GU/Prabhupada 0982 - જેવી આપણને એક ગાડી મળે છે, ગમે તેટલી ખરાબ કેમ ના હોય, આપણે વિચારીએ છીએ કે તે બહુ સારી છે



720905 - Lecture SB 01.02.06 - New Vrindaban, USA

તો ભાગવત કહે છે કે યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે, હું આ શરીર નથી. આ એક યંત્ર છે. જેમ કે આપણે ગાડીમાં બેસીએ છીએ, ગાડી ચલાવીએ છીએ. હું તે ગાડી નથી. તેવી જ રીતે, આ યંત્ર છે, ગાડી, યાંત્રિક ગાડી. કૃષ્ણ અથવા ભગવાને મને આ ગાડી આપી છે, મારે જોઈતી હતી. તે ભગવદ ગીતામાં કહ્યું છે, ઈશ્વર સર્વ ભૂતનામ હ્રદેષુ અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧). "મારા વ્હાલા અર્જુન, પરમાત્મા તરીકે ભગવાન દરેકના હ્રદયમાં સ્થિત છે." ભ્રામયન સર્વ ભૂતાની યંત્રારૂઢાની માયયા (ભ.ગી. ૧૮.૬૧). "અને તેઓ જીવનને અવસર આપે છે યાત્રા કરવાનો," સર્વ ભૂતાની, "સમસ્ત બ્રહ્માણ્ડમાં." યંત્રારૂઢાની માયયા, એક ગાડીમાં સવારી કરીને, ભૌતિક પ્રકૃતિએ આપેલી ગાડીની સવારી. તો આપણી વાસ્તવિક સ્થિતિ છે કે હું આત્મા છું, મને આ સરસ ગાડી આપવામાં આવી છે - તે સરસ ગાડી નથી, પણ જેવી આપણને એક ગાડી મળે છે, ગમે તેટલી ખરાબ કેમ ના હોય, આપણે વિચારીએ છીએ કે તે બહુ સારી છે, (હાસ્ય) અને તે ગાડી સાથે સંબંધ બાંધી દઈએ છીએ. "મારી પાસે આ ગાડી છે, મારી પાસે તે ગાડી છે." વ્યક્તિ ભૂલી જાય છે... જો કોઈ બહુ મોંઘી ગાડી ચલાવે, તો તે ભૂલી જાય છે કે તે ગરીબ માણસ છે. તે વિચારે છે કે "હું આ ગાડી છું." આ ઓળખ છે.

તો યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે સ્વધિ: કલત્રાદીષુ ભૌમ ઇજ્ય ધિ: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). જે પોતાને શરીર તરીકે વિચારે છે, અને શારીરિક સંબંધો, સ્વધિ:., "તેઓ મારા પોતાના છે. મારો ભાઈ, મારૂ કુટુંબ, મારૂ રાષ્ટ્ર, મારો સંપ્રદાય, મારો સમાજ," ઘણું બધુ, મારૂ, હું અને મારૂ. "હું"ની આ શરીર તરીકે અને "મારૂ"ની આ શરીરના સંબંધે ગેરસમજ. યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે સ્વધિ: કલત્રાદીષુ ભૌમ ઇજ્ય ધિ: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). ભૌમ ઇજ્ય ધિ:, ભૂમિ, ભૂમિ મતલબ જમીન. ઈજય ધિ:, ઇજ્ય મતલબ પુજા યોગ્ય. તો વર્તમાન સમયમાં તે બહુ પાકો ખ્યાલ છે કે "હું આ શરીર છું," અને "હું અમેરિકન છું," અને "હું ભારતીય છું," "હું યુરોપીયન છું," "હું હિન્દુ છું," "હું મુસ્લિમ છું," "હું બ્રાહ્મણ છું," "હું ક્ષત્રિય છું," "હું શુદ્ર છું," "હું આ છું, તે છું..." ઘણું બધુ. આ બહુ પ્રબળ છે અને ભૌમ ઈજય ધિ:, કે કારણકે હું એક ચોક્કસ પ્રકારના શરીર સાથે સંબંધ બાંધું છું, અને જ્યાથી આ શરીર આવ્યું છે, તે જમીન પૂજાયોગ્ય છે. તે રાષ્ટ્રવાદ છે. તો યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે સ્વધિ: કલત્રાદીષુ ભૌમ ઇજ્ય ધિ: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩), યત તીર્થ બુદ્ધિ: સલીલે, અને તીર્થ, પવિત્ર તીર્થ ધામ.

