GU/Prabhupada 0983 - ભૌતિકતાવાદી વ્યક્તિઓ, તેઓ તેમની ઇન્દ્રિયોને નિયંત્રિત નથી કરી શકતા



720905 - Lecture SB 01.02.06 - New Vrindaban, USA

તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ, બુદ્ધિયોગમ દદામી તમ (ભ.ગી. ૧૦.૧૦). કૃષ્ણ કહે છે કે "હું તેમને બુદ્ધિ આપું છું." કોને? સતત યુક્તાનામ, જેઓ ચોવીસ કલાક વ્યસ્ત છે. કેવી રીતે વ્યસ્ત છે? ભજતામ, ભજન, જેઓ ભક્તિમય સેવામાં વ્યસ્ત છે. કેવા પ્રકારની ભક્તિમય સેવા? પ્રીતિપૂર્વકમ, પ્રેમ અને સ્નેહ સાથે. જે ભગવાનની પ્રેમ અને સ્નેહ સભર ભક્તિમય સેવામાં જોડાયેલો છે. પ્રેમનું લક્ષણ શું છે? લક્ષણ, મુખ્ય લક્ષણ, પ્રેમનું સૌથી મહત્વપૂર્ણ લક્ષણ, તે છે કે ભક્ત ભગવાનનું નામ, કિર્તિ, વગેરે સર્વત્ર ફેલાવવા ઈચ્છે છે. તેને જોઈએ છીએ કે "મારા ભગવાનનું નામ બધે ફેલાય." આ પ્રેમ છે. જો હું કોઈને પ્રેમ કરું, હું ઈચ્છું કે તેનો યશ સમસ્ત દુનિયામાં ફેલાય. અને કૃષ્ણ પણ કહે છે ભગવદ ગીતામાં, ન ચ તસ્માત મનુષ્યેષુ કશ્ચિત મે પ્રિયકૃત્તમ, જે તેમની મહિમાનો પ્રચાર કરે છે, તે વ્યક્તિ કરતાં કોઈ વધુ પ્રિય નથી.

બધુ ભગવદ ગીતામાં છે, તમે કેવી રીતે પ્રેમ કરી શકો, પ્રેમના લક્ષણ શું છે, કેવી રીતે તમે ભગવાનને પ્રસન્ન કરી શકો, કેવી રીતે તેઓ તમારી સાથે વાત કરી શકે, બધુ જ છે. પણ તમારે લાભ લેવો પડે. આપણે ભગવદ ગીતા વાંચીએ છીએ, પણ ભગવદ ગીતા વાંચીને હું એક નેતા બનું છું. તો તે ભગવદ ગીતાનું કયા પ્રકારનું વાંચન છે? નેતા છે, બેશક, પણ વાસ્તવિક હેતુ ભગવદ ગીતાને વાંચવાનો છે કૃષ્ણને જાણવા. જો કોઈ કૃષ્ણને જાણે છે, તે બધુ જ જાણે છે. તે રાજનીતિ જાણે છે, તે અર્થશાસ્ત્ર જાણે છે, તે વિજ્ઞાન જાણે છે, તે તત્વજ્ઞાન જાણે છે, તે ધર્મ જાણે છે, તે સમાજવિદ્યા જાણે છે, બધુ જ. તસ્મિન વિજ્ઞાતે સર્વમ એતમ વિજ્ઞાતમ ભવન્તિ, તે વેદિક આજ્ઞા છે. જો તમે ફક્ત ભગવાન, કૃષ્ણ,ને સમજશો, તો બધુ તમારી સામે પ્રકટ થશે કારણકે કૃષ્ણ કહે છે બુદ્ધિયોગમ દદામી તમ. જો કૃષ્ણ તમને અંદરથી બુદ્ધિ આપે, તો તેમનાથી ઉત્કૃષ્ટ કોણ હોઈ શકે? કોઈ તેમનાથી ઉત્કૃષ્ટ ના હોઈ શકે. પણ કૃષ્ણ તમને બુદ્ધિ આપે છે જો તમે એક ભક્ત બનો તો, અથવા કૃષ્ણપ્રેમી. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ, બુદ્ધિયોગમ દદામી તમ (ભ.ગી. ૧૦.૧૦). અને તે બુદ્ધિયોગ શું છે, બુદ્ધિયોગનું મહત્વ શું છે? તે બુદ્ધિયોગ અથવા ભક્તિયોગ, મહત્વ છે યેન મામ ઉપયાન્તિ તે. આવો બુદ્ધિયોગ, આવી બુદ્ધિ તેને ભગવદ ધામ લઈ જશે. એવું નથી કે આવી બુદ્ધિથી તે નર્કમાં જશે. તે ભૌતિક બુદ્ધિ છે.

અદાન્ત ગોભિર વિષતામ તમિશ્રમ (શ્રી.ભા. ૭.૫.૩૦). બધાની ભાગવતમમાં ચર્ચા કરી છે. ભૌતિક વ્યક્તિ માટે, અદાન્ત ગોભિ. અદાન્ત મતલબ અનિયંત્રિત. ગો મતલબ ઇન્દ્રિય. ભૌતિક વ્યક્તિઓ, તેઓ તેમની ઇન્દ્રિયોને નિયંત્રિત નથી કરી શકતા. તે ઇંદ્રિયોના સેવક છે, ગોદાસ. ગો મતલબ ઇન્દ્રિય, અને દાસ મતલબ સેવક. તો જ્યારે તમે ઇન્દ્રિયસંયમના સ્તર પર આવો છો, ત્યારે તમે ગોસ્વામી બનો છો. તે ગોસ્વામી છે. ગોસ્વામી મતલબ ઇન્દ્રિય નિયંત્રણ, જેણે પૂર્ણ રીતે ઇન્દ્રિયો પર કાબૂ મેળવ્યો છે. સ્વામી અથવા ગોસ્વામી. સ્વામીનો અર્થ પણ તે જ છે, અને ગોસ્વામીનો અર્થ પણ તે જ છે. સામાન્ય રીતે અદાન્ત ગોભિર વિષતામ તમિશ્રમ. બેકાબૂ ઇન્દ્રિયો, તે ચાલી રહ્યું છે. એવું નથી કે કૃષ્ણ તે મોકલી રહ્યા છે. તેઓ વ્યક્તિનો માર્ગ સ્પષ્ટ બનાવે છે, ક્યાતો ભગવદ ધામ, અથવા નીચે પતિત થાઓ સૌથી અંધકારમય નર્કમાં. બે વસ્તુઓ છે, અને તે અવસર છે મનુષ્ય જીવનમાં. તમે પસંદ કરી શકો. કૃષ્ણ, જેમ તેમણે અર્જુનને પૂછ્યું કે, "શું તારો ભ્રમ દૂર થઈ ગયો છે."