GU/Prabhupada 1004 - બિલાડીઓ અને કુતરાઓની જેમ કામ કરવું અને મરવું. તે બુદ્ધિ નથી



750713 - Conversation B - Philadelphia

સેંડી નિકસોન: કૃષ્ણ ભાવનામૃત પ્રાપ્ત કરવાની પદ્ધતિઓ શું છે? કેવી રીતે કોઈ વ્યક્તિ...

પ્રભુપાદ: હા, કૃષ્ણ ભાવનામૃતથી તમે જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરો છો. વર્તમાન સ્થિતિમાં આપણે એક શરીર સ્વીકારીએ છીએ, અને આપણે થોડા દિવસો પછી મરી જઈએ છીએ, પછી બીજું શરીર સ્વીકારીએ છીએ. અને તે શરીર તમારી સુવિધા અનુસાર. ૮૪,૦૦,૦૦૦ વિભિન્ન પ્રકારના શરીરો છે. તમે તેમાથી કોઈ પણ એક મેળવી શકો છો. તમારે એક શરીર મેળવવું જ પડશે. તેને આત્માનું સ્થાનાંતરણ કહેવાય છે. તો જો વ્યક્તિ આ ચેતનામાં છે કે "હું શાશ્વત છું. શા માટે હું શરીર બદલું છું? કેવી રીતે તેનો ઉકેલ લાવવો?" તે બુદ્ધિ છે. અને નહીં કે બિલાડીઓ અને કુતરાઓની જેમ કામ કરવું અને મરવું. તે બુદ્ધિ નથી. જે વ્યક્તિ આ સમસ્યાનું સમાધાન કરે છે, તે બુદ્ધિશાળી છે. તો તેથી આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન જીવનની બધી જ સમસ્યાઓનો અંતિમ ઉકેલ છે.

સેંડી નિકસોન: કૃષ્ણ ભાવનામૃતના માર્ગમાં વ્યક્તિમાં કયા પરિવર્તનો આવે છે?

પ્રભુપાદ: કોઈ પરીવર્તન નહીં. ચેતના ત્યાં છે જ. અત્યારે તે બધી કચરો વસ્તુઓથી ભરેલી છે. તમારે આને સ્વચ્છ કરવું પડે, અને પછી કૃષ્ણ ભાવનામૃત... જેમ કે પાણી. પાણી, સ્વભાવથી, સ્વચ્છ, પારદર્શક, છે. પણ જ્યારે તે કચરો વસ્તુઓથી ભરાઈ જાય છે, તે ડહોળું થઈ જાય છે; તમે સ્પષ્ટપણે જોઈ નથી શકતા. પણ જો તમે તેને ગાળો, બધી ગંદી વસ્તુઓ, તો ફરીથી તે તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે - સ્વચ્છ, પારદર્શક પાણી.

સેંડી નિકસોન: કૃષ્ણ ભાવનામૃતમાં આવવાને કારણે શું વ્યક્તિ સમાજમાં વધુ સારું કાર્ય કરે છે?

પ્રભુપાદ: હમ્મ?

ગુરૂદાસ: શું કૃષ્ણ ભાવનાભાવિત બન્યા પછી વ્યક્તિ સમાજમાં વધુ સારું કાર્ય કરે છે?

પ્રભુપાદ: તેનો અર્થ શું છે?

રવિન્દ્ર સ્વરૂપ: શું તે વધુ સારો નાગરિક છે?

સેંડી નિકસોન: અને સામાજિક રીતે પણ.. શું તે સમાજમાં વધુ સારું કાર્ય કરી શકે?

