GU/Prabhupada 0985 - મનુષ્ય જીવન ખાસ કરીને નિરપેક્ષ સત્ય માટે જિજ્ઞાસા કરવા માટે છે



720905 - Lecture SB 01.02.07 - New Vrindaban, USA

હવે આ જીવન, આ મનુષ્ય જીવન, ખાસ કરીને નિરપેક્ષ સત્ય માટે જિજ્ઞાસા કરવા માટે છે. પશુ જીવનમાં આપણે ના કરી શકીએ. મોટા, મોટા પશુઓ, વાઘો અને સિંહો અને હાથીઓ, અને મોટા, મોટા વૃક્ષો પણ, તેઓ પણ જીવ છે. મહાસાગરની અંદર મોટી, મોટી વ્હેલ માછલી, ખૂબ વિશાળ. મોટા, મોટા પર્વતો, પર્વતો, તેમને પણ જીવન છે. પણ તેઓ ભગવાન વિષે પૃચ્છા ના કરી શકે, તે શક્ય નથી. તો તમે ભગવાન વિષે ફક્ત મનુષ્ય જીવનમાં જ જિજ્ઞાસા કરી શકો, બસ તેટલું જ. તેથી કોઈ પણ સભ્ય સમાજ, જ્યાં ભગવાન વિષે જિજ્ઞાસા છે, તેને ધર્મ કહેવાય છે. કોઈ, માત્રામાં અલગ હોઈ શકે છે. જેમ કે ભારતમાં, તેઓ પણ પૃચ્છા કરે છે. હવે નહીં, વર્તમાન સમયમાં નહીં. તેઓએ છોડી દીધું છે. પણ સેંકડો અને હજારો વર્ષો પહેલા. હજારો નહીં. બસો વર્ષા પહેલા પણ, ભારત ભગવાન માટે પૃચ્છા કરવા ખૂબ જિજ્ઞાસુ હતું. એક ચાઇનિઝ સજ્જન પણ, તેમને એક પુસ્તક લખી છે, તત્વજ્ઞાન ઉપર, તેની ભલામણ કરવામાં આવે છે - હું પુસ્તકનું નામ, શીર્ષક ભૂલી ગયો - તેનો ન્યુયોર્ક યુનિવર્સિટીના ધાર્મિક વર્ગમાં અભ્યાસ કરવામાં આવે છે. તે પુસ્તકમાં તેમણે લખ્યું છે કે જો તમારે ભગવાન વિષે જાણવું હોય, તમારે ધર્મ વિષે જાણવું હૂય, તો તમારે ભારત જવું જ પડે. હા, તે હકીકત છે. કારણકે બીજા કોઈ દેશમાં, મહાન ઋષિઓ અને સાધુ વ્યક્તિઓએ ભગવાનને સમજવા માટે આટલા ગંભીર રીતે પોતાને જોડ્યા નથી. તેથી વેદાંત સૂત્ર છે.

તો આપણે જાણવું જોઈએ કે ભગવાન એક છે. ભગવાન અલગ અલગ નથી. ભગવનમાં કોઈ પ્રતિસ્પર્ધા ના હોઈ શકે. મત્ત: પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય (ભ.ગી. ૭.૭). ભગવાન કરતાં વિશેષ કોઈ સત્ય ના હોઈ શકે. તેથી ભગવાનને મહાન કહેવામા આવે છે. ભગવાનને નિરપેક્ષ કહેવામા આવે છે. તો ધર્મ મતલબ, પ્રથમ વર્ગનો ધર્મ મતલબ, કેવી રીતે અનુયાયીઓએ ભગવાનની સમજ વિકસિત કરી છે. તે પ્રથમ વર્ગનો ધર્મ છે. એવું નહીં કે કેટલા પશુઓની બલી આપણે આપી શકીએ કે કેટલી વાર આપણે... કેટલા બધા કર્મકાંડ અને કેટલી બધી અલગ વસ્તુઓ છે દરેક ધર્મમાં. પણ, આપણે પરિણામ પરથી કસોટી કરવી જોઈએ, ફલેન પરિચિયતે. બધુજ... જેમકે આપણે આટલો બધો અભ્યાસ કર્યો છે, એક વૈજ્ઞાનિક માણસ, પણ પરીક્ષા છે. જો કોઈ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય, તો તે સમજવું કે તેણે અભ્યાસ સારી રીતે કર્યો છે. તે આપણું સામાન્ય જ્ઞાન છે. શાળાઓ, કોલેજોમાં, બધેજ. જો હું પરીક્ષામાં ઉત્તીર્ણ ના થાઉં અને હું મારી જાહેરાત કરું, "ઓહ, મે આ અભ્યાસ કર્યો છે, મે તે અભ્યાસ કર્યો છે," તો તેનું મૂલ્ય શું છે? ધારોકે એક માણસ વ્યવસાય કરે છે. તો જો આપણે જોઈએ કે વ્યવસાય કરીને, તેણે કઈક ધન ભેગું કર્યું છે, તે ધની બન્યો છે, તો આપણે સમજી શકીએ કે તે સફળ વેપારી છે. પણ જો, જો તે ગરીબ માણસ છે, અને તે કહે, "મે આ કર્યું છે, મે તે કર્યું છે, મે તે કર્યું છે," તમે કહી શકો પણ અમારે તો પરિણામથી જાણવું છે. ફલેન પરિચિયતે. તે સંસ્કૃત આવૃત્તિ છે. પણ જો તમે પરિણામથી સમજો, ફલેન, તમારી પાસે શું પરિણામ છે. તમારા પરીક્ષાપત્ર નું શું મૂલ્ય છે, તમારે કેટલા માર્ક્સ આવ્યા? તેવી જ રીતે આપણે આપણી જાતને ખૂબ ધાર્મિક, મહાન ધાર્મિક હોવાની ઘોષણા કરી શકીએ છીએ, મહાન ધર્મના અનુયાયી, પણ તે શું છે? શું છે...? તમે તમારી ભગવાન ભાવના કેટલી વિકસિત કરી છે, કેટલું તમે ભગવાનને પ્રેમ કરવાનું શીખ્યા છો.