GU/Prabhupada 1050 - 'તમે આ કરો અને મને ધન આપો, અને તમે સુખી બનશો' - તે ગુરુ નથી



750712 - Lecture SB 06.01.26-27 - Philadelphia

આ પરિસ્થિતી છે. ગુરુ વગર, જો તે તેની રીત અથવા જીવનની રચના કરી રહ્યો છે, તો તે મૂઢ, ધૂર્ત છે. તેથી તે કહ્યું છે, મૂઢ. તે (અજામિલ) વિચારતો હતો, "હું એટલો પ્રેમાળ પિતા છું. હું મારા પુત્ર, નાના પુત્ર, ની કાળજી રાખું છું. બધી જ રીતે - હું તેને ખવડાવું છું, હું તેને થાબડું છું, અને ઘણી બધી વસ્તુઓ હું કરું છું... હું બહુ નિષ્ઠાવાન અને બહુ પ્રામાણિક પિતા છું." પણ શાસ્ત્ર કહે છે, "અહી એક મૂઢ, ધૂર્ત છે." તમે અહી જુઓ. તે કહે છે, ભોજયન પાયયન મૂઢ: શા માટે તે મૂઢ છે? ન વેદાગતમ અંતકમ. તે જોતો નથી, જાણતો નથી, કે "મારી પાછળ, મૃત્યુ રાહ જોઈ રહી છે. તે મને લેવા આવી છે." હવે, "કેવી રીતે તમારા પુત્ર અને સમાજ અને પરિવાર અને દેશ પ્રત્યે તમારી કહેવાતી લાગણી તમને બચાવશે? અહી મૃત્યુ છે." તેનો જવાબ તે આપી ના શકે. તે ના આપી શકે કે મૃત્યુ ત્યાં જ છે.

તો આપણે તૈયાર રહેવું પડે. તે મનુષ્ય જીવન છે. આપણે હમેશા જાણવું જોઈએ કે "મારી પાછળ મૃત્યુ છે. કોઈ પણ ક્ષણે તે મારૂ ગળું પકડી શકે છે અને લઈ જઈ શકે છે." તે હકીકત છે. શું કોઈ ખાત્રી છે કે તમે સો વર્ષ જીવશો? ના. થોડી સેકંડો પછી પણ, જો તમે રસ્તા પર જાઓ, તમે તરત જ મૃત્યુને ભેટી શકો છો. હ્રદય હુમલો થઈ શકે છે. મોટર અકસ્માત થઈ શકે છે. બીજું કઈ થઈ શકે છે. તો જીવવું તે અદ્ભુત છે. મરવું અદ્ભુત નથી. કારણકે તમે મૃત્યુ માટે જ છો. જેવો તમે જન્મ લો છો, તરત જ તમારા મૃત્યુની શરૂઆત થઈ જાય છે. તરત જ. જો તમે પૂછો, "ઓહ, ક્યારે તમારું બાળક જન્મ્યુ?" તમે કહેશો, "એક અઠવાડિયું." તેનો મતલબ તે એક અઠવાડિયું મૃત્યુ પામ્યું. આપણે કહી રહ્યા છીએ કે તે એક અઠવાડિયું જીવ્યું છે, પણ વાસ્તવમાં તે એક અઠવાડિયું મૃત્યુ પામ્યું છે. તે અદ્ભુત છે, પણ છતાં તે જીવે છે, પણ તે મરી નથી ગયું. તો મૃત્યુ અદ્ભુત નથી, કારણકે તે નિશ્ચિત છે. તે આવશે - એક અઠવાડીયા પછી અથવા એક સો વર્ષ પછી. તે અદ્ભુત નથી. હ્યાં સુધી તમે જીવો છો, તે અદ્ભુત છે.

તો આપણે આ સમયનો ઉપયોગ કરવો જોઈએ જીવનની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કે આપણે વારંવાર મરી રહ્યા છીએ અને ફરીથી બીજું શરીર સ્વીકારી રહ્યા છીએ. તો કેવી રીતે તેઓ સમજાશે જ્યારે સુધી તેઓ યોગ્ય ગુરુ પાસે નહીં જાય? તેથી શાસ્ત્ર કહે છે તદ વિજ્ઞાનાર્થમ. જો તમારે જીવનની સાચી સમસ્યા જાણવી હોય અને જો તમારે કેવી રીતે કૃષ્ણ ભાવનાભાવિત બનવું તેનો પ્રકાશ જોઈતો હોય, કેવી રીતે શાશ્વત બનવું, ભગવદ ધામ જવું, તો તમારે ગુરુ પાસે જવું જ જોઈએ." અને ગુરુ કોણ છે? તે સમજાવેલું છે, બહુ જ સરળ વસ્તુ. ગુરુ ક્યારેય તેનો ખ્યાલ રચતો નથી કે "તમે આ કરો અને મને ધન આપો, અને તમે સુખી બનશો." તે ગુરુ નથી. તે ધન કમાવવાનો બીજો ધંધો છે. તો અહી તે કહ્યું છે, મૂઢ, જે પણ વ્યક્તિ ફક્ત પોતાના મૂર્ખના સ્વર્ગમાં રહે છે, તેને પોતાના ખ્યાલોનું નિર્માણ કરતો જેમ કે અજામિલ... કોઈ વ્યક્તિએ લીધું છે, 'આ મારૂ કર્તવ્ય છે," કોઈ વ્યક્તિએ... તે એક મૂર્ખ છે. તમારે તમારું કર્તવ્ય શું છે તે ગુરુ પાસેથી જ જાણવું જોઈએ. તમે રોજ ગાઓ છો, ગુરુ મુખ પદ્મ વાક્ય, ચિત્તેતે કોરિયા ઐક્ય, આર ના કોરીહો મને આશા. આ જીવન છે. આ જીવન છે. ગુરુ મુખ પદ્મ.... તમે પ્રામાણિક ગુરુનો સ્વીકાર કરો, અને જે પણ તે તમને આજ્ઞા આપે, તે કરો. પછી તમારું જીવન સફળ છે. આર ના કોરીહો મને આશા. તું ધૂર્ત, તું બીજી કોઈ ઈચ્છા ના કરીશ.