GU/Prabhupada 0163 - ધર્મ એટલે ભગવાન દ્વારા અપાયેલા નીતિ અને નિયમો: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0163 - in all Languages Category:GU-Quotes - 1974 Category:GU-Quotes -...")
(No difference)

Revision as of 15:13, 22 June 2017



Lecture on BG 4.3 -- Bombay, March 23, 1974

જીવનનું લક્ષ્ય ભગવદ ધામ જવું તે છે. તે જીવન નું લક્ષ્ય છે. આપણે આ ભૌતિક બદ્ધ અવસ્થામાં છીએ. આપણે કષ્ટ ભોગવી રહ્યા છીએ. પણ આપણને ખબર નથી. આપણે આટલા મૂર્ખ છીએ. પશુઓ જેવા. આપણને જીવનનું લક્ષ્ય શું છે તે ખબર નથી. જીવનનું લક્ષ્ય, તે પણ ભગવદ ગીતામાં વર્ણિત છે જન્મ મૃત્યુ જરા-વ્યાધી દુઃખ દોષાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). જ્યારે આપણે સમજી શકીશું કે "આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગનું પુનરાવર્તન, આની મારે જરૂર નથી..." કોઈને પણ મરવું નથી, પણ મૃત્યુ તેના ઉપર બાધ્ય થાય છે. તે એમ નથી વિચારતો કે, "આ મારી સમસ્યા છે. મને મરવું નથી, પણ મૃત્યુ ચોક્કસ છે જ." તો આ સમસ્યા છે. કોઈ પણ ધ્યાન નથી આપતું કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ કાઢવો. તેઓ માત્ર વ્યસ્ત છે, મારા કહેવાનો અર્થ છે, આ કામચલાઉ સમસ્યાઓમાં. આ અશાશ્વત સમસ્યાઓ વાસ્તવમાં સમસ્યાઓ નથી. સાચી સમસ્યા છે કેવી રીતે મૃત્યુને રોકવી, કેવી રીતે જન્મને રોકવો, કેવી રીતે વૃદ્ધ અવસ્થાને રોકવી, કેવી રીતે રોગને રોકવો. તે સાચી મુશ્કેલી છે. તે ત્યારે થઇ શકે છે જ્યારે તમે આ ભૌતિક જગતથી મુક્ત થઇ જાઓ. તે આપણી સમસ્યા છે.

તો કૃષ્ણ અહી ફરી આવે છે... યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર ભવતી ભારત (ભ.ગી. ૪.૭). ધર્મસ્ય ગ્લાની: ગ્લાની: એટલે કે જ્યારે તે બગડેલું છે. તો લોકો બનાવી રહ્યા છે, કહેવાતા ધર્મના નામ ઉપર, "આ અમારો ધર્મ છે." "આ હિંદુ ધર્મ છે." "આ મુસ્લિમ ધર્મ છે." "આ ખ્રિસ્તી ધર્મ છે." કે "આ બુદ્ધ ધર્મ છે." અને "આ સિખ ધર્મ છે"," આ તે ધર્મ છે, તે ધર્મ..." તેમણે કેટલા બધા ધર્મોનું નિર્માણ કર્યું છે, કેટલા બધા ધર્મોનું. પણ સાચો ધર્મ છે ધર્મમ તુ સાક્ષાદ ભગવદ પ્રણીતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). ધર્મ એટલે કે ભગવાન દ્વારા આપેલા નિયમ અને કાયદા. તે ધર્મ છે. ધર્મની સરળ વ્યાખ્યા છે: ધર્મમ તુ સાક્ષાદ ભગવદ પ્રણીતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). જેમ કે કાયદો રાજ્ય, સરકાર દ્વારા આપેલો છે. તમે કાયદાનું નિર્માણ ના કરી શકો. મેં વારંવાર કહ્યું છે. કાયદો સરકાર દ્વારા નિર્મિત છે. તેવી જ રીતે ધર્મ ભગવાન દ્વારા નિર્મિત છે. જો તમે ભગવાનના ધર્મનો સ્વીકાર કરશો, તો તે ધર્મ છે. અને ભગવાનનો ધર્મ શું છે? જો તમે ઊભા રહો, અહી આવીને ઊભા રહો. બીજા લોકો જોઈ રહ્યા છે. ભગવાન નો ધર્મ છે... તમને ભગવદ ગીતામાં મળશે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ ([[Vanisource:BG 18.66|ભ.ગી. ૧૮.૬૬]). આ ભગવાનનો ધર્મ છે. "તમે આ બધા વ્યર્થ ધર્મોને ત્યાગી દો. તમે મારા ભક્ત બનો, મને શરણાગત આત્મા." આ ધર્મ છે.