GU/Prabhupada 1076 - મૃત્યુના સમયે આપણે અહી રહી શકીએ છીએ, અથવા આપણે આધ્યાત્મિક જગત જઈ શકીએ છીએ



660219-20 - Lecture BG Introduction - New York

વિવિધ ભાવ છે. હવે, આ ભૌતિક પ્રકૃતિ પણ એક પ્રકારનો ભાવ છે, જેમ કે અમે પહેલા સમજાવેલું છે, કે આ ભૌતિક પ્રકૃતિ પણ ભગવાનની ઘણી શક્તિઓમાથી એક શક્તિનું પ્રદર્શન છે. વિષ્ણુ પુરાણમાં પરમ ભગવાનની સંપૂર્ણ શક્તિઓનો સાર આપેલો છે.

વિષ્ણુ-શક્તિ: પરા પ્રોક્તા
ક્ષેત્રજ્ઞાખ્યા તથા પર
અવિદ્યા કર્મ-સજ્ઞાન્યા
તૃતીય શક્તિર ઈશ્યતે
(ચૈ.ચ. મધ્ય ૬.૧૫૪)

બધી શક્તિઓ, શક્તિ... પરાસ્ય શક્તિર વિવીધૈવ શ્રૂયતે (ચૈ.ચ. મધ્ય ૧૩.૧૬૫, તાત્પર્ય). પરમ ભગવાનની વિવિધ શક્તિઓ છે, અસંખ્ય શક્તિઓ, જેની કલ્પના પણ આપણે ના કરી શકીએ. પણ મહાન વિદ્વાન ઋષિઓ, મુક્ત આત્માઓએ, અભ્યાસ કરેલો છે અને તેમણે સમગ્ર શક્તિઓનો સાર આપ્યો છે ત્રણ ભાગોમાં, ત્રણ મુખ્ય પ્રકારોમાં વિભાજીત કરી છે. પહેલી છે... બધી શક્તિઓ વિષ્ણુ-શક્તિ છે. બધી શક્તિ, તે ભગવાન વિષ્ણુની વિવિધ શક્તિઓ છે. હવે તે શક્તિ, પરા, દિવ્ય છે. અને ક્ષેત્રજ્ઞાખ્યા તથા પરા, અને જીવો, ક્ષેત્રજ્ઞ, તેઓ પણ તે પરા શક્તિના જુથમાં આવે છે, જેમ કે તેની પુષ્ટિ ભગવદ ગીતામાં પણ થયેલી છે. અમે પહેલા પણ સમજાવેલું છે. અને બીજી શક્તિઓ, ભૌતિક શક્તિ તૃતીય કર્મ-સંજ્ઞાન્યા છે (ચૈ.ચ. મધ્ય ૬.૧૫૪). બીજી શક્તિ તમો-ગુણમાં છે. તો તે ભૌતિક શક્તિ છે. ભૌતિક શક્તિ પણ ભગવદ (અસ્પષ્ટ). તો મૃત્યુના સમયે, આપણે ક્યાં તો આ ભૌતિક શક્તિના અંતર્ગત રહી શકીએ છીએ, અથવા આ ભૌતિક જગતમાં, અથવા આપણે આધ્યાત્મિક જગતમાં જઈ શકીએ છીએ. તે માપદંડ છે. તો ભગવદ ગીતા કહે છે,

યમ યમ વાપી સ્મરણ ભાવમ
ત્યજતિ અંતે કલેવરમ
તમ તમ એવૈતી કૌન્તેય
સદા તદ ભાવ-ભાવીતઃ
(ભ.ગી. ૮.૬)

હવે, જેવી રીતે આપણે વિચારવા માટે ટેવાયેલા છીએ, ક્યાં તો આ ભૌતિક શક્તિ વિશે અથવા આધ્યાત્મિક શક્તિ વિશે, હવે, કેવી રીતે આપણા વિચારોને અહીથી ત્યાં પહોંચાડવા? ભૌતિક શક્તિના વિચારો, કેવી રીતે તે આધ્યાત્મિક શક્તિ સુધી સ્થળાંતર થઇ શકે? તો આધ્યાત્મિક શક્તિમાં વિચાર કરવા માટે બધા વૈદિક સાહિત્યો છે. જેમ કે આ ભૌતિક શક્તિના વિચારો માટે કેટલા બધા સાહિત્યો છે - સમાચારપત્રો, પત્રિકાઓ, નવલકથાઓ, કલ્પિત સાહિત્યો અને કેટલી બધી વસ્તુઓ. સાહિત્યથી પૂર્ણ. તો આપણા વિચારો આ સાહિત્યોમાં લીન છે. તેવી જ રીતે, જો આપણે આપણી વિચારધારા આધ્યાત્મિક વાતાવરણમાં પરિવર્તિત કરવી છે, તો આપણે આપણી વાંચવાની શક્તિ વૈદિક સાહિત્યમાં પરિવર્તિત કરવી પડે. તેથી વિદ્વાન ઋષિઓએ કેટલા બધા વૈદિક સાહિત્યો, અને પુરાણોની રચના કરી છે. પુરાણો માત્ર કથાઓ નથી. તે ઐતિહાસિક નોંધ-વહી છે. ચૈતન્ય ચરિતામૃતમાં એક શ્લોક છે જે કહે છે કે: અનાદી-બહિર્મુખ જીવ કૃષ્ણ ભૂલી ગેલો, અતએવ કૃષ્ણ વેદ પુરાણ કઈલા (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૧૭). કે આ ભૂલી ગયેલા જીવો, બદ્ધ જીવો, તેઓ ભગવાન સાથેનો તેમનો સંબંધ ભૂલી ગયા છે, અને તેઓ ભૌતિક કાર્યો વિશે વિચારવામાં લીન થઈ ગયેલા છે. અને તેમની આ વિચાર શક્તિને આધ્યાત્મિક સ્તર ઉપર લઈ જવા માટે જ, કૃષ્ણ-દ્વૈપાયન વ્યાસે કેટલા બધા વૈદિક સાહીત્યોની રચના કરી છે. વૈદિક સાહિત્ય એટલે કે સૌથી પેહલા તેમણે વેદોને ચાર ભાગોમાં વિભાજીત કર્યા. પછી તેમને પુરાણો દ્વારા સમજાવ્યા. પછી સ્ત્રી, શૂદ્ર અને વૈષ્ય જેવા અસમર્થ વ્યક્તિઓ માટે તેમણે મહાભારતની રચના કરી. અને મહાભારતમાં તેમણે આ ભગવદ-ગીતાને દાખલ કરી. પછી ફરીથી તેમણે સમસ્ત વૈદિક સાહિત્યનો સાર વેદાંત સૂત્રમાં આપ્યો. અને ભવિષ્યના માર્ગદર્શન માટે વેદાંત સૂત્રની, તેમણે પોતે એક સ્વાભાવિક ટીકા લખેલી છે જેને શ્રીમદ ભાગવતમ કેહવાય છે.