GU/Prabhupada 1041 - ફક્ત લક્ષણોની સારવાર કરીને તમે માણસને સ્વસ્થ ના બનાવી શકો



751001 - Lecture Arrival - Mauritius

આખું જગત જીવનના શારીરિક ખ્યાલ પર છે, મોટા, મોટા દેશો પણ. જેમ કે તમારા પ્રધાન મંત્રી યુનાઇટેડ નેશન (સંયુક્ત રાષ્ટ્ર) ગયા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઘણા મોટા, મોટા માણસો છે. તેઓ બોલશે, અને તેઓ છેલ્લા ત્રીસ વર્ષોથી બોલી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની રચના થઈ છે, પણ તેઓ જીવનની સમસ્યાઓનું કોઈ સમાધાન નથી લાવી શક્યા, કારણકે તેઓ મૂળ સિદ્ધાંત ચૂકી રહ્યા છે; તેઓ જાણતા નથી. તેમાનો દરેક વ્યક્તિ શારીરિક સ્તર પર વિચારી રહ્યો છે: "હું ભારતીય છું," "હું અમેરિકન છું," "હું જર્મન છું," અને "હું અંગ્રેજ છું," તેવી રીતે. તેથી કોઈ ઉકેલ નથી, કારણકે મૂળ સિદ્ધાંત ખોટો છે. જ્યાં સુધી આપણે સમજીએ નહીં કે શરીરના સક્રિય સિદ્ધાંતમાં ખોટું શું છે, સમસ્યાઓ ઉકેલાઈ શકે નહીં. જેમ કે જો તમે રોગનું નિદાન ના કરો, ફક્ત લક્ષણોની સારવાર કરીને તમે માણસને સ્વસ્થ ના બનાવી શકો. તે શક્ય નથી.

તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન જીવનના શારીરિક ખ્યાલ પર નથી. તે આંદોલન છે જે આત્માના સિદ્ધાંત પર આધારિત છે. આત્મા શું છે, આત્માની જરૂરિયાત શું છે, કેવી રીતે આત્મા શાંત, સુખી બની શકે. પછી બધુ બરાબર હશે.