GU/Prabhupada 0118 - પ્રચાર કરવો બહુ મુશ્કેલ નથી: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0118 - in all Languages Category:GU-Quotes - 1969 Category:GU-Quotes -...")
(No difference)

Revision as of 09:27, 16 June 2017



Lecture on SB 1.5.8-9 -- New Vrindaban, May 24, 1969

જે કૃષ્ણ કે ભગવાનને શરણાગત થાય છે, તે ખૂબજ ભાગ્યશાળી છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે (ભ.ગી. ૭.૧૯). જે શરણાગત થાય છે, તે સાધારણ માણસ નથી. તે બધા પંડિતો, બધા તત્ત્વજ્ઞાનીઓ, બધા યોગીઓ અને બધા કર્મીઓ કરતા શ્રેષ્ઠ છે. તે સૌથી ઉંચો માણસ છે. તેથી તે ખુબજ ગુહ્ય છે. તો આપણી શિક્ષા, કૃષ્ણ ભાવનામૃત આંદોલનની, ભગવદ ગીતા તેના મૂળ રૂપેને પ્રસ્તુત કરવું, તે લોકોને શીખાવાડવાની વિધિ છે કે કેવી રીતે કૃષ્ણ કે ભગવાન ને શરણાગત થવું. બસ તેટલું જ. તેથી કૃષ્ણ કહે છે કે તે ખુબજ ગુહ્ય છે. કોઈ પણ આને સ્વીકાર નહીં કરે. પણ જે જોખમ લે છે,"કૃપા કરીને શરણાગત થાઓ..." તેથી જ્યારે તમે પ્રચાર કરવા જશો, તમે જાણો છો કે પ્રચારકો ઉપર ક્યારેક હુમલો થાય છે. જેમ કે નિત્યાનંદ પ્રભુ ઉપર એક વાર જગાઈ માધાઈએ હુમલો કર્યો હતો. અને જ્યારે ભગવાન જીસસ ખ્રિસ્તને ક્રોસ સાથે જડીને મારી નાખવામાં આવ્યા હતા... તો પ્રચારકને જોખમ હોય છે. તેથી કૃષ્ણ કહે છે, "આ ક્ષેત્રના કાર્યકર્તા જે ભગવદ ગીતા તેના મૂળ રૂપેના પ્રચારમાં લાગેલા છે, તે લોકો મને ખૂબજ, ખૂબજ વધારે પ્રિય છે. મને બહુ, બહુ જ પ્રિય છે." ન ચ તસ્માન મનુષ્યેશુ કશ્ચિન મે પ્રિયકૃત્તમ: (ભ.ગી. ૧૮.૬૯). "તે વ્યક્તિ કરતા મને વધારે કોઈ પણ પ્રિય નથી જે લોકોને આ ગુહ્ય સત્યનો પ્રચાર કરે છે."

તેથી જો આપણે કૃષ્ણને પ્રસન્ન કરવા છે, તો આપણે આ જોખમ લેવું જ પડે. કૃષ્ણ, ગુરુ. મારા ગુરુ મહારાજે આ જોખમ ઉઠાવ્યું હતું, આ પ્રચાર કાર્ય, અને તેમણે અમને પણ આ પ્રચાર કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા. અને અમે તમને પણ આગ્રહ કરીએ છીએ આ પ્રચાર કાર્ય કરવા માટે. તો આ પ્રચાર કાર્ય, જોકે, મારો કહેવાનો મતલબ, કમજોરીથી આપણે કરીએ... કમજોરીથી - તે કમજોર નથી, પણ ધારોકે હું વધારે ભણેલો નથી. જેમ કે આ છોકરો. જો હું તેને પ્રચાર કાર્ય માટે મોકલું, તે અત્યારે ખૂબ ભણેલો નથી. તે કોઈ તત્ત્વજ્ઞાની નથી. તે કોઈ પંડિત નથી. પણ તે પણ પ્રચાર કરી શકે છે. તે પણ પ્રચાર કરી શકે છે. કારણ કે આપણો પ્રચાર બહુ અઘરી વસ્તુ નથી. જો આપણે દ્વારે દ્વારે જઈને લોકોને માત્ર એટલી વિનંતી કરીએ, "મારા પ્રિય સાહેબ, કૃપા કરીને હરે કૃષ્ણનો જપ કરો." અને જો તે થોડો ઉન્નત છે, "કૃપા કરીને ભગવાન ચૈતન્યની શિક્ષાઓને વાંચજો. તે ખૂબજ સરસ છે. તમને લાભ થશે." આ ત્રણ ચાર શબ્દ તમને એક પ્રચારક બનાવી દેશે. શું આ ખૂબ અઘરું કાર્ય છે? કદાચ તમે કોઈ વધારે ભણેલા કે મોટા પંડિત, કે મોટા તત્ત્વજ્ઞાની ન હોવ, તમે બસ કહો... દ્વારે દ્વારે જઈને: "મારા પ્રિય સાહેબ, તમે ખુબજ ભણેલા માણસ છો. આ સમય પૂરતું, તમે તમારું શીખવાનું બંધ કરો. બસ હરે કૃષ્ણનો જપ કરો."