GU/Prabhupada 0911 - જો તમે ભગવનમાં વિશ્વાસ કરો છો, તો તમે બધા જીવ પર સમાન રીતે કૃપાળુ અને દયાળુ હોવા જ જોઈએ
730420 - Lecture SB 01.08.28 - Los Angeles
અનુવાદ: "મારા પ્રભુ, હું આપને અનંત સમય સુધી સ્વામી માનું છું, પરમ નિયંત્રક, આદિ અને અંત વગર, સર્વવ્યાપક. તમારી કૃપાથી, તમે દરેક માટે સમાન છો. જીવો વચ્ચેના મતભેદ સામાજિક વ્યવહારને કારણે છે."
પ્રભુપાદ: ભગવદ ગીતમાં કૃષ્ણ બિલકુલ આજ વસ્તુ કહે છે. આ કુંતી દ્વારા વર્ણવવામાં આવ્યું છે, એક ભક્ત દ્વારા. તેજ વસ્તુ ભગવાન સ્વયં કહે છે. સમો અહમ સર્વ ભૂતેષુ ન મે દ્વેષ્યો અસ્તિ ન પ્રિય:, યે તુ ભજન્તિ મામ ભક્ત્યા તેષુ તે મયી (ભ.ગી. ૯.૨૯). ભગવાન પક્ષપાતી ના હોઈ શકે. તે શક્ય નથી. દરેક ભગવાનની સંતાન છે. તો કેવી રીતે ભગવાન એક પુત્ર માટે પક્ષપાતી હોય, અને, બીજા માટે સારા હોય? તે શક્ય નથી. તે આપણી ભૂલ છે. આપણે લખીએ છીએ: "અમે ભગવાનમાં માનીએ છીએ," પણ આપણે ભેદભાવ કરીએ છીએ. જો તમે ભગવાનમાં વિશ્વાસ કરો છો, તો તમે બધા જીવ પર સમાન રીતે કૃપાળુ અને દયાળુ હોવા જ જોઈએ તે ભગવાન ભાવનામૃત છે. તો કૃષ્ણ કહે છે: "મારે કોઈ શત્રુ નથી, કે ન તો મને કોઈ મિત્ર છે." ન મે દ્વેષ્યો અસ્તિ ન પ્રિય:.
દ્વેષ્ય મતલબ દુશ્મન. આપણે, આપણે આપણા શત્રુથી ઈર્ષા કરીએ છીએ અને મિત્રો સાથે મિત્રભાવ રાખીએ છીએ. તો કૃષ્ણ નિરપેક્ષ છે. જોકે તે એક દાનવ સાથે શત્રુતા પૂર્ણ લાગે છે, ખરેખરમાં તે મિત્ર છે. જ્યારે એક દાનવ મરે છે, તેનો મતલબ તેની દાનવી કાર્યો સમાપ્ત થાય છે. તે તરત જ સજ્જન બની જાય છે. નહીં તો તે કેવી રીતે તેને તરત જ બ્રહ્મજ્યોતિ સુધી પદોન્નત કરવામાં આવે છે? આ બધા દૈત્યો કે જે કૃષ્ણ દ્વારા હણાયા, તેઓ તરતજ બ્રહ્મજ્યોતિ નિર્વિશેષમાં લીન થઈ ગયા. ફક્ત અંતર છે કે, બ્રહ્મજ્યોતિ, પરમાત્મા અને ભગવાન. તેઓ એક જ છે. વદંતી તત તત્ત્વ વિદસ તત્ત્વમ (શ્રી.ભા. ૧.૨.૧૧). તે એક સત્ય છે, નિરપેક્ષ સત્ય, અલગ રૂપમાં જ. બ્રહમેતી પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દયતે (શ્રી.ભા. ૧.૨.૧૧). મૂળ રૂપે, ભગવાન, તેમનું પૂર્ણ વિસ્તરણ પરમાત્મા છે જે દરેકના હ્રદયમાં સ્થિત છે. ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદેષુ અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧). પૂર્ણ અંશ ક્ષીરોદકશાયી વિષ્ણુ, તે દરેકના હ્રદયમા સ્થિત છે. તે પરમાત્મા છે. અને બ્રહ્મન, પરમાત્મા, અને ભગવાન. અંતિમ તો ભગવાન છે. તો, યે યથા મામ પ્રપદ્યન્તે (ભ.ગી. ૪.૧૧). હવે તે દરેક માટે સમાન છે. તે ભક્ત કે વ્યક્તિ કે જે પરમ નિરપેક્ષ સત્યને જાણવાનો પ્રયાસ કરે છે તેમના પર નિર્ભર છે. તેમની સમજવાની ક્ષમતા ઉપર, નિરપેક્ષ સત્ય, ભગવાન, નો બોધ થાય છે, ક્યાં તો નિરાકાર બ્રહ્મન કે સ્થાનિક પરમાત્મા કે ભગવાન. તે મારા ઉપર છે.
તે જ ઉદાહરણ જેનુ મે ઘણી વાર પુનરાવર્તન કર્યું છે. જેમ કે અમુક વાર આપણે પહાડો જોઈએ છીએ આપણા ઓરડામાથી. અહિયાં લોસ એંજલિસમાં ઘણા પહાડો છે. પણ તેઓ અસ્પષ્ટ નથી. જ્યારે તમે પહાડોને દૂરથી જોતાં હોય, તે ધૂંધળા લાગે છે. પણ જો તમે વધારે પહાડની નજીક જાઓ, તો તમે સ્પષ્ટ રીતે જોઈ શકો કે કઈક છે, પહાડ. અને જો તમે પહાડ ઉપર આવો, તો તમે જોશો કે ઘણા બધા લોકો અહિયાં કામ કરી રહ્યા છે, ઘણા બધા ઘરો છે. શેરીઓ છે, મોટરગાડીઓ, બધુજ, બધા પ્રકારનું. તો તેવી જ રીતે, જ્યારે કોઈને નિરપેક્ષ સત્યને તેના નજીવા મગજથી સમજવુ હોય છે, "હું શોધખોળ કરીશ નિરપેક્ષ સત્યને જાણવા માટે," તો તમને અસ્પષ્ટ ખ્યાલ આવશે, નિરાકાર ખ્યાલ. અને જો તમે ધ્યાની બનશો, તો તમે જાણશો કે ભગવાન તમારા હ્રદયમાં સ્થિત છે. ધ્યાનાવસ્થિત તદ ગતેન મનસા પશ્યંતી યમ યોગીના: (શ્રી.ભા. ૧૨.૧૩.૧). યોગીઓ, સાચા યોગીઓ, તેઓ, ધ્યાન દ્વારા, તેઓ વિષ્ણુ મુર્તિને તેમના હ્રદયમાં જુએ છે. અને તેઓ કે જે ભક્તો છે, તેઓ પરમ વ્યક્તિને સમ્મુખ મળે છે. જેમકે આપણે સમ્મુખ મળી રહ્યા છીએ, સામ સામે વાતો કરી રહ્યા છીએ, પ્રત્યક્ષ સેવા આપી રહ્યા છીએ. પરમ પુરુષોત્તમ ભગવાન તે આજ્ઞા આપે છે: "તમે મને આ આપો," અને તે આપે છે. તે અંતર છે.