GU/720715 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 10:23, 21 November 2017

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણો આદર્શ છે કે આપણે માયા સાથે યુદ્ધ કરી રહ્યા છીએ, તો યુદ્ધમાં માયા ઉપર વિજય ત્યારે થશે જ્યારે આપણે જોઈશું કે આપણે આ ચાર ક્રિયાઓથી વિચલિત નથી થતાં: ખાવું, ઊંઘવું, મૈથુન અને રક્ષણ. આ કસોટી છે. કોઈ પણ વ્યક્તિને કોઇની પાસેથી પણ પ્રમાણપત્ર લેવાનું નથી કે તે આધ્યાત્મિક રીતે કેવો વિકાસ કરી રહ્યો છે. તે પોતે જ કસોટી કરી શકે છે: "કેટલું મે આ ચાર વસ્તુઓને પરાજય આપ્યો છે: ખાવું, ઊંઘવું, મૈથુન અને રક્ષણ." બસ તેટલું જ. તે કસોટી છે. તો તેની જરૂર નથી કે ખાઓ નહીં, ઊંઘો નહીં,... પણ ઓછું કરો, ઓછામાં ઓછું નિયંત્રિત કરો. પ્રયત્ન કરો. આને તપસ્યા કહેવાય છે. મારી ઊંઘવું છે, પણ છતાં હું તેને નિયંત્રિત કરીશ. મારે ખાવું છે, પણ મારે તેને નિયંત્રિત કરવું જ જોઈએ. મારે ઇન્દ્રિય તૃપ્તિ કરવી છે, તો મારે તેને નિયંત્રિત કરવી જ જોઈએ. તે જૂની વેદિક સંસ્કૃતિ છે."
720715 - ભાષણ - શ્રી.ભા. ૧.૧.૫ - લંડન