આપણે જઈએ છીએ, નદીમાં સ્નાન લઈએ છીએ, જેમ કે ખ્રિસ્તીઓ, તેઓ જોર્ડન નદીમાં સ્નાન લે છે, અથવા હિન્દુઓ, તેઓ હરિદ્વાર જાય છે, ગંગામાં સ્નાન લે છે, અથવા વૃંદાવન, તેઓ સ્નાન લે છે. પણ તેઓ વિચારે છે કે તે પાણીમાં સ્નાન લેવાથી, તેમનું કાર્ય સમાપ્ત થઈ ગયું. ના. ખરેખર કાર્ય છે કે આવા તીર્થ સ્થળોએ જવું, પવિત્ર સ્થળોએ, આધ્યાત્મિક વિકાસ શોધવા, અનુભવવા. કારણકે ઘણા આધ્યાત્મિક ઉન્નત માણસો, ત્યાં રહે છે. તેથી વ્યક્તિએ આવા સ્થળોએ જવું જોઈએ અને અનુભવી આધ્યાત્મિકવાદી શોધવો જોઈએ, અને તેમની પાસેથી શિક્ષા લેવી જોઈએ. તે તીર્થ સ્થળની વાસ્તવિક યાત્રા છે. એવું નહીં કે ફક્ત જવું અને સ્નાન લેવું અને કાર્ય સમાપ્ત. ના. તો

યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે
સ્વધિ: કલત્રાદીષુ ભૌમ ઇજ્ય ધિ:
યત તીર્થ બુદ્ધિ: સલીલે ન કરહિચિદ
જનેષુ અભિજ્ઞેષુ...
(શ્રી.ભા. ૧૦.૮૪.૧૩)

અભિજ્ઞે, તે વ્યક્તિ કે જે જાણે છે. (અસ્પષ્ટ) આપણે તેવા વ્યક્તિનો સંપર્ક કરવો જોઈએ કે જે બહુ સ્પષ્ટ જાણે છે, અભિજ્ઞ. કૃષ્ણ અભિજ્ઞ છે, સ્વરાટ. તો તેવી જ રીતે, કૃષ્ણના પ્રતિનિધિ પણ અભિજ્ઞ છે, સ્વાભાવિક રીતે. જો કોઈ કૃષ્ણ સાથે સંગ કરે, કૃષ્ણ સાથે વાતો કરે, તે ખૂબ જ અભિજ્ઞ હોવો જોઈએ, બહુ વિદ્વાન, કારણકે તે કૃષ્ણ પાસેથી શિક્ષા લે છે. તેથી.... કૃષ્ણનું જ્ઞાન પૂર્ણ છે, કારણકે તે કૃષ્ણ પાસેથી જ્ઞાન લે છે, તેનું જ્ઞાન પણ પૂર્ણ છે. અભિજ્ઞ. અને કૃષ્ણ વાતો કરે છે. એવું નથી કે તે કાલ્પનિક છે, ના. કૃષ્ણ - મે પહેલાજ કહ્યું છે - કે કૃષ્ણ દરેકના હ્રદયમાં સ્થિત છે અને તે વિશ્વસનીય વ્યક્તિ જોડે વાતો કરે છે. જેમ કે એક મોટો માણસ, તે કોઈક વિશ્વસનીય વ્યક્તિ સાથે વાત કરે છે, તે તેનો સમય બકવાસ વાતો કરવામાં વ્યર્થ નથી કરતો. તેઓ વાતો કરે છે, તે હકીકત છે, પણ તે બકવાસ વાતો નથી કરતાં, તેઓ વિશ્વસનીય પ્રતિનિધિ જોડે વાતો કરે છે. કેવી રીતે તે સાચું છે? તે ભગવદ ગીતમાં કહ્યું છે, તેષામ સતત યુક્તાનામ (ભ.ગી. ૧૦.૧૦), જે વિશ્વસનીય પ્રતિનિધિ છે.