GU/Prabhupada 1075 - આપણે આપણા આ જીવનના કર્મો દ્વારા આગલા જીવનની તૈયારી કરી રહ્યા છીએ



660219-20 - Lecture BG Introduction - New York

ભગવાન કહે છે કે અંત કાલે ચ મામ એવ સ્મરણ મુક્ત્વા કલેવરમ (ભ.ગી. ૮.૫). જે વ્યક્તિ આ ભૌતિક શરીરને છોડે છે, માત્ર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણનું સ્મરણ કરીને, તેને તરતજ સત-ચિત-આનંદનું આધ્યાત્મિક શરીર પ્રાપ્ત થાય છે (બ્ર.સં. ૫.૧). આ શરીરને છોડીને બીજા શરીરને પ્રાપ્ત કરવાની વિધિ પણ વ્યવસ્થિત છે. એક વ્યક્તિ ત્યારે મરે છે જ્યારે તે નિર્ણિત થઇ ગયું છે કે આવતા જન્મમાં તેને કેવા પ્રકારનું શરીર પ્રાપ્ત થવાનું છે. પણ તે ઉંચા અધિકારીયો દ્વારા નિર્ણિત થાય છે. જેમ કે આપણી નોકરીના અનુસાર આપણને પ્રગતિ અથવા અધોગતી મળે છે. તેવી જ રીતે, આપણા કર્મો અનુસાર આપણને... આ જીવનના કર્મો, આ જીવનના કાર્યો આવતા જીવન માટે તૈયારીના પાયા છે. આપણે આપણા આ જીવનના કર્મો દ્વારા આગલા જીવનની તૈયારી કરી રહ્યા છીએ. તો જો આપણે આ જીવનમાં તૈયારી કરી શકીએ ભગવાનના ધામ જવા માટે, ત્યારે અવશ્ય, આ ભૌતિક શરીરને છોડીને... ભગવાન કહે છે કે ય: પ્રયાતિ, જે જાય છે, સ મદ-ભાવમ યાતી (ભ.ગી. ૮.૫), મદ-ભાવમ... તેને ભગવાનની જેવુ જ આધ્યાત્મિક શરીર પ્રાપ્ત થાય છે અથવા તેવી જ આધ્યાત્મિક પ્રકૃતિ. હવે, વિવિધ પ્રકારના આધ્યાત્મિકવાદીઓ છે જેમ કે પહેલા આપણે ચર્ચા કરી છે. બ્રહ્મવાદી, પરમાત્માવાદી અને ભક્તો. આધ્યાત્મિક આકાશમાં અથવા બ્રહ્મ-જ્યોતિમાં અનેક આધ્યાત્મિક ગ્રહો છે, અનંત આધ્યાત્મિક ગ્રહો, જેમ કે પહેલા આપણે ચર્ચા કરી છે. અને તે ગ્રહોની સંખ્યા આ ભૌતિક જગતની સંખ્યાથી ખૂબ વધારે છે.

