GU/Prabhupada 0319 - ભગવાનનો અને ભગવાનના સેવક તરીકે તમારી સ્થિતિનો સ્વીકાર કરો, અને ભગવાનની સેવા કરો: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0319 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(No difference)

Revision as of 08:45, 10 July 2017



Room Conversation with Sanskrit Professor, other Guests and Disciples -- February 12, 1975, Mexico

અતિથિ (૪): તો ત્યાં ધર્મ એટલે કે ધાર્મિક શ્રદ્ધા કે કર્તવ્ય?

પ્રભુપાદ: ના, ધર્મ એટલે કે કર્તવ્ય, વર્ણાશ્રમ-ધર્મ. તેને પણ છોડી દેવામાં આવે છે. તેનો અર્થ છે કે એક જ કર્તવ્ય છે કૃષ્ણ ભાવનાભાવિત બનવું. તેમણે કહ્યું કે, સર્વ-ધર્માન પરિત્યજ્ય (ભ.ગી.૧૮.૬૬). પેહલા તેમણે કહ્યું હતું કે ધર્મ-સંસ્થાપનાર્થાય. હા. યુગે યુગે સંભવામિ. હવે, તેઓ કહે છે "હું પ્રકટ થઉ છું ધર્મના સિદ્ધાંતની સ્થાપના કરવા માટે." અને અંતમાં તેમણે કહ્યું, સર્વ-ધર્માન પરિત્યજ્ય (ભ.ગી.૧૮.૬૬). તેનો અર્થ છે કે કહેવાતા ધર્મો, જે દુનિયામાં ચાલી રહ્યા છે, તે સાચા નથી. અને તેથી ભાગવત કહે છે કે, ધર્મ પ્રોજજિતઃ કૈતવો અત્ર (શ્રી.ભા. ૧.૧.૨), કે, "બધા પ્રકારના છેતરવાના ધર્મોને અહીં નકારવામાં આવે છે." છેતરવાનો ધર્મ, તે શું છે? છેતરવું... જેમ કે સોનુ. સોનુ સોનુ છે. જો સોનુ કોઈ હિંદુના હાથમાં આવશે, તો શું તેને હિન્દુ સોનુ કહેવામાં આવશે? તેવી જ રીતે, ધર્મ એટલે કે ભગવાનની આજ્ઞાનું પાલન. તો ક્યાં હિન્દુ ધર્મ છે? ક્યાં ખ્રિસ્તી ધર્મ છે? ક્યાં મુસ્સલમાન ધર્મ છે? ભગવાન બધી જગ્યાએ છે, અને આપણે માત્ર ભગવાનની આજ્ઞાઓનું પાલન કરવા માટે છીએ. તે એક ધર્મ છે, ભગવાનની આજ્ઞાનું પાલન. કેમ તેમણે આટલા બધા હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, મુસ્સલમાન ધર્મ, આ ધર્મ, તે.. ની રચના કરી છે? તેથી તે બધા કપટી ધર્મો છે. સાચો ધર્મ છે ભગવાનની આજ્ઞાનું પાલન.. ધર્મમ તુ સાક્ષાદ ભાગવત પ્રણીતમ (શ્રી.ભા. ૬.૩.૧૯).

જેમ કે કાનૂન. કાનૂન રાજ્ય દ્વારા બનાવવામાં આવે છે. નિયમ છે તે હિન્દુ નિયમ, મુસ્સલમાન નિયમ, ખ્રિસ્તી નિયમ, આ નિયમ, તે નિયમ તેવું ના હોઈ શકે. નિયમ દરેક વ્યક્તિ માટે છે. રાજ્યનું આજ્ઞાપાલન. તે કાનૂન છે. તેવી જ રીતે, ધર્મ એટલે કે ભગવાનનું આજ્ઞાપાલન. તો જે વ્યક્તિને ભગવાનની કોઈ ધારણા નથી, ભગવાનનો કોઈ ખ્યાલ નથી, ધર્મ ક્યાં છે? તે કપટી ધર્મ છે. તેથી ભાગવતમાં તમને મળશે કે, ધર્મ પ્રોજજિતઃ કૈતવો અત્ર (શ્રી.ભા. ૧.૧.૨) "બધા પ્રકારના છેતરપિંડી કરવાવાળા ધર્મોનો અસ્વીકાર કરેલો છે." અને કૃષ્ણે પણ તે જ વાત કહેલી છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી.૧૮.૬૬): "તું આ બધા પ્રકારના છેતરપિંડી કરનાર ધર્મોને ત્યાગી મૂક. તું બસ મને શરણાગત થઈ જા. તે સાચો ધર્મ છે." છેતરપિંડી કરવાવાળા ધર્મ વિશે વાદ વિવાદ કરીને શું લાભ? તે કદાપિ ધર્મ નથી. જેમ કે કપટી નિયમ. નિયમ કપટી ના હોઈ શકે. નિયમ નિયમ છે, રાજ્ય દ્વારા આપવામાં આવેલો છે. તેવી જ રીતે, ધર્મ એટલે કે ભગવાન દ્વારા અપાયેલો આદેશ. તે ધર્મ છે... જો તમે પાલન કરશો, તો તમે ધાર્મિક છો. જો તમે પાલન નથી કરશો, તો તમે અસુર છો. વસ્તુઓને ખૂબજ સરળ બનાવી દો. ત્યારે તે બધાને આકર્ષિત કરશે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન વસ્તુઓને ખૂબજ સરળ બનાવવા માટે છે. ભગવાનનો સ્વીકાર કરો, તમે પોતાને ભગવાનના દાસ રૂપે સ્વીકાર કરો અને ભગવાનની સેવા કરો. બસ, ત્રણ જ શબ્દો.