GU/Prabhupada 1080 - ભગવદ ગીતાનો સાર - એક ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણ કોઈ સાંપ્રદાયિક ભગવાન નથી



660219-20 - Lecture BG Introduction - New York

ભગવદ ગીતાનો સાર - એક ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણ કોઈ સાંપ્રદાયિક ભગવાન નથી ભગવાન ભગવદ ગીતાના અંતિમ ભાગમાં ખૂબજ સ્પષ્ટ રૂપે ઘોષિત કરે છે, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયીશ્યામી મા શુચ: (ભ.ગી. ૧૮.૬૬). ભગવાન જવાબદારી લે છે. જે ભગવાનને શરણાગત થાય છે, તેઓ જવાબદારી લે છે સુરક્ષા આપવા માટે, બધા પાપોના ફળથી સુરક્ષા આપવા માટે.

મલ-નીર્મોચનમ પુંસામ
જલ સ્નાનમ દિને દિને
સક્ર્દ ગીતામૃત સ્નાનમ
સંસાર-મલ-નાશનમ
(ગીતા માહાત્મ્ય ૩)

વ્યક્તિ પોતાને સ્વચ્છ કરે છે રોજ પાણીમાં સ્નાન કરીને, પણ જે વ્યક્તિ એક વાર ભગવદ ગીતાના પવિત્ર ગંગાજળમાં સ્નાન કરે છે, તેનું અસ્વચ્છ ભૌતિક જીવન પૂર્ણ રીતે વિનષ્ટ થઇ જશે.

ગીતા સુ ગીતા કર્તવ્ય
કીમ અન્યૈ: શાસ્ત્ર-વિસ્તરૈ:
યા સ્વયમ પદ્મનાભસ્ય
મુખ પદ્માદ વિનીહ્સ્રીતા
(ગીતા માહાત્મ્ય ૪)

કારણકે ભગવદ ગીતા પરમ ભગવાન દ્વારા કહેલી છે, તેથી લોકોએ... લોકો બીજા બધા વૈદિક સાહિત્યોને કદાચ ના વાંચે. માત્ર જો તે ધ્યાનથી અને નિયમિત રૂપે ભગવદ ગીતાને શ્રવણ કરશે અને વાંચશે, ગીતા સુ ગીતા કર્તવ્યા... અને વ્યક્તિએ આ વિધિનો બધી રીતે સ્વીકાર કરવો જોઈએ. ગીતા સુ ગીતા કર્તવ્ય કીમ અન્યૈ: શાસ્ત્ર વિસ્તરૈ: કારણકે વર્તમાન યુગમાં લોકો કેટલી બધી વસ્તુઓ દ્વારા શરમિંદા છે, કે તેમનું ધ્યાન વૈદિક સાહિત્ય તરફ વાળવું લગભગ અશક્ય છે. આ એક સાહિત્ય તે કરી દેશે કારણકે તે બધા વૈદિક સાહીત્યોનો સાર છે, અને વિશેષ કરીને પરમ ભગવાન દ્વારા બોલાયેલું છે.

ભારતામૃત-સર્વસ્વમ
વિષ્ણુ-વક્ત્રાદ વિનીહ્શ્રીતમ
ગીતા-ગન્ગોદકમ પીત્વા
પુનર જન્મ ન વિદ્યતે
(ગીતા માહાત્મ્ય ૫)

જેમ તે કહેલું છે કે જે વ્યક્તિ ગંગાનું જળ પીવે છે, તેને પણ મુક્તિ મળે છે, તો ભગવદ ગીતાની વાત જ શું કરવી? ભગવદ ગીતા આખા મહાભારતનું અમૃત છે, અને તે સ્વયમ ભગવાન વિષ્ણુ દ્વારા બોલાયેલું છે. ભગવાન કૃષ્ણ આદિ વિષ્ણુ છે. વિષ્ણુ-વક્ત્રાદ વિનીહ્શ્રીતમ. તે પરમ ભગવાનના મુખથી બહાર આવેલું છે. અને ગન્ગોદકમ, ગંગાજળ ભગવાનના ચરણ કમળથી આવે છે, અને ભગવદ ગીતા ભગવાનના મુખથી બહાર આવે છે. અવશ્ય, ભગવાનના મુખ અને ચરણમાં કોઈ પણ અંતર નથી. છતાં, તટસ્થ રીતે આપણે આંકી શકીએ કે ભગવદ ગીતા ગંગાજળ કરતા પણ વધારે મહત્વનું છે.

સર્વોપનીષદો ગાવો
દોગ્ધ ગોપાલ નન્દન
પાર્થો વત્સ: સુધીર ભોક્તા
દુગ્ધમ ગીતામૃતમ મહત
(ગીતા માહાત્મ્ય ૬)

બસ... આ ગીતોપનીષદ એક ગાયની જેમ છે, અને ભગવાન એક ગ્વાલબાળની જેમ પ્રસિદ્ધ છે, અને તે ગાયનું દોહન કરતા હતા. સર્વોપનીષદો. અને તે બધા ઉપનીષદોનો સાર છે, અને એક ગાય તેની પ્રતિનિધિ છે. અને ભગવાન એક નિપુણ ગ્વાલબાળ હોવાથી, તેઓ ગાયને દોહે છે. અને પાર્થો વત્સઃ. અને અર્જુન એક વાંછરડાની જેમ છે. અને સુ-ધીર ભોક્તા. અને વિદ્વાન પંડિતો અને શુદ્ધ ભક્તો, તેઓ આ દૂધને પીવે છે. સુ-ધીર ભોક્તા દુગ્ધામ ગીતામૃતમ મહત. આ અમૃત, ભગવદ ગીતાનું દૂધ, વિશેષ કરીને વિદ્વાન ભક્તો માટે છે.

એકમ શાસ્ત્રમ દેવકી-પુત્ર-ગીતમ
એકો દેવો દેવકી-પુત્ર એવ
એકો મંત્રસ તસ્ય નામાની યાની
કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા
(ગીતા માહાત્મ્ય ૭)

હવે આખી દુનિયાએ ભગવદ ગીતાથી શીખવું જોઈએ, પાઠ. એકમ શાસ્ત્રમ દેવકી-પુત્ર-ગીતમ. એક જ શાસ્ત્ર છે, આખી દુનિયા માટે એક સમાન શાસ્ત્ર, આખા દુનિયાના લોકો માટે, અને તે છે આ ભગવદ ગીતા. દેવો દેવકી-પુત્ર-એવ. અને એક જ ભગવાન છે આખી દુનિયા માટે, શ્રી કૃષ્ણ. અને એકો મંત્રસ તસ્ય નામાની યાની. અને એક મંત્ર છે, એક પ્રાર્થના છે, તેમના નામનો જપ કરવો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે. એકો મંત્રસ તસ્ય નામાની યાની, કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા. અને એક જ કર્મ છે, તે છે પરમ ભગવાનની સેવા કરવી. જો વ્યક્તિ આ ભગવદ ગીતાથી શીખશે, ત્યારે લોકો ખૂબજ આતુર છે એક ધર્મ, એક ભગવાન, એક શાસ્ત્ર અને જીવનનો એક હેતુ અથવા કાર્ય હોવાનો. તેનો સાર ભગવદ ગીતામાં આપેલો છે. કે એક ભગવાન, કૃષ્ણ છે. કૃષ્ણ કોઈ સાંપ્રદાયિક ભગવાન નથી. કૃષ્ણ, કૃષ્ણના નામથી... કૃષ્ણ એટલે કે, જેમ અમે પહેલા પણ સમજાવેલું છે, કૃષ્ણ એટલે સૌથી મહાન આનંદ.