GU/710810 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 13:32, 10 November 2017

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે શિષ્ટાચાર છે, કશું પણ બોલતા પહેલા, શિષ્યે સૌ પ્રથમ ગુરુને પ્રણામ કરવા જોઈએ. તો ગુરુને પ્રણામ કરવા મતલબ તેમના અમુક કાર્યોને યાદ કરવા. અમુક કાર્યો. જેમ કે તમે તમારા ગુરુને પ્રણામ કરો છો, નમસ તે સારસ્વતે દેવમ ગૌર વાણી પ્રચારીણે. આ તમારા ગુરનું કાર્ય છે, કે તે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના સંદેશનો પ્રચાર કરે છે અને તે સરસ્વતી ઠાકુરના એક શિષ્ય છે. નમસ તે સારસ્વતે. તમારે તેનો સારસ્વતે ઉચ્ચાર કરવો જોઈએ, સરસ્વતી નહીં. સરસ્વતી..., મારા ગુરુ છે. તો તેમનો શિષ્ય સારસ્વતે છે. સારસ્વતે દેવમ ગૌર વાણી પ્રચારીણે. આ કાર્યો છે. તમારા ગુરુનું કાર્ય શું છે? તે ફક્ત ભગવાન ચૈતન્યના ઉપદેશનો પ્રચાર કરે છે. તે તેનું કાર્ય છે."
710810 - ભાષણ શ્રી.ભા. ૧.૧.૨ - લંડન