GU/Prabhupada 0527 - આપણે કૃષ્ણને અર્પણ કરીને ગુમાવતાં નથી. આપણે માત્ર મેળવીએ જ છીએ: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0527 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0526 - જો આપણે કૃષ્ણને મજબૂત રીતે પકડી લઈએ, માયા કશું ના કરી શકે|0526|GU/Prabhupada 0528 - રાધારાણી કૃષ્ણની આહ્લાદીની શક્તિ છે|0528}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|PSn4Kl06t3k|આપણે કૃષ્ણને અર્પણ કરીને ગુમાવતાં નથી. આપણે માત્ર મેળવીએ જ છીએ<br /> - Prabhupāda 0527}}
{{youtube_right|FgtEJ6CxL0Y|આપણે કૃષ્ણને અર્પણ કરીને ગુમાવતાં નથી. આપણે માત્ર મેળવીએ જ છીએ<br /> - Prabhupāda 0527}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:00, 6 October 2018



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968

પ્રભુપાદ: હવે, હા, કોઈ પ્રશ્ન?

જયગોપાલ: શું પ્રસાદ એક પ્રકારના પ્રેમની અદલાબદલી છે, જ્યાં આપણે પ્રેમી પાસેથી ભોજન સ્વીકારીએ છીએ?

પ્રભુપાદ: હા. તમે અર્પણ કરો છો અને ગ્રહણ કરો છો. દદાતિ પ્રતિઘૃણાતી, ભૂંક્તે ભોજયતે, ગુહ્યમ આખ્યાતિ પૃચ્છતિ ચ. તમે તમારા મનને કૃષ્ણ સમક્ષ ખુલ્લુ કરો અને કૃષ્ણ તમને માર્ગદર્શન પણ આપશે. તમે જુઓ. તમે કૃષ્ણને અર્પણ કરો, કે "કૃષ્ણ, તમે અમને આટલી બધી સરસ વસ્તુઓ આપી છે. તો સૌ પ્રથમ તમે સ્વાદ કરો. પછી અમે સ્વીકારીશું." કૃષ્ણ પ્રસન્ન થશે. હા, બસ તેટલું જ. કૃષ્ણ ખાય છે, અને કૃષ્ણ તેવી જ રીતે પાછું મૂકે છે. પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવાવશિષ્યતે (ઇશો આહવાન). આપણે કૃષ્ણને અર્પણ કરીએ છીએ, તેનો અર્થ એવો નથી કે કૃષ્ણ... કૃષ્ણ ખાય છે, પણ કૃષ્ણ એટલા પૂર્ણ છે, કે તેઓ આખી વસ્તુને પૂર્ણ રૂપે પાછી મૂકે છે. તો લોકો આ વસ્તુઓ પણ સમજતા નથી, કે આપણે કૃષ્ણને અર્પણ કરીને કશું ગુમાવતાં નથી. આપણે મેળવીએ જ છીએ. લાભ જ. તમે કૃષ્ણને સરસ રીતે શણગારો, તમે જુઓ. પછી તમારી સુંદર વસ્તુ જોવાની ઈચ્છા સંતુષ્ટ થઈ જશે. તમને જગતની કહેવાતી સુંદરતાથી કોઈ આકર્ષણ નહીં થાય. તમે કૃષ્ણને આરામદાયક સ્થિતિમાં રાખો, તમે આરામદાયક સ્થિતિમાં રહેશો. તમે કૃષ્ણને સુંદર ખાદ્યપદાર્થ અર્પણ કરો, તમે તેને આરોગો. તો જેમ કે જો હું મારા મુખને સુશોભિત કરો, હું જોઈ ના શકું કે તે કેટલું સુંદર છે, પણ જો હું મારી સમક્ષ એક દર્પણ લાઉ, મારા મુખનું પ્રતિબિંબ સુંદર છે. તેવી જ રીતે, તમે કૃષ્ણનું પ્રતિબિંબ છો. મનુષ્ય ભગવાન પરથી બન્યો છે. તો જો તમે કૃષ્ણને ખુશ કરો, તો તમે જુઓ કે પ્રતિબિંબ, તમે, ખુશ થાઓ છો. કૃષ્ણને ખુશ થવા માટે તમારી સેવાની આવશ્યકતા નથી. તેઓ તેમનામા પૂર્ણ છે. પણ જો તમે કૃષ્ણને અર્પણ કરવાનો, ખુશ કરવાનો, પ્રયત્ન કરો, તો તમે સુખી બનશો. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. તો કૃષ્ણને સુંદર રીતે સુશોભિત કરવાનો પ્રયત્ન કરો, કૃષ્ણને બધા જ ખાદ્યપદાર્થો અર્પણ કરવાનો પ્રયત્ન કરો, કૃષ્ણને સંપૂર્ણ આરામદાયક સ્થિતિમાં રાખવાનો પ્રયત્ન કરો. આ રીતે જે વસ્તુઓ તેમને અર્પણ કરી છે તેનો બદલો મળશે. આ કૃષ્ણ ભાવનામૃત છે.

(તોડ) ... ભૌતિક રોગ તે કૂતરાની પૂછડી જેવુ છે. તમે જોયું. કૂતરાની પૂછડી આના જેવી છે. અને ગમે તેટલું તેને માલિશ કરો અને તેને સીધી કરવાની કોશિશ કરો, તે આવી જ થઈ જશે (હાસ્ય). તમે જુઓ. તો આ લોકો, તેમને ભૌતિક આનંદ જોઈએ છે. "જો સ્વામીજી અમને ભૌતિક આનંદ આપી શકે કોઈ સસ્તા મંત્રથી," તો તેઓ આવશે. તમે જુઓ. "જ્યારે સ્વામીજી કહે છે 'આ બધી ધૂર્તતા છે; કૃષ્ણ પાસે આવો,' આ સારું નથી. આ સારું નથી." કારણકે તેમને પૂછડીને આ રીતે જ રાખવી છે. ગમે તેટલો મલમ લગાવો, તે આવી જ રહેશે. (હાસ્ય) આ રોગ છે. તેમને ભૌતિક વસ્તુઓ જોઈએ છે. બસ તેટલું જ. "જો મંત્રથી, જો કોઈ યુક્તિઓથી, અમે અમારો ભૌતિક આનંદ વધારી શકીએ, ઓહ, તે બહુ જ સરસ છે. ચાલો આપણે કોઈ ડ્રગ લઈએ અને મૂર્ખોનું સ્વર્ગ બનાવીએ અને વિચારીએ, 'ઓહ, હું આધ્યાત્મિક જગતમાં છું.' " તેમને આવું જોઈએ છે. તેમને મૂર્ખોના સ્વર્ગમાં રહેવું છે. પણ જ્યારે આપણે તેમને સાચું સ્વર્ગ આપીએ છીએ, તેઓ અસ્વીકાર કરે છે.

ઠીક છે. કીર્તન કરો.