પ્રભુપાદ: તે તમે વ્યાવહારિક રીતે જોઈ શકો છો. તેઓ દારૂડિયા નથી, તેઓ માંસાહારી નથી. શારીરિક વિજ્ઞાનની દ્રષ્ટિએ, તેઓ બહુ જ સ્વચ્છ છે. તે લોકોને ક્યારેય બહુ બધા રોગો નથી થતાં. પછી તેઓ માંસ નથી ખાતા, મતલબ તે સૌથી પાપમય છે, જીભના સંતોષ માટે બીજાને મારવું. ભગવાને મનુષ્ય સમાજને ઘણી બધી વસ્તુઓ આપી છે ખાવા માટે: સરસ ફળો, સરસ ફૂલો, સરસ ધાન્ય, પ્રથમ વર્ગનું દૂધ. અને દૂધમાથી તમે સેંકડો પૌષ્ટિક વાનગીઓ બનાવી શકો છો. પણ તેઓ કળા નથી જાણતા. તેઓ મોટા, મોટા કતલખાના જાળવે છે અને માંસ ખાય છે. કોઈ ભેદ નથી. તેનો મતલબ તેઓ સભ્ય પણ નથી. જ્યારે માણસ સભ્ય નથી, તે એક પ્રાણીને મારે છે અને ખાય છે, કારણકે તે જાણતો નથી કે કેવી રીતે અન્ન ઉગાડવું. જેમ કે અમને એક ખેતર છે, ન્યુ વૃંદાવનમાં. તો અમે દૂધમાથી પ્રથમ વર્ગની વાનગીઓ બનાવીએ છીએ, પાડોશીઓ આવે છે, તેઓ ચકિત છે કે દૂધમાથી આટલી સરસ વાનગી બની શકે, સેંકડો.

તો તેનો મતલબ તેઓ સભ્ય પણ નથી, કેવી રીતે દૂધમાથી પૌષ્ટિક વાનગીઓ બનાવવી. દૂધ... સ્વીકારીએ છીએ કે ગાયનું માંસ અને રક્ત બહુ જ પૌષ્ટિક હોય છે... તે અમે પણ સ્વીકારીએ છીએ, પણ એક સભ્ય માણસ રક્ત અને માંસનો અલગ રીતે ઉપયોગ કરે છે. દૂધ બીજું કશું નહીં પણ લોહી જ છે. પણ તે દૂધમાં રૂપાંતરિત થયું છે. અને ફરીથી, દૂધમાથી તમે ઘણી બધી વસ્તુઓ બનાવી શકો છો. તમે દહી બનાવો, તમે ઘી બનાવો, ઘણી બધી વસ્તુઓ. અમે આ દૂધની બનાવટોનું મિશ્રણ અન્ન સાથે, ફળો અને શાકભાજી સાથે, તમે એવી જ સેંકડો વાનગીઓ બનાવો. તો આ સભ્ય જીવન છે, એવું નહીં કે સીધું એક પ્રાણીને મારો અને ખાઓ. તે અસભ્ય જીવન છે. તમે લો - સ્વીકારીને કે ગાયનું માંસ અને લોહી બહુ પૌષ્ટિક છે - તમે તેને સભ્ય રીતે લો. તમારે હત્યા શા માટે કરવી જોઈએ? તે નિર્દોષ પ્રાણી છે. તે ફક્ત ભગવાન દ્વારા અપાયેલું ઘાસ ખાય છે અને દૂધ પૂરું પાડે છે. અને તે દૂધમાથી તમે જીવી શકો છો. અને આભાર છે કે તેનું ગળું કાપો? શું તે સંસ્કૃતિ છે? તમે શું કહો છો?

જયતિર્થ: શું તે સંસ્કૃતિ છે?

સેંડી નિકસોન: ના, હું તમારી સાથે સો ટકા સહમત છું. હું ઈચ્છું છું કે મારી જગ્યાએ, તમે આ વસ્તુઓ કહો. હું તમને પ્રશ્નો પૂછું છું કારણકે આશા રાખીએ કે મારા કશું વર્ણન કર્યા વગર, ફક્ત નાના પ્રશ્નો...

પ્રભુપાદ: તો આ વસ્તુઓ જીવનની અસભ્ય રીત છે, અને તે લોકો ભગવાન વિશે શું સમજશે? તે શક્ય નથી.

સેંડી નિકસોન: હું આ પ્રશ્નો બીજા લોકો માટે પૂછું છું, અવશ્ય, એક ક્ષેત્ર જે કૃષ્ણ ભાવનામૃત નથી સમજતું.

પ્રભુપાદ: ભગવાનને સમજવું મતલબ વ્યક્તિએ પ્રથમ વર્ગના સભ્ય માણસ બનવું જ જોઈએ. જેમ કે યુનિવર્સિટી પ્રથમ વર્ગના વિદ્યાર્થી માટે છે, તેવી જ રીતે, ભગવદ ભાવનામૃત મતલબ પ્રથમ વર્ગના મનુષ્ય માટે છે.