GU/Prabhupada 1045 - હું શું કહી શકું? દરેક બકવાસ કોઈ બકવાસ કરશે. હું કેવી રીતે તે રોકી શકું?



751002 - Interview - Mauritius

પ્રશ્નકર્તા (૪): ભારતીય તત્વજ્ઞાને હમેશા શીખવાડ્યુ છે કે પ્રકાશ હમેશા ઘણા દીવાઓમાથી આવે છે. પણ તમે પ્રચાર કરો છો કે...

પ્રભુપાદ: તે શું છે?

બ્રહ્માનંદ: તેઓ કહે છે કે ભારતીય સંસ્કૃતિએ હમેશા શીખવ્યું છે કે પ્રકાશ ઘણા દીવાઓમાથી આવે છે.

પ્રશ્નકર્તા (૪): કે તમારો પ્રચાર ફક્ત ગીતામાથી આવે છે.

પ્રભુપાદ: હા. તે પરમ પ્રકાશ છે. પ્રકાશની શ્રેણીઓ હોય છે. સૂર્યપ્રકાશ છે, અને આ પ્રકાશ છે. તમે આ પ્રકાશની સૂર્યપ્રકાશ સાથે સરખામણી ના કરી શકો. (હાસ્ય) પ્રકાશ દરેક જગ્યાએથી આવે છે, પણ તેનો મતલબ એવો નથી કે સૂર્યપ્રકાશ અને આ પ્રકાશ એક જ છે.

પ્રશ્નકર્તા (૪): ના, પણ હું...

પ્રભુપાદ: સૌ પ્રથમ તમે આ સમજો. તમે પ્રકાશ વિશે પ્રશ્ન કર્યો છે. સૌ પ્રથમ સમજો કે પ્રકાશની શ્રેણીઓ હોય છે. તમે કહી ના શકો કે આ પ્રકાશ અને સૂર્યપ્રકાશ એક સમાન હોય છે.

પ્રશ્નકર્તા (૪): આનાથી, તમારો મતલબ છે કે જે લોકો પ્રકાશને સ્વીકારે છે કુરાન અથવા બાઇબલની શિક્ષાઓમાથી તે ઓછો પ્રકાશ છે...

પ્રભુપાદ: તે તમારું... તે અભ્યાસ કરવું તમારું કાર્ય છે. પણ અમે તમને ખ્યાલ આપીએ છીએ કે પ્રકાશ દરેક જગ્યાએથી આવે છે. એક ચમકતો કીડો છે. તે પ્રકાશ પણ પ્રકાશ છે, અને સૂર્યપ્રકાશ પણ પ્રકાશ છે. તમે વિચારી ના શકો કે ચમકતો કીડાનો પ્રકાશ અને સૂર્યપ્રકાશ એક સમાન છે. હવે તે તમારું કાર્ય છે જોવું કે કયો પ્રકાશ ચમકતા કીડાનો છે અને કયો પ્રકાશ સૂર્યપ્રકાશ છે. તે તમારું કાર્ય છે.

પ્રશ્નકર્તા (૬) (ભારતીય માણસ): તેના પર પર્યાપ્ત માત્રમાં દલીલ થયેલી છે, ખાસ કરીને દુનિયાના ત્રીજા દેશોમાં, કે તમારું આંદોલન અમુક, અમુક શાહી દેશોની પાંખો હેઠળ છે. શું તમે...?

બ્રહ્માનંદ: તે કહે છે કે કોઈ આરોપ છે કે આપણું આંદોલન અમુક રાજશાહી દેશોના સંબંધોના કારણે છે.

પ્રભુપાદ: તેમને બધો બકવાસ કરવા દો. હું શું કહી શકું? દરેક બકવાસ કોઈ બકવાસ કરશે. હું કેવી રીતે તે રોકી શકું? ઘણા બધા બકવાસ લોકો છે, તેથી અમે આ બધા બકવાસ લોકોને મનુષ્ય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે અમારો કાર્યક્રમ છે. જ્યાં સુધી તે એક બકવાસ રહેશે, તે બકવાસ કરતો રહેશે. હું શું કરી શકું?

પ્રશ્નકર્તા (૪): સ્વામીજી, એક વસ્તુ મારે જાણવી છે. આ શ્લોક, ક્યાંથી તમે તે લીધો છે, આ શ્લોક, લાવણ્યમ કેશધારણમ? આ શ્લોક, લાવણ્યમ કેશધારણમ.

પ્રભુપાદ: હા. તે છે શ્રીમદ ભાગવતમના બારમાં સ્કંધના ત્રીજા અધ્યાયમાં. (બાજુમાં:) તમારી પાસે બધા ભાગવત છે, બારમો સ્કંધ?

પુષ્ટ કૃષ્ણ: આપણી પાસે તે નથી.

પ્રભુપાદ: તો તમે નોંધ લઈ શકો છો.