GU/Prabhupada 0600 - આપણે શરણાગતિ માટે તૈયાર નથી, આ આપણો ભૌતિક રોગ છે



Lecture on BG 2.23 -- Hyderabad, November 27, 1972

તો ચૈતન્ય મહાપ્રભુ, કારણકે લોકોને કૃષ્ણ વિશે ગેરસમજ હતી... કૃષ્ણએ ભગવદ ગીતામાં કહ્યું છે કે "તું મને શરણાગત થા." તેઓ શું કરી શકે? તેઓ ભગવાન છે. તેઓ કૃષ્ણ છે. તેથી તેઓ, તમને કહે છે, આજ્ઞા આપે છે: "તું શરણાગત થા. હું તારો ભાર લઇશ." અહમ ત્વામ સર્વ પાપે (ભ.ગી. ૧૮.૬૬)... પણ છતાં, લોકો ગેરસમજ કરે છે: "ઓહ, હું કૃષ્ણને શરણાગત કેમ થાઉં? તેઓ પણ મારી જેમ એક વ્યક્તિ છે. કદાચ થોડા વધુ મહત્વના. પણ હું કેમ તેમને શરણાગત થાઉં?" કારણકે અહી ભૌતિક રોગ છે શરણાગત ના થવું. દરેક વ્યક્તિ ફુલાયેલો છે: "હું કઈક છું." આ ભૌતિક રોગ છે. તેથી આ ભૌતિક રોગમાંથી સાજા થવા માટે, તમારે શરણાગત થવું પડે.

તદ વિધિ પ્રણિપાતેન
પરિપ્રશ્નેન સેવયા
ઉપદેક્ષ્યંતી તે જ્ઞાનમ
જ્ઞાનીનસ તત્ત્વ દર્શિન:
(ભ.ગી. ૪.૩૪)

તો જ્યાં સુધી તમે શરણાગત થવા તૈયાર નથી... તે ભૌતિક વ્યક્તિ માટે એક મોટું અઘરું કામ છે. કોઈને શરણાગત નથી થવું. તેને સ્પર્ધા કરવી છે. વ્યક્તિગત રીતે, વ્યક્તિથી વ્યક્તિએ, પરિવારથી પરિવારે, દેશથી દેશે, દરેક વ્યક્તિ સ્વામી બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે. શરણાગતિનો પ્રશ્ન જ ક્યાં છે? શરણાગતિનો કોઈ જ પ્રશ્ન નથી. તો આ રોગ છે. તેથી કૃષ્ણ માંગ કરે છે કે આ ધૂર્તતાને અથવા સૌથી વધુ દીર્ઘકાલીન રોગને ઠીક કરવા માટે, તમારે શરણાગત થવું પડે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). "તો? જો હું શરણાગત થાઉં, તો બધુ જ નિષ્ફળ જશે? મારો વેપાર, મારી યોજનાઓ, મારૂ, મારી ઘણી બધી વસ્તુઓ...? ના. "હું તારો ભાર લઇશ. હું તારો ભાર લઇશ." અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિશ્યામિ મા શુચ: "ચિંતા ના કર." તો આટલી ખાત્રી છે. છતાં, આપણે શરણાગત થવા માટે તૈયાર નથી. આ આપણો ભૌતિક રોગ છે. તેથી કૃષ્ણ ફરીથી એક ભક્ત તરીકે આવે છે ફક્ત બતાવવા કે કેવી રીતે કૃષ્ણને શરણાગત થવું. ચૈતન્ય મહાપ્રભુ. કૃષ્ણવર્ણમ ત્વિષાકૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ (શ્રી.ભા. ૧૧.૫.૩૨).

તો આ કૃષ્ણ ભાવનામૃત ખૂબ જ વૈજ્ઞાનિક છે અને અધિકૃત છે. તે એક બનાવટી વસ્તુ નથી, કોઈ માનસિક તર્ક દ્વારા બનાવેલી વસ્તુ. તે અધિકૃત છે, વેદિક શિક્ષા પરથી, જેમ કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તો આપણે ફક્ત આ જ તત્વજ્ઞાન શીખવાડીએ છીએ, કે તમે... કૃષ્ણ, અહી કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. તમે ભગવાનની શોધ કરો છો. તમે સમજી ના શકો કે ભગવાન શું છે. અહી ભગવાન છે, કૃષ્ણ. તેમનું નામ, તેમના કાર્યો, બધુ જ ભગવદ ગીતામાં છે. તમે સ્વીકારો અને તેમને શરણાગત થાઓ. અને જેમ કૃષ્ણ કહે છે, મન્મના ભવ મદભકતો મદ્યાજી મામ નામસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). તો અમે તે જ વસ્તુ બોલી રહ્યા છીએ. જેમ તે ભગવદ ગીતામાં લખ્યું છે. અમે ખોટું અર્થઘટન નથી કરતાં. અમે આખી ભગવદ ગીતાને દૂષિત નથી કરતાં. તો આ ઉપદ્રવ ના કરશો. ક્યારેક લોકો, તેઓ કહે છે, "સ્વામીજી, તમે અદ્ભુત કર્યું છે." પણ શું અદ્ભુત? હું કોઈ જાદુગર નથી. મારો એટલો જ શ્રેય છે કે મે ભગવદ ગીતાને દૂષિત નથી કરી. મેં તેને તેના મૂળ રૂપે પ્રસ્તુત કરી છે. તેથી તે સફળ છે.

આપનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ (અંત)