GU/710317 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 12:34, 10 November 2017

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સૌ પ્રથમ, આપણે જાણતા નથી કે આપણે દરેક ડગલે પીડાઈ રહ્યા છીએ. તમે આ પંખાનો ઉપયોગ શા માટે કરો છો? કારણકે તમે પીડાઈ રહ્યા છો. કારણકે તમે વધુ પડતી ગરમી સહન નથી કરી શકતા, પીડા. તેવી જ રીતે, શિયાળામાં આ પવન બીજી પીડા હશે. આપણે દરવાજા બરાબર બંધ કરીએ છીએ જેથી પવન અંદર ના આવી શકે. હવે પવન એક ઋતુમાં પીડાને નાબૂદ કરે છે અને બીજી ઋતુમાં પીડા હશે. તો, પવન પીડાનું કારણ છે અને તે કહેવાતા સુખનું પણ કારણ છે. વાસ્તવમાં આપણે ફક્ત પીડાઈ રહ્યા છીએ, તે લોકો તે જાણતા નથી. પણ આપણને ભગવાન કૃષ્ણ પાસેથી માહિતી મળે છે કે આ સ્થળ છે દુ:ખાલયમ અશાશ્વતમ (ભ.ગી. ૮.૧૫). તે દુ:ખોનું સ્થળ છે. તમે કોઈ સુખની આશા ના રાખી શકો. તે આપણી મૂર્ખતા છે."
710317 - ભાષણ ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશો - મુંબઈ