GU/Prabhupada 0969 - જો તમે તમારી જીભને ભગવાનની સેવામાં જોડશો, તો તેઓ પોતાને તમારી સમક્ષ પ્રગટ કરશે: Difference between revisions

(No difference)

Revision as of 19:14, 30 May 2017



Invalid source, must be from amazon or causelessmery.com

730400 - Lecture BG 02.13 - New York

ભારતમાં, શારીરિક આનંદ મતલબ સૌ પ્રથમ, જીભ. જીભનો આનંદ. બધેજ. અહી પણ. જીભનો આનંદ. તો જો આપણે આપણી ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી હોય... તેથી ભક્તિવિનોદ ઠાકુર, પહેલાના આચાર્યોના પદચિહનોનું અનુસરણ કરતાં, કહે છે "તમારી જીભને નિયંત્રિત કરો." તમારી જીભને નિયંત્રિત કરો. અને ભાગવતમાં પણ તે કહ્યું છે, અત: શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેદ ગ્રાહ્યમ ઈંદ્રિયે: (ભ.ર.સિ. ૧.૨.૨૩૪). આપણે, આ જડ ઇન્દ્રિયોથી, આપણે કૃષ્ણને સમજી ના શકીએ. તે શક્ય નથી. ઇન્દ્રિયો એટલી અપૂર્ણ છે કે તમે કોઈ પૂર્ણ જ્ઞાન મેળવી ના શકો, ભૌતિક અથવા આધ્યાત્મિક, ઇંદ્રિયોથી. તે શક્ય નથી. અત: તમે આ ભૌતિક જગતની ગતિવિધિઓ પણ પૂર્ણ રીતે ના જાણી શકો. જેમકે તેઓ ચંદ્ર ગ્રહનો અભ્યાસ કરી રહ્યા છે, સૌથી નજીકનો ગ્રહ. આ ચંદ્ર ગ્રહ ઉપરાંત, લાખો અને લાખો બીજા ગ્રહો છે. તેઓ કશું કહી નથી શકતા. કારણકે ઇન્દ્રિયો અપૂર્ણ છે. તમે કેવી રીતે સમજી શકો? હું જોઉ છું, કહો કે એક માઈલ સુધી. પણ જ્યારે પ્રશ્ન હોય લાખો અને લાખો માઈલોનો, તમે તમારી ઇંદ્રિયોનો કેવી રીતે ઉપયોગ કરી શકો અને પૂર્ણ જ્ઞાન મેળવી શકો? તો તમને આ ઇંદ્રિયોનો ઉપયોગ કરીને આ ભૌતિક જ્ઞાન પણ પૂર્ણ રીતે ના મળી શકે. ભગવાન અને આધ્યાત્મિક જ્ઞાનની તો વાત જ શું કરવી? તે પરે છે, માનસ ગોચર, તમારા ખ્યાલથી પરે. તેથી શાસ્ત્ર કહે છે: અત: શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેદ ગ્રાહ્યમ ઈંદ્રિયે: (ભ.ર.સિ. ૧.૨.૨૩૪). જો તમારે માનસિક તર્કથી ભગવાનને જાણવા હોય, તે દેડકાનું તત્વજ્ઞાન છે, ડૉ. દેડકો, એટલાન્ટીક મહાસાગરની ગણતરી કરે છે, કૂવામાં બેઠા બેઠા. તેને દેડકાનું તત્વજ્ઞાન કહેવાય છે. તમે સમજી ના શકો. તો તે કેવી રીતે સમજવાનું શક્ય છે? આગળની પંક્તિ છે સેવન્મુખે હી જિહવાદૌ સ્વયમ એવ સ્ફુરતિ... જો તમે તમારી જીભને ભગવાનની સેવામાં જોડશો, તો તેઓ પોતાને તમારી સમક્ષ પ્રગટ કરશે. તે પ્રકટ કરશે, બોધ.

તો તેથી આપણે જીભને નિયંત્રિત કરવી પડે. જીભનું કાર્ય શું છે? જીભનું કાર્ય છે સ્વાદ લેવો અને બોલવું. તો તમે ભગવાનને સેવામાં બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ મતલબ "ઓ કૃષ્ણ, ઓ ભગવાનની શક્તિ, કૃપા કરીને મને તમારી સેવામાં જોડો." હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે... આ હરે કૃષ્ણનો અર્થ છે. તેનો બીજો કોઈ અર્થ નથી. "ઓ મારા ભગવાન કૃષ્ણ અને ઓ કૃષ્ણની શક્તિ, રાધારાણી, ખાસ કરીને, કૃપા કરીને આપ બંને મને તમારી સેવામાં જોડો." જેમ નરોત્તમ દાસ ઠાકુર કહે છે: હા હા પ્રભુ નંદ સુત વૃષભાનુ સુતા જુત: "મારા ભગવાન, કૃષ્ણ, તમે નંદ મહારાજના પુત્ર તરીકે પ્રખ્યાત છો. અને તમારા શાશ્વત પ્રેમિકા, રાધારાણી, તેઓ પણ રાજા વૃષભાનુના પુત્રી તરીકે પ્રખ્યાત છે. તો તમે બંને અહી છો." હા હા પ્રભુ નંદ સુત વૃષભાનુ સુત કરુણા કરહ ઐ બાર. "હવે હું તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને તમે બંને મારા પર કૃપાળુ થાઓ." આ છે હરે કૃષ્ણ: "મારા પર કૃપાળુ થાઓ." નરોત્તમ દાસ કય ના થેલીહ રાંગા પાય: "આપના ચરણકમળો, તમારા, મને અવગણશો નહીં કે મને આપના ચરણકમળોથી દૂર ના કરશો." હું માનું છું કે જો કૃષ્ણ આપણને લાત મારે અને ધકેલી દે, તે આપણું મહાન સૌભાગ્ય છે. તમે જોયું. જો કૃષ્ણ તેમના ચરણકમળોથી લાત મારે: "તું જતો રહે," તે પણ મહાન સૌભાગ્ય છે. તો સ્વીકારવાની તો વાત જ શું કરવી? જેમ કે કૃષ્ણ કાલિયાની ફેણ પર લાત મારતા હતા. તો કાલિયાની પત્નીઓએ પ્રાર્થના કરી: "મારા વ્હાલા શ્રીમાન, હું નથી જાણતી, આ દુષ્ટ, કાલિયા, કેવી રીતે તે આટલો ભાગ્યશાળી બન્યો છે કે તેની ફેણ પર તમે લાત મારી રહ્યા છો? આપના ચરણકમળનો સ્પર્શ, મહાન, મહાન ઋષિઓ, સાધુ વ્યક્તિઓ તેના પર લાખો વર્ષો સુધી ધ્યાન ધરવાની કોશિશ કરે છે, પણ આ કાલિયા... હું નથી જાણતી, કે તેણે ગયા જન્મમાં શું કર્યું હતું કે તે આટલો ભાગ્યશાળી થયો કે તેની ફેણ પર તમે લાત મારો છો?"