GU/Prabhupada 0162 - માત્ર ભગવદ ગીતાના સંદેશને ધારણ કરો: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0162 - in all Languages Category:GU-Quotes - 1976 Category:GU-Quotes -...")
(No difference)

Revision as of 15:10, 22 June 2017



Press Interview -- October 16, 1976, Chandigarh

ભારતમાં આપણી પાસે ભરપૂર વૈદિક સાહિત્ય છે આત્માના કાર્યને સમજવા માટે. અને મનુષ્ય દેહમાં, જો આપણે આપણા જીવનના આધ્યાત્મિક ભાગ વિશે ધ્યાન નહીં આપીએ, તો આપણે આત્મહત્યા કરીએ છીએ. તે ભારતમાં જન્મેલા બધા મહાન વ્યક્તિઓનો મત છે. આચાર્યો જેમ કે...તાજેતરના.. પૂર્વકાળમાં, મોટા, મોટા આચાર્યો થઇ ગયા જેમ કે વ્યાસદેવ અને બીજા. દેવલ. કેટલા બધા આચાર્યો. અને તાજેતરમાં, કહો દોઢ હજાર વર્ષોથી, કેટલા બધા આચાર્યો થઇ ગયા છે, જેમ કે રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, વિષ્ણુસ્વામી, અને પાંચસો વર્ષોમાં, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ.

તેમણે પણ આપણને કેટલા બધા સાહિત્યો આપ્યા છે આ આધ્યાત્મિક જ્ઞાનના વિષયમાં. પણ વર્તમાન સમયે આ આધ્યાત્મિક જ્ઞાનની અવગણના થાય છે. તો આ ચૈતન્ય મહાપ્રભુનો સંદેશ છે આખા દુનિયાને તમે દરેક, ગુરુ બનો, આધ્યાત્મિક ગુરુ. તો કેવી રીતે બધા ગુરુ બની શકે છે? ગુરુ બનવું સરળ કાર્ય નથી. વ્યક્તિએ ખુબજ વિદ્વાન પંડિત હોવું જોઈએ અને પોતાનો અને આત્માનો પૂર્ણ સાક્ષાત્કાર હોવો જોઈએ. પણ ચૈતન્ય મહાપ્રભુએ આપણને એક નાનું સૂત્ર આપ્યો છે, કે જો તમે કડકાઈથી ભગવદગીતાના શિક્ષણનું પાલન કરો, અને જો તમે ભગવદ ગીતાના હેતુનો પ્રચાર કરો, તો તમે ગુરુ બની જશો. બંગાળીમાં ચોક્કસ શબ્દોનો પ્રયોગ થયો છે, તે કહ્યું છે, યારે દેખ, તારે કહ 'કૃષ્ણ' ઉપદેશ (ચૈ.ચ. મધ્ય. ૭.૧૨૮). ગુરુ બનવું ખૂબજ મુશ્કેલ કાર્ય છે, પણ જો તમે માત્ર ભગવદ ગીતાનો સંદેશને ધારણ કરશો અને જેને પણ તમે મળો, તેને તમે ખાતરી કરાવવાનો પ્રયાસ કરશો, ત્યારે તમે ગુરુ બની જશો. તો આપણું, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તે હેતુ માટે છે. આપણે ભગવદ ગીતાને તેના મૂળ રૂપે પ્રસ્તુત કરીએ છીએ કોઈ ખોટા અર્થઘટન વગર.