GU/Prabhupada 0501 - જ્યાં સુધી આપણે કૃષ્ણ ભાવનામૃતને અપનાવતા નથી, ત્યાં સુધી આપણે ચિંતમુક્ત ના થઈ શકીએ
Lecture on BG 2.15 -- Hyderabad, November 21, 1972
તો તમે સુખી ના થઈ શકો. આ છોકરાઓ અને છોકરીઓ, અમેરિકન, અમેરિકન, યુરોપીયન, તેઓએ આ બધી મોટોરગાડીની સભ્યતાનો સ્વાદ ચાખી લીધો છે. તેઓએ બહુ સરસ રીતે ચાખી લીધો છે. મોટરગાડી, નાઇટક્લબ અને દારૂ, તેઓએ બહુ સરસ રીતે સ્વાદ લઈ લીધો છે. કોઈ સુખ નથી. તેથી તેઓ કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા છે. તેથી, નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સત: અભાવ:, અને સત: તો આપણે અસત (ભ.ગી. ૨.૧૬), કે જેનું અસ્તિત્વ નહીં રહે, ને સ્વીકારવાથી દુખી છીએ. તે વર્ણન પ્રહલાદ મહારાજ દ્વારા આપવામાં આવ્યું છે: સદા સુમુદ્વિગ્ન ધિયામ અસદ ગ્રહાત (શ્રી.ભા. ૭.૫.૫). સદા સમુદ્વિગ્ન ધિયામ. આપણે હમેશા ચિંતિત હોઈએ છીએ, ચિંતાઓથી ભરેલા. તે હકીકત છે. આપણામાના દરેક, ચિંતાથી ભરેલા. કેમ? અસદ ગ્રહાત. કારણકે આ ભૌતિક શરીર સ્વીકારેલું છે. અસદ ગ્રહાત. તત સાધુ મન્યે અસુર વર્ય દેહીનામ સદા સમુદ્વિગ્ન ધીયામ. દેહીનામ. દેહીનામ મતલબ.. દેહ અને દેહિ, આપણે પહેલા જ ચર્ચા કરી ચૂક્યા છીએ. દેહિ મતલબ શરીરનો માલિક. તો દરેક દેહિ છે, પશુ અથવા મનુષ્ય અથવા વૃક્ષ અથવા બીજું કોઈ. દરેક જીવે ભૌતિક શરીર સ્વીકારેલું છે. તેથી તેઓને દેહિ કહેવાય છે. તો દેહીનામ, દરેક દેહિ, કારણકે તેણે આ ભૌતિક શરીર સ્વીકારેલું છે, તે ચિંતાઓથી ભરેલું છે.
તો જ્યાં સુધી કૃષ્ણ ભાવનામૃતમાં આવીએ નહીં ત્યાં સુધી આપણે ચિંતમુક્ત ના થઈ શકીએ. તે શક્ય નથી. તમારે કૃષ્ણ ભાવનાભાવિત બનવું જ પડે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા (ભ.ગી. ૧૮.૫૪) - તરત જ તમે ચિંતામુક્ત બનશો. જો તમે કૃષ્ણ ભાવનામૃતના સ્તર પર નથી આવતા, તમે હમેશા ચિંતાઓથી ઘેરાયેલા રહેશો. સદા સમુદ્વિગ્ન ધિયામ અસદ ગ્રહાત, હિત્વાત્મ પાતમ ગૃહમ અંધ કુપમ, વનમ ગતો યદ ધરીમ આશ્રયેત (શ્રી.ભા. ૭.૫.૫). તે પ્રહલાદ મહારાજ દિશા બતાવે છે, કે જો તમારે આ ચિંતામાથી મુક્ત થવું હોય, સદા સમુદ્વિગ્ન ધિયામ, પછી હિત્વાત્મ પાતમ, હિત્વાત્મ પાતમ ગૃહમ અંધ કુપમ... ગૃહમ અંધ કુપમ. ગૃહ મતલબ.... ઘણા બધા અર્થો છે. ખાસ કરીને તેનો અર્થ છે. ઘર. ઘર. ઘરકૂકડું. આપણી વેદિક સંસ્કૃતિ છે, કે ઘરથી દૂર જાઓ. ઘરથી દૂર જતાં રહો. સન્યાસ લેવા માટે, વાનપ્રસ્થ લેવા માટે. મૃત્યુના અંતિમ બિંદુ સુધી કુટુંબના સભ્ય, દાદા કે પરદાદા, રહેવા માટે નહીં. તે વેદિક સંસ્કૃતિ નથી. જેવા આપણે થોડા મોટા થઈએ છીએ, પંચાશોર્દ્વમ વનમ વ્રજેત, તેને આ ગૃહમ અંધ કુપમાથી બહાર નીકળવું જ પડે. ગૃહમ અંધ કુપમ, જો આપણે ચર્ચા કરીશું, તે બહુ બેસ્વાદ થઈ જશે. પણ આપણે શાસ્ત્ર આધારિત ચર્ચા કરવી પડે કે ગૃહ શું છે. ગૃહ, તે છે... બીજો શબ્દ, તેને કહેવાય છે અંગનાશ્રયમ. અંગના. અંગના મતલબ સ્ત્રી. પત્નીની સુરક્ષા હેઠળ રહેવું. અંગનાશ્રય. તો શાસ્ત્ર ભલામણ કરે છે કે તમે આ અંગનાશ્રયમને છોડી ડો, પરમહંસ આશ્રયમ પર જવા માટે. તો તમારું જીવન બચી જશે. નહીં તો, જેમ પ્રહલાદ મહારાજ કહે છે તેમ, ગૃહમ અંધ કુપમ, "જો તમે તમારી જાતને હમેશા આ કહેવાતા કુટુંબ જીવન રૂપી અંધકારમાય કૂવામાં રાખશો, તો તમે ક્યારેય સુખી નહીં થાઓ." આત્મપાતમ. આત્મપાતમ મતલબ તમે તમારા આધ્યાત્મિક જીવનને ક્યારેય સમજી નહીં શકો. બેશક, હમેશા નહીં, પણ સામાન્ય રીતે. સામાન્ય રીતે, જે લોકો કૌટુંબિક જીવન કે વિસ્તૃત કૌટુંબિક જીવનથી ખૂબ જ આસક્ત છે... વિસ્તૃત - કૌટુંબિક જીવન પછી સામાજિક જીવન, પછી સાંપ્રદાયિક જીવન, પછી રાષ્ટ્રીય જીવન, પછી આંતરરાષ્ટ્રીય જીવન. તે બધા ગૃહમ અંધ કુપમ છે. બધા ગૃહમ અંધ કુપમ.