GU/Prabhupada 0320 - આપણે શીખવાડીએ છીએ કે કેવી રીતે ભાગ્યવાન, ભાગ્યશાળી બનવું: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0320 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(No difference)

Revision as of 08:47, 10 July 2017



Lecture on BG 16.6 -- South Africa, October 18, 1975

છોકરી: શ્રીલ પ્રભુપાદ,જો કોઈ... બધા જીવો કૃષ્ણના અંશ છે. જો આપણે કૃષ્ણને શરણાગત ન થઈએ આ જીવનકાળમાં, અંતમાં આપણે તેમને જ શરણાગત થઈશું, આપણે દરેક.

પુષ્ટ કૃષ્ણ: શું બધા... જો આપણે કૃષ્ણને આ જીવનકાળમાં શરણાગત નહી થઈએ, શું દરેક વ્યક્તિ કૃષ્ણને શરણાગત થશે? શું દરેક વ્યક્તિ ભગવદ ધામ જશે?

પ્રભુપાદ: હમ્મ? શું તમને કોઈ સંશય છે? તમે આશ્વસ્ત રહો કે બધા તેવું નહીં કરે. તો તમે કોઈ ચિંતા ના કરો. એવું નથી કે બધા તેમ કરશે જ. તેથી ચૈતન્ય મહાપ્રભુ કહે છે, એઈ રૂપે બ્રહ્માંડ ભ્રમિતે કોન ભાગ્યવાન જીવ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧). જ્યા સુધી કોઈ ભાગ્યવાન નથી હોતો, ખૂબજ ભાગ્યવાન, તે ભગવદ ધામ નથી જઈ શકતો. તે અહીં જ સડશે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે આપણે લોકોને ભાગ્યવાન બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. જો તે ઈચ્છે, તે ભાગ્યવાન બની શકે છે. તે આપણો પ્રયાસ છે. આપણે કેટલા બધા કેન્દ્રો ખોલી રહ્યા છીએ. આપણે શીખવાડીએ છીએ કેવી રીતે ભાગ્યવાન બનવું, કેવી રીતે ભગવદ ધામ જવું, કેવી રીતે વ્યક્તિ સુખી બની શકે. હવે, જો કોઈ ભાગ્યવાન છે, તે આ ઉપદેશને સ્વીકારશે, અને તેનું જીવન પરિવર્તિત કરશે. તેથી આ લક્ષ્ય છે. પણ ભાગ્યવાન બન્યા વગર, કોઈ પણ નથી જઈ શકતું. ભાગ્યવાન. તેથી આપણે તેમને તક આપીએ છીએ ભાગ્યવાન બનવા માટે. તે આપણું મિશન છે. સૌથી દુર્ભાગ્યશાળી વ્યક્તિને તક મળે છે ભાગ્યવાન બનવા માટે. આપણે બધા આની નોંધ લઈ શકીએ છીએ, કેવી રીતે દુર્ભાગ્યશાળી જીવનથી તેઓ ભાગ્યશાળી જીવન સુધી આવી શકે છે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે, કે આપણે દુર્ભાગ્યશાળીઓને તક આપીએ છીએ. દરેક વ્યક્તિ દુર્ભાગ્યશાળી છે, દરેક વ્યક્તિ ધૂર્ત છે. આપણે તક આપીએ છીએ કેવી રીતે બુદ્ધિશાળી અને ભાગ્યવાન બનવું. આ કૃષ્ણ ભાવનામૃત છે. જો લોકો દુર્ભાગ્યશાળી અને ધૂર્ત નથી, તો પ્રચારનો શું અર્થ છે? પ્રચાર એટલે કે તમારે ધૂર્તો અને દુર્ભાગ્યશાળી વ્યક્તિઓને બુદ્ધિશાળી અને ભાગ્યવાનમાં બદલવા પડે. તે પ્રચાર છે. પણ જ્યા સુધી તમે બુદ્ધિશાળી અને ભાગ્યવાન નથી, તમે કૃષ્ણ ભાવનામૃતને અપનાવી ના શકો. તે હકીકત છે.