GU/Prabhupada 0978 - જો તમને બ્રાહ્મણની આવશ્યકતા નથી, તો તમે સહન કરશો



730408 - Lecture BG 04.13 - New York

ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯). પણ લોકો આ ભૌતિક શરીરથી એટલા આકર્ષિત છે કે તેઓ હવે પછીના જીવનમાં બિલાડા અને કુતરા બનવા પણ તૈયાર છે, પણ તેઓ ભગવદ ધામ જવા તૈયાર નથી. તે સમસ્યા છે. તો કેમ આ સમસ્યા છે? કારણકે માનવ સમાજ અરાજકતામાં છે. અંધાધૂંધ સ્થિતિ. ચાર વર્ગનું વિભાજન હોવું જ જોઈએ. એક વર્ગ હોવો જોઈએ બ્રાહ્મણ, બુદ્ધિશાળી માણસોનો વર્ગ. અને એક હોવો જોઈએ ક્ષત્રિય, એક વર્ગ, શાસકો. કારણકે મનુષ્ય સમાજ, તેઓને પરામર્શ કરવા માટે સારા બુદ્ધિશાળી લોકોની જરૂર છે, સારા શાસકો, સારા ઉત્પાદકો અને સારા કાર્યકરો. તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના વિભાગો છે. તેથી કૃષ્ણ કહે છે: ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ (ભ.ગી. ૪.૧૩). મનુષ્ય જીવનમાં સારી સુવિધાઓ રાખવા માટે, ચાર વર્ગો હોવા જ જોઈએ. જો તમે કહો કે ના, "અમને બ્રાહ્મણોની જરૂર નથી." જો તમને બ્રાહ્મણની આવશ્યકતા નથી, તો તમે સહન કરશો.

જેમ કે તમારે આ શરીર છે. અને જો તમે વિચારો કે "શરીરનો આ ભાગ બહુ ખર્ચાળ છે, હમેશા ખાય છે. તેને કાપી નાખો." તો તમે મૃત થઈ જશો. તેવી જ રીતે, તમારા શરીરને ફક્ત સારી અવસ્થામાં રાખો, જીવતી અવસ્થામાં, તમારે માથું હોવું જોઈએ, તમારે હાથ હોવા જોઈએ, તમારે પેટ હોવું જોઈએ, તમારે પગ હોવા જોઈએ. તમે એવું ના કહી શકો કે "હું શરીરના આ ભાગની અવગણના કરી શકું છું." ના. તેવી જ રીતે, ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ (ભ.ગી. ૪.૧૩). સમાજના ચાર વિભાગ હોવા જ જોઈએ, નહીં તો તે અંધાધૂંધી થઈ જશે અથવા મૃત શરીર.

તો વર્તમાન સમયમાં, મુશ્કેલી છે કે કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ક્ષત્રિય નથી. ફક્ત વૈશ્યો અને શુદ્રો છે. પેટ, વૈશ્ય મતલબ પેટ અને શુદ્ર મતલબ પગ. તો જો, ચાર વર્ગોમાથી, એક ની જરૂર છે, તો સમાજ અંધાધૂંધીમાં જ હશે. ચારેય હોવા જ જોઈએ. જોકે સરખામણીમાં, માથું શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. છતાં તમે પગની પણ અવગણના ના કરી શકો. તે સહકારી સંગઠન છે.

તો આપણે સાથ આપવો પડશે. તેનો વાંધો નથી. એક બહુ બુદ્ધિશાળી છે. એક ઓછું બુદ્ધિશાળી છે. એક ઓછું બુદ્ધિશાળી છે. ચાર વર્ગો છે. સૌથી બુદ્ધિશાળી વર્ગ છે માથું, મગજ. અને તેના પછીનો બુદ્ધિશાળી વર્ગ છે શાસક, સરકાર. પછીનો બુદ્ધિશાળી વર્ગ છે, ઉદ્યોગપતિઓ, વેપારીઓ. તેના પછીનો બુદ્ધિશાળી વર્ગ છે કામદાર. બધાની જરૂર છે. પણ વર્તમાન સમયમાં, ફક્ત વેપારી ઉદ્યોગપતિ છે અને કામદાર છે. કોઈ બુદ્ધિ નથી. કેવી રીતે સમાજ ચલાવવો? કેવી રીતે ઉત્તમ માનવ સમાજ બનાવવો, કેવી રીતે માનવ સમાજનું કાર્ય પૂરું કરવું, આ વસ્તુઓ માટે, કોઈ બુદ્ધિ નથી.