આ ભૌતિક જગત એકાંશેન સ્થિતો જગત (ભ.ગી. ૧૦.૪૨). આ જગત આખી સૃષ્ટિનો એક ચોથો ભાગ છે. સૃષ્ટિનો ત્રણ-ચોથાઈનો ભાગ આધ્યાત્મિક જગત છે. અને આ ભૌતિક જગતના એક ચતુર્થ ભાગમાં આવા લાખો બ્રહ્માંડો છે જે આપણે વર્તમાન સમયે અનુભવ કરી રહ્યા છીએ. અને એક બ્રહ્માંડમાં લાખો અને અબજો ગ્રહો છે. તો આખા ભૌતિક જગતમાં લાખો અને અબજો સૂર્ય અને તારાઓ અને ચંદ્રો છે, પણ આ આખું ભૌતિક જગત આખી સૃષ્ટિનો માત્ર એક ચતુર્થ ભાગ છે. ત્રણ ચતુર્થ પ્રાકટ્ય આધ્યાત્મિક આકાશમાં છે. હવે, આ મદ-ભાવમ, જે વ્યક્તિ પરમ બ્રહ્મના અસ્તિત્વમાં લીન થવા માગે છે, તેઓ ભગવાનની બ્રહ્મ-જ્યોતિમાં લીન થાય છે. મદ-ભાવમ એટલે કે તે બ્રહ્મ-જ્યોતિ અને તેમાં સ્થિત આધ્યાત્મિક ગ્રહો પણ. અને ભક્તો, જે ભગવાનના સાન્નિધ્યનો લાભ લેવા માગે છે, તેઓ વૈકુંઠના ગ્રહોમાં પ્રવેશ કરે છે. અનંત વૈકુંઠ ગ્રહો છે, અને ભગવાન, પરમ ભગવાન શ્રી કૃષ્ણ, તેમના ચતુર્ભુજ નારાયણના વિસ્તારોમાં વિવિધ નામોથી, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, અને માધવ, ગોવિંદ... આ ચતુર્ભુજ નારાયણના અસંખ્ય નામો છે. તો તે ગ્રહ, જે પણ મદ-ભાવમ છે, તે પણ આધ્યાત્મિક પ્રકૃતિની અંતર્ગત છે. તો કોઈ પણ આધ્યાત્મવાદી જો તે જીવનના અંતિમ સમયે, જો તે બ્રહ્મ-જ્યોતિનું ચિંતન કરે છે અથવા પરમાત્માનું ધ્યાન કરે છે અથવા પરમ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે, કોઈ પણ રીતે, તે આધ્યાત્મિક આકાશમાં પ્રવેશ કરે છે. પણ માત્ર ભક્તો, જેમણે ભગવાન સાથે વ્યક્તિગત સંબંધનો અભ્યાસ કર્યો છે, તે લોકો વૈકુંઠના લોકોમાં અથવા ગોલોક વૃંદાવનના લોકમાં પ્રવિષ્ટ થાય છે. ભગવાન કહે છે, ય: પ્રયાતિ સ મદ-ભાવમ યાતિ નાસ્તિ અત્ર સંશય: (ભ.ગી. ૮.૫). તેમાં કોઈ સંશય નથી. વ્યક્તિએ સંદેહ ન કરવો જોઈએ. તે પ્રશ્ન છે.

તો તમે આખા જીવનમાં ભગવદ ગીતાને વાંચો છો, પણ જ્યારે ભગવાન એવું કઈ કહે છે જે આપણી કલ્પનાથી ભિન્ન છે, આપણે તેનો અસ્વીકાર કરીએ છીએ. તે ભગવદ-ગીતા વાંચવાની વિધિ નથી. જેમ કે અર્જુને કહ્યું કે સર્વમ એતદ ઋતમ મન્યે (ભ.ગી. ૧૦.૧૪), "તમે જે પણ કહો છો, તેના ઉપર હું વિશ્વાસ કરું છું." તેવી જ રીતે, સાંભળો, શ્રવણ કરો. ભગવાન કહે છે કે મૃત્યુના સમયે, જે કોઈ પણ તેમના વિશે વિચારે છે, ક્યાં તો બ્રહ્મ, કે પરમાત્મા કે પરમ ભગવાનના રૂપમાં, અવશ્ય તે આધ્યાત્મિક આકાશમાં પ્રવિષ્ટ થાય છે અને તેમાં કોઈ સંદેહ નથી. વ્યક્તિએ તેના પર સંદેહ ન કરવો જોઈએ. અને વિધિ છે, સામાન્ય પદ્ધતિ પણ ભગવદ ગીતામાં વર્ણિત છે, કેવી રીતે તે સંભવ છે, તે આધ્યાત્મિક જગતમાં જવું મૃત્યુના સમયે માત્ર ભગવાનનું સ્મરણ કરવાથી. કારણકે સામાન્ય પદ્ધતિ પણ વર્ણિત છે:

યમ યમ વાપી સ્મરણ ભાવમ
ત્યજતિ અંતે કલેવરમ
તમ તમ એવૈતી કૌન્તેય
સદા તદ ભાવ-ભાવિત:

(ભ.ગી. ૮.૬)