GU/Prabhupada 1042 - હું તમારા મોરિશિયસમાં જોઉ છું, તમારી પાસે પૂરતી જમીન છે અન્ન ઉત્પાદન કરવા માટે



751002 - Lecture SB 07.05.30 - Mauritius

તો આ વસ્તુઓની નોંધ લેવાની છે, કેવી રીતે તે લોકો પાપમાં પ્રવૃત્ત છે. અને ઉપાય ભગવદ ગીતામાં આપેલો છે, કે "અન્ન ઉત્પન્ન કરો." અન્નાદ ભવન્તિ ભૂતાની (ભ.ગી. ૩.૧૪). તો હું તમારા મોરિશિયસમાં જોઉ છું, તમારી પાસે પૂરતી જમીન છે અન્ન ઉત્પાદન કરવા માટે તો તમે અન્ન ઉત્પન્ન કરો. હું સમજુ છું કે અન્ન ઉત્પન્ન કરવાને બદલે, તમે શેરડી ઉત્પાદન કરો છો નિકાસ કરવા માટે. શા માટે? અને તમે નિર્ભર છો ધાન્ય પર, ચોખા, ઘઉં, દાળ પર. શા માટે? શા માટે આ પ્રયાસ? તમે સૌ પ્રથમ તમારા પોતાના શાકભાજી ઉત્પન્ન કરો. અને જો સમય છે અને જો તમારી જનતા પાસે પર્યાપ્ત ધાન્ય છે, પછી તમે બીજા ફળો અને શાકભાજીને ઉગાડવાનો પ્રયત્ન કરો નિકાસ કરવા માટે. પ્રથમ જરૂરિયાત છે કે તમે આત્મ-નિર્ભર હોવા જોઈએ. તે ભગવાનની વ્યવસ્થા છે. દરેક જગ્યાએ પર્યાપ્ત ભૂમિ છે ધાન્ય ઉત્પાદન કરવા માટે. ફક્ત તમારા દેશમાં જ નહીં; મે આખી દુનિયામાં ભ્રમણ કર્યું છે - આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અને બીજા, અમેરીકામાં પણ, એટલી બધી જમીન ખાલી છે, કે જો આપણે ધાન્ય ઉત્પન્ન કરીએ, તો આપણે વર્તમાન સમય કરતાં દસ ગણી જનતાને અન્ન પૂરું પાડી શકીએ. અછતનો કોઈ પ્રશ્ન જ નથી. કૃષ્ણે આખી સૃષ્ટિનું સર્જન તે રીતે કર્યું છે કે બધુ જ પૂર્ણમ છે, પૂર્ણ. પૂર્ણમ ઇદમ પૂર્ણમ અદ: પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવાવશિષ્યતે (ઇશોપનિષદ આહવાન). જો આપણે ધાન્ય ઉત્પન્ન નહીં કરીએ - તમને તેની જરૂર છે - અને અને બિનજરૂરી રીતે માણસોને અછતમાં મૂકીએ છીએ, તે પાપમય છે. તે પાપમય છે.