GU/710103 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરતમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 14:21, 9 November 2017

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ચાર પ્રકારના માણસો વિષ્ણુની પૂજા કરવા જાય છે: આર્ત, જે લોકો દુ:ખી છે; અર્થાર્થી, જે લોકોને ધન અથવા ભૌતિક લાભની જરૂર છે; જિજ્ઞાસુ, જે લોકો જિજ્ઞાસુ છે; અને જ્ઞાની - આ ચાર પ્રકારો. આમાથી, જિજ્ઞાસુ અને જ્ઞાની આર્ત (દુ:ખી) અને અર્થાર્થી (જેમને ધનની જરૂર છે) કરતાં વધુ સારા છે. તો જ્ઞાની અને જિજ્ઞાસુ પણ, તેઓ પણ શુદ્ધ ભક્તિમય સેવા પર નથી, કારણકે શુદ્ધ ભક્તિમય સેવા જ્ઞાનથી પણ પરે છે. જ્ઞાન કર્માદી અનાવૃતમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૬૭). જેમ કે ગોપીઓ, તેમણે કૃષ્ણને જ્ઞાન દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો હતો નહીં, કે શું કૃષ્ણ ભગવાન છે. ના. તેઓ ફક્ત આપમેળે વિકસિત હતા - આપમેળે નહીં; તેમના પાછલા સારા કર્મોને કારણે - કૃષ્ણનો વાસ્તવિક પ્રેમ. તેમણે ક્યારેય કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કર્યો ન હતો, કે શું તેઓ ભગવાન છે. જ્યારે ઉદ્ધવે તેમને જ્ઞાન વિશે પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો, તેમણે બહુ ધ્યાનપૂર્વક સાંભળ્યુ નહીં. તેઓ ફક્ત કૃષ્ણના વિચારોમાં મગ્ન હતા. તે કૃષ્ણ ભાવનામૃતની સિદ્ધિ છે."
710103 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૫૬-૬૨ - સુરત