GU/750804 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ડેટ્રોઇટમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 10:27, 16 November 2017

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). આપણે વિચારીએ છીએ કે 'હું બધી જ વસ્તુઓનો સ્વામી છું'. તે હકીકત નથી. હકીકત છે કે આપણે કોઈ વ્યક્તિની હેઠળ જ કામ કરવું પડે છે. તે આપણું સાચું પદ છે. જીવેર 'સ્વરૂપ' હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). આપણે કામદાર છીએ. આપણે ભોક્તા નથી. પણ દુર્ભાગ્યપણે આપણે ભોક્તાનું પદ ગ્રહણ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. તે માયા છે. તે માયા છે. અન જો આપણે કૃષ્ણના નિર્દેશન હેઠળ કામ કરવા માટે સહમત થઈએ, તો આપણું મૂળ જીવન પુનર્જીવિત થાય છે. તેની જરૂર છે. કૃષ્ણ ભાવનામૃત આંદોલન મતલબ કે આપણે લોકોને ચેતના બદલવા માટે શિક્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણને અલગ અલગ ચેતના હેઠળ ઘણી બધી ઈચ્છાઓ હોય છે. તો વ્યક્તિ ઈચ્છા કરે છે, કે 'હું કૃષ્ણનો શાશ્વત સેવક છું', આને મુક્તિ કહેવાય છે, જેવુ... કૃષ્ણ કહે છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). આ મુક્તિ છે. જો આપણે બધી જ ઈચ્છાઓને છોડી દઈએ અને કૃષ્ણની ઈચ્છાઓને સ્વીકારવા સહમત થઈએ, કે મામ એકમ શરણમ વ્રજ, 'તું મને શરણાગત થા', તે મુક્તિ છે."
750804 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૫૧ - ડેટ્રોઇટ