GU/760621 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ ટોરોન્ટોમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 16:14, 20 November 2017

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: જીવનનું લક્ષ્ય છે ભગવદ ધામ પાછા જવું. જો તે લોકો ભગવદ ધામ પાછા નહીં જાય, તો અહિયાં રહેશે, વૃક્ષ બનશે. પાંચ હજાર વર્ષો સુધી ઊભા રહેશે. સ્થાવરા લક્ષ વીંશતી (પદ્મ પુરાણ). વીસ લાખ યોનીઓમાથી તમારે પસાર થવું પડે. અને દરેક યોનિ, અમુક હજારો વર્ષો. અને આવા વીસ લાખ. તો કેટલા વર્ષો? હમ્મ? વનસ્પતિની વીસ લાખ વિભિન્ન યોનીઓ છે. અને દરેક વસ્તુ, જો પસાર થાય, કહો કે સો વર્ષો. તો?
પુષ્ટ કૃષ્ણ: વીસ કરોડ.
પ્રભુપાદ: વનસ્પતિ યોનિમાથી પસાર થવા માટે ફક્ત વીસ વર્ષો. પછી તમે બનો છો, શું કહેવાય છે, જીવાણુઓ. તે છે ૧૧,૦૦,૦૦૦. આ રીતે તમને ફરીથી મનુષ્ય બનવાનો અવસર મળે છે, અને આ ધૂર્તો વ્યર્થ કરી રહ્યા છે, ચાર-પૈડાવાળા કુતરા. (હાસ્ય) કૂતરાને ચાર-પગ હોય છે, અને આપણને ચાર-પૈડાં હોય છે. બસ તેટલું જ. (હાસ્ય)
760621 - સવારની લટાર - ટોરોન્ટો