છે કે... પશુના શરીરમાં, આપણે તે ના કરી શકીએ. પણ મનુષ્યના શરીરમાં આપણે તે સમજી શકીએ કે "હું આ શરીર નથી." શરીર, ભૌતિક શરીર, તે બાહરી પીંજરુ છે, અને, કારણકે મારે આ શરીર છે, હું જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ સાથે બંધાયેલો છું.

હવે, મનુષ્ય શરીરમાં હું તે સમજુ છું. તો જો હું આ વિધિ ગ્રહણ કરીશ, કેવી રીતે જન્મ અને મૃત્યુના ચક્કરમાથી છૂટવું, તો આપણું મનુષ્ય જીવન સફળ છે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. કેવી રીતે, અમે લોકોને મદદ કરી રહ્યા છીએ આ ભૌતિક શરીરમાથી બહાર આવવા, અને તમારું મૂળ આધ્યાત્મિક શરીર પુનર્જીવિત કરવા, તે આધ્યાત્મિક શરીરમાં, તમે ભગવદ ધામ જશો. આ વિધિ છે.