GU/Prabhupada 0955 - મોટાભાગના જીવ, તેઓ આધ્યાત્મિક જગતમાં છે. ફક્ત થોડાક જ નીચે પડે છે: Difference between revisions

(No difference)

Revision as of 07:48, 30 May 2017



Invalid source, must be from amazon or causelessmery.com

750623 - Conversation - Los Angeles

ડૉ. મીઝ: શું બધી આત્મા કે જે આધ્યાત્મિક આકાશમાં છે એક સાથે નીચે પડે છે, કે અલગ અલગ સમયે, અથવા એવી પણ આત્માઓ છે કે જે હમેશા સારી હોય છે, તેઓ મૂર્ખ નથી, તેઓ નીચે પડતી નથી?

પ્રભુપાદ: ના, તે છે... બહુમતિથી, નેવું ટકા, તેઓ હમેશા સારા છે. તેઓ ક્યારેય પતિત નથી થતાં.

ડૉ. મીઝ: તો આપણે દસ ટકામાથી છીએ?

પ્રભુપાદ: હા. અથવા તેનાથી પણ ઓછામાથી. ભૌતિક, સમસ્ત ભૌતિક જગતમાં, બધા જીવ... જેમ કે જેલમાં થોડીક વસ્તી છે, પણ તે બહુમતી નથી. બહુમતિની વસ્તી, તેઓ જેલની બહાર રહે છે. તેવી જ રીતે, બહુમતીના જીવ, ભગવાનના અભિન્ન અંશ, તેઓ આધ્યાત્મિક જગતમાં છે. ફક્ત અમુક જ નીચે પડે છે.

ડૉ. મીઝ: શું કૃષ્ણને પહેલાથી જ ખબર પડી જાય છે કે કોઈ આત્મા મૂર્ખ થઈને નીચે પડવાનું છે?

પ્રભુપાદ: કૃષ્ણ? હા, કૃષ્ણને ખબર હોઈ શકે છે કારણકે તેઓ સર્વજ્ઞ છે.

ડૉ. મીઝ: શું હમેશા વધારેને વધારે આત્માઓ નીચે પડતી જ હોય છે?

પ્રભુપાદ: હમેશા નહીં. પણ પતિત થવાની વૃત્તિ છે, બધાને નહીં, પણ કારણકે સ્વતંત્રતા છે... દરેક સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાનું પસંદ નથી કરતાં. તેજ ઉદાહરણ: જેમ કે સરકાર શહેર બનાવે છે, અને જેલ પણ બનાવે છે, કારણકે સરકારને ખબર છે કે કોઈ અપરાધી હશે, તો તેમનું આશ્રયસ્થાન બનાવવું જ પડે. તે બહુ સરળ છે સમજવું. સો ટકા વસ્તી અપરાધી નહીં હોય, પણ સરકારને ખબર છે કે તેમાથી અમુક હશે. નહીં તો તેઓ જેલ કેમ બનાવે? કોઈ કહી શકે છે, "અપરાધી ક્યાં છે? તમે બનાવો છો..." સરકાર જાણે છે કે અપરાધી હશે જ. તો જો સાધારણ સરકાર જાણી શકે છે, ભગવાન કેમ જાણી ના શકે? કારણકે વૃત્તિ છે.

ડૉ. મીઝ: તે વૃત્તિનું મૂળ શું છે...?

પ્રભુપાદ: હા.

ડૉ. મીઝ: તે વૃત્તિ આવે છે ક્યાથી?

પ્રભુપાદ: વૃત્તિ મતલબ સ્વતંત્રતા. તો દરેક જાણી શકે છે કે સ્વતંત્રતા મતલબ તે તેનો સદુપયોગ કરી શકાય છે, દુરુપયોગ પણ કરી શકાય છે. તે સ્વતંત્રતા છે. જો તમે તેને એકતરફી બનાવો, તો તમે પતિત ના થઈ શકો, તે સ્વતંત્રતા નથી. તે બળપૂર્વક છે. તેથી કૃષ્ણ કહે છે, યથેચ્છસિ તથા કુરુ (ભ.ગી. ૧૮.૬૩): "હવે તને જે ગમે તે